Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 કાળવૃત્તાંતનું 11-12

11 રહાબઆમે યરૂશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનના કુળસમૂહના કુલ 1,80,000 ચુનંદા યોદ્ધાઓને ભેગા કર્યા. પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે, “યહૂદાના રાજા અને સુલેમાનના પુત્ર રહાબઆમને અને સર્વ ઇસ્રાએલીઓને જે યહૂદા અને બિન્યામીનમાં રહે છે તેઓને કહે કે: ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું.

યહૂદાને શકિતશાળી બનાવતો રહાબઆમ

રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: બેથલેહેમ, એટામ, તકોઆ બેથ-સુર, સોખો, અદુલ્લામ ગાથ, મારેશાહ, ઝીફ, અદોરાઇમ, લાખીશ અઝેકાહ 10 સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે, 11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા. 12 પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા.

13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં. 14 યરોબઆમ રાજાએ તેઓને ફરજ પરથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે હવે તમારે યહોવાના યાજકો તરીકે કામ કરવું નહિ.

15 તેઓના સ્થાને તેણે બીજાઓને યાજકો બનાવ્યા. આ યાજકોએ લોકોને ઉચ્ચસ્થાનોમાં, યરોબઆમે બનાવેલ વાછરડાંના પૂતળાંની પૂજા કરવા માટે લોકોને ઉત્તેજન આપ્યું. 16 ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા. 17 એ લોકોએ આને કારણે યહૂદાના રાજ્યના બળમાં વધારો કર્યો અને ત્રણ વર્ષ સુધી તેમણે રહાબઆમને ટેકો આપ્યો, કારણ, એ ત્રણ વર્ષ દરમ્યાન તે દાઉદ અને સુલેમાનને પગલે ચાલ્યો હતો.

રહાબઆમનું કુટુંબ

18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી. 19 તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ, 20 ત્યારબાદ તે આબ્શાલોમની પુત્રી માઅખાહને પરણ્યો અને તેનાથી તેને અબિયા, અત્તાય, ઝીઝા અને શલોમીથ જન્મ્યા. 21 પોતાની બધી પત્નીઓ અને ઉપપત્નીઓ કરતાં રહાબઆમ માઅખાહ ઉપર વધારે પ્રેમ રાખતો હતો. તેને બધી મળીને 18 પત્નીઓ અને 60 ઉપપત્ની હતી. અને તેમનાથી તેને 28 પુત્રો અને 60 પુત્રીઓ થઈ હતી.

22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો. 23 રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા.

મિસરના રાજાનો યરૂશાલેમ પર વિજય

12 જ્યારે રહાબઆમનું રાજ્ય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે અને યહૂદાના કુળસમૂહે યહોવાની સંહિતાનો માર્ગ છોડી દીધો.

તેઓએ યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંધન કર્યુ તેથી રહાબઆમ રાજાના શાસનના પાંચમે વર્ષે મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર 1,200 રથો તથા 60,000 સવારો લઇને હુમલો કર્યોં. મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા. યહૂદિયાના તાબાનાં કિલ્લાવાળાં નગરો સર કરતો કરતો તે યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો.

રહાબઆમ તથા યહૂદિયાના સરદારો, જેઓ પ્રબોધક શીશાકને લીધે યરૂશાલેમમાં એકઠા થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું કે, “તમે મને અને મારા કાનૂનોને તજી દીધા છે, માટે મેં પણ તમને શીશાકના હાથમાં સોંપી દીધાં છે.” એમ યહોવા કહે છે.

ઇસ્રાએલના આગેવાનો અને રાજાઓ પોતે નમ્ર થઇને બોલ્યા, “યહોવાની વાત ન્યાયી છે.”

યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું. પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”

મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો. 10 રહાબઆમ રાજાએ તેમને ઠેકાણે પિત્તળની ઢાલો બનાવડાવીને રાજાના મહેલમાં દ્વારપાળોના તથા અમલદારોના હાથમાં સોંપી. 11 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે રક્ષકો તે ઢાલ લઇને આવતા અને પછીથી શસ્રાગારમાં મૂકી દેતા.

12 રહાબઆમ યહોવાને શરણે થઇ ગયો, વળી યહૂદામાં ધણાં સારા લોકો હતા, તેથી યહોવાએ તેનો સંપૂર્ણ નાશ ન કર્યો.

