Revised Common Lectionary (Semicontinuous)
1 જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
યર્દન નદી, શું થયું તારા પાણીનું?
શા માટે તમે પાછા હઠી ગયા?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
તું થરથર કાંપ.
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
યૂનાની પ્રાર્થના
2 તે વખતે યૂનાએ માછલીના પેટમાંથી યહોવાને પ્રાર્થના કરી.