13 આમ, રહાબઆમ રાજાએ યરૂશાલેમમાં બળવાન થઇને રાજ્ય કર્યુ. તે ગાદીએ આવ્યો અને ત્યારે તેની ઉંમર 41 વર્ષની હતી. તેણે યહોવાએ ઇસ્રાએલના બધા કુળસમૂહોના પ્રદેશોમાંથી પોતાના નામની સ્થાપના માટે પસંદ કરેલા નગર યરૂશાલેમમાં 17 વર્ષ સુધી રાજ્ય કર્યુ. રહાબઆમની માતા આમ્મોનની હતી અને તેનું નામ નાઅમાહ હતું. 14 યહોવાની ભકિત સાચા હૃદયથી ન કરીને, રહાબઆમે ખોટું આચરણ કર્યુ.

15 રહાબઆમનાં અમલના બધા જ કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદૃો દ્રષ્ટાની તવારીખમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું. 16 રહાબઆમ પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગ્યાએ તેનો પુત્ર અબિયા રાજા થયો.

પ્રકટીકરણ 2

એફેસસમાંની મંડળીને ઈસુનો પત્ર

“એફેસસમાંની મંડળીના દૂતને આ પત્ર લખ કે:

“જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીઓની વચમાં ચાલે છે તે તમને આ વાતો કહે છે.

“તું શું કરે છે તે હું જાણું છું, તુ સખત કામ કરે છે અને તું કદી છોડી દેતો નથી. હું જાણું છું કે દુષ્ટ લોકોને તું સ્વીકારતો નથી. અને જેઓ પ્રેરિતો હોવાનો દાવો કરે છે પણ તે ખરેખર એવા નથી. તેવા લોકોનો તેં પારખી લીધા છે. તને ખબર પડી છે કે તેઓ જુઠ્ઠા છે તેં તારા પ્રયત્નો સતત ચાલુ રાખ્યા છે, મારા નામને ખાતર તેં મુશ્કેલીઓ સહન કરી છે. અને તું આ કામ કરવામાં થાકી ગયો નથી.

“પણ તારી વિરુંદ્ધ મારે આટલું છે કે, તે તારા શરુંઆતના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું હમણા જ્યાથી પડ્યો છે તે યાદ કર, પસ્તાવો કર, અને પ્રથમનાં જેવાં કામો કર. જો તું પસ્તાવો નહી કરે તો હું તારી પાસે આવીશ અને તારી દીવીને તેની જગ્યાએથી લઈ જઈશ. પણ તું જે કંઈક કરે છે તે બરાબર છે: નિકલાયતીઓ[a] જે કંઈ કરે છે તેને તમે ધિક્કારો છો, તેઓ જે કરે છે તેને હું પણ ધિક્કારું છું.

“પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ. જે વ્યક્તિ વિજય મેળવે છે તેને હું જીવનનાં વૃક્ષ પરનું ફળ ખાવાનો અધિકાર આપીશ. આ વૃક્ષ દેવના પારાદૈસમાં છે.

સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર

“સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:

“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.

“તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.

11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.

પર્ગામનમાંની મંડળીને ઈસુનો પત્ર

12 “પર્ગામનમાંની મંડળીના દૂત ને આ લખ કે:

“જેની પાસે બેધારી પાણીદાર તલવાર છે, તે આ હકીકત તમને કહે છે.

13 “તું ક્યાં વસે છે તે હું જાણુ છું. તું જ્યાં શેતાનની પોતાની ગાદી છે ત્યાં રહે છે, પણ મને તો તું વિશ્વાસુ છે. અંતિપાસના સમય દરમિયાન પણ તે મારામાં વિશ્વાસ હોવા વિષેની ના પાડી નહિ. અંતિપાસ મારો વિશ્વાસુ સાક્ષી હતો જેને તમારા શહેરમાં મારી નાખવામાં આવ્યો હતો. જ્યાં શેતાન રહે છે તે તમારું શહેર છે.

14 “છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું. 15 તમારા સમૂહના પણ આવું જ છે. તમારી પાસે એવા લોકો છે, જે નિકલાયતીઓના બોધને અનુસરે છે. 16 તેથી પસ્તાવો કરો. જો તમે પસ્તાવો નહિ કરો તો, હું તમારી પાસે જલ્દી આવીશ અને તે લોકોની સામે મારા મુખમાંથી નીકળતી તલવાર વડે લડીશ.

17 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ!

“પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.

થુવાતિરામાંની મંડળીને ઈસુનો પત્ર

18 “થુવાતિરામાંની મંડળીના દૂતને આ લખ કે:

“દેવનો પુત્ર એક છે જેની આંખો અગ્નિની જવાળા જેવી છે. અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે તમને જે કહે છે તે આ છે.

19 “તું જે કરે છે તે હું જાણું છું. હું તારો પ્રેમ તારો વિશ્વાસ, તારી સેવા અને તારી ધીરજને જાણું છું. તે પ્રથમ જે કર્યું તેનાથી હમણાં તેં વધારે કર્યું છે તે પણ હું જાણું છું. 20 છતાં પણ મારે તારી વિરુંદ્ધ આટલું છે કે; તું ઈઝબેલ નામની સ્ત્રીને તેની ઈચ્છા મુજબ કરવા દે છે. તે કહે છે કે તે એક પ્રબોધિકા છે. પણ તે મારા લોકોને તેના ઉપદેશ વડે ભમાવે છે. ઈઝબેલ મારા લોકોને વ્યભિચારનું પાપ કરવાને તથા મૂતિર્ઓના નૈવેદ ખાવા માટે દોરે છે. 21 મેં તેને પસ્તાવો કરવા તથા પોતાના પાપમાંથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પરંતુ તે પસ્તાવો કરવા ઈચ્છતી નથી.

22 “અને તેથી હું તેને પીડાની પથારીમાં પાડીશ. અને બધા લોકો જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે તેઓ ખૂબ સહન કરશે. તે જે કંઈ કરે છે તેનાથી તેઓ અટકશે નહિ, તો હવે હું આ કરીશ. 23 હું તેના છોકરાને પણ મારી નાખીશ. પછી બધી જ મંડળીઓ જાણશે કે મન તથા અત:કરણનો પારખનાર હું છું. અને હું તમારામાંના દરેકને તમે જે કામ કયુ છે તેનો બદલો આપીશ.

24 “પણ તમે બીજા લોકો જેઓ થુવાતિરામાં તેનાં બોધને અનુસર્યા નથી અને જેઓ શેતાનના ઉંડા મર્મોનો જે દાવો કરે છે, તેને જેઓ શીખ્યા નથી તે તમોને હું આ કહું છું કે: હું તમારા પર બીજો બોજો મૂક્તો નથી. 25 ફકત હું આવું નહી ત્યાં સુધી તમારી પાસે જે છે તેને વળગી રહો.

26 “પ્રત્યેક વ્યકતિ જે વિજય મેળવે છે અને હું ઈચ્છું છું તે કામો અન્ત સૂધી ચાલુ રાખે છે તેને હું અધિકાર આપીશ. હું તે વ્યક્તિ ને રાષ્ટ્રો પર અધિકાર આપીશ: 27 લોખંડના દંડથી તે તેઓ પર શાસન કરશે. માટીનાં વાસણની જેમ તેમના તે ટૂકડે ટૂકડા કરશે.[b] 28 આ તે જ અધિકાર છે જે મેં મારા પિતા પાસેથી પ્રાપ્ત કર્યો છે. હું તે વ્યક્તિ ને પ્રભાતનો તારો પણ આપીશ. 29 પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાભળવું જોઈએ.

સફાન્યા 3

અપરાધ અને ઉદ્ધાર

ઉદૃંડ, બંડખોર તથા ષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ! તેણે ન તો યહોવાની આજ્ઞાનો સાદ સાંભળ્યો કે ના કોઇ શિસ્ત શીખ્યા. તેમને યહોવા ઉપર જરાય વિશ્વાસ ન હતો. તેઓ દેવની સમીપ આવ્યા નહિ. તેમાં વસતા અમલદારો જાણે ગર્જના કરતા સિંહ જેવા છે; તેના ન્યાયાધીશો ભૂખ્યાં વરુઓ જેવા છે, જે સાંજનું સવાર સુધી રહેવા દેશે નહિ. તેના પ્રબોધકો ઘમંડી માણસો છે; તેના યાજકો પવિત્ર સ્થાનને દુષિત કરે છે. અને દેવના નિયમશાસ્ત્રનું નિકંદન કાઢે છે. પણ તેમાં વસતા યહોવા ન્યાયી છે, તે અધમ કાર્ય કરતા નથી. તે નિયમિત રીતે દરરોજ સવારમાં ચુકાદો આપે છે. તથા તે પ્રભાતમાં ચૂકતા નથી છતાં અનીતિમાન લોકોને શરમ આવતી નથી.

દેવ કહે છે, “મેં પ્રજાઓનો નાશ કર્યો છે. તેઓની દૂરની ઊંચી મજબૂત ઇમારતોનો નાશ કર્યો છે. તેઓની શેરીઓ અને નગરોને વસ્તી વગરના કરી દીધાં છે. ત્યાં કોઇ જરા પણ જતું કે રહેતું નથી. મને થયું કે મારા લોકો હવે મારાથી શિસ્તપાલન કરતા શીખશે. તો તેઓના ઘરનો નાશ થશે નહિ. મેં તેઓ માટે નક્કી કરેલ સજા થશે નહિ.” પણ તેઓ તો વધુ અધમ કામ કરવા વહેલા ઉઠે છે.

યહોવા કહે છે, “મારી પ્રતિક્ષા કરો, હું પ્રજાઓ પર આરોપ મૂકવા ઊભો થાઉં તે દિવસની રાહ જુઓ, કારણ કે પ્રજાઓને અને રાજ્યોને એકઠાં કરીને તેમના પર મારો બધો ગુસ્સો અને સંતાપ વરસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. મારા માત્ર ક્રોધને લીધે પૃથ્વી ખાખ થઇ જશે. ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે. 10 વેરવિખેર થઇ ગયેલા મારા ભકતો ઠેઠ કૂશની નદીઓની સામે પારથી પણ મારે માટે અર્પણ લઇ આવશે.

11 “હે યરૂશાલેમ, તે દિવસે તમે મારી સામે બળવો પોકારીને જે જે દુષ્કૃત્યો કર્યાં છે, તેને માટે તમારે શરમાવું નહિ પડે. કારણ કે તે વખતે હું તમારા અભિમાની અને ઉદ્ધત નાગરિકોને હાંકી કાઢીશ; પછી તારા લોકો મારા પવિત્રપર્વત પર ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી સકશે નહિ. 12 પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે. 13 ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે પછી દુષ્ટ કામ કરશે નહિ, અસત્ય બોલશે નહિ, અને અપ્રામાણિકતાથી કાર્ય કરશે નહિ. તેઓ સદા શાંતિ અને આરામદાયક રીતે રહેશે અને તેમને કોઇનોય ભય રહેશે નહિ.”

આનંદના સમાચાર

14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
    ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
    યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
    તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
    હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
    “ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
    તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
    તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
    અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18     મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
    અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
    તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
    હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
    જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
    તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
    ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.

યોહાન 1

ખ્રિસ્ત જગતમાં આવે છે

જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી.

ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે. યોહાન પોતે પ્રકાશ નહોતો. પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે.

10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા.

14 તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15 યોહાને લોકોને તેના વિષે કહ્યું, યોહાને કહ્યું, “હું જેના વિષે કહેતો હતો તે એ જ છે. મેં કહ્યું, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે. તે મારી પહેલાનો હતો.’”

16 તે શબ્દ (ખ્રિસ્ત) કૃપા અને સત્યથી ભરપૂર હતો, તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા. 17 મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં. 18 કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.

યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું

(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)

19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.

21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”

યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”

22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”

23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,

“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;
    ‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.’” (A)

24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા. 25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”

26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી. 27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”

28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.

ઈસુ દેવનું હલવાન

29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે! 30 આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું, ‘એક મનુષ્ય મારી પાછળ આવશે. પણ તે મારા કરતાં મોટો છે, કારણ કે તે મારા પહેલાથી જીવે છે. તે સદાકાળ જીવંત છે.’ 31 જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો. પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ (યહૂદિઓ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે.”

32-34 પછી યોહાને કહ્યું, “હું પણ જાણતો નહોતો કે ખ્રિસ્ત કોણ હતો. પરંતુ દેવે મને લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલ્યો અને દેવે મને કહ્યું, ‘તું જે માણસ પર આત્માને નીચે ઉતરતો અને રહેતો જોશે, તે માણસ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’ યોહાને કહ્યું, મેં આમ થતાં જોયું છે. મેં આત્માને આકાશમાંથી નીચે આવતો જોયો. આત્મા કબૂતર જેવો દેખાયો અને તેના (ઈસુ) પર તે બેઠો. તેથી હું લોકોને કહું છું, ‘તે આ છે. તે (ઈસુ) દેવનો દીકરો છે.’”

ઈસુનો પ્રથમ શિષ્ય

35 ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો. યોહાનના બે શિષ્યો તેની સાથે હતા. 36 યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો. યોહાને કહ્યું, “જુઓ, દેવનું હલવાન!”

37 તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો, તેથી તેઓ ઈસુને અનુસર્યા. 38 ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા. ઈસુએ પૂછયું, “તમારે શું જોઈએ છે?”

તે બે માણસોએ પૂછયું, “રાબ્બી, તું ક્યાં રહે છે?” (“રબ્બી” નો અર્થ “શિક્ષક”)

39 ઈસુએ ઉત્તર આપ્યો, “મારી સાથે આવો અને જુઓ.” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા. તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ. તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા. તે લગભગ બપોરના ચારનો સમય હતો.

40 તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા. આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું. આંન્દ્રિયા સિમોન પિતરનો[a] ભાઈ હતો. 41 આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો. આંન્દ્રિયાએ સિમોનને કહ્યું, “અમે મસીહને શોધી કાઢયો છે.” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.)

42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, “તું યોહાનનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે.” (“કેફા” નો અર્થ “પથ્થર” થાય છે.)

43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”

46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”

ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”

47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”

48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”

49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”

50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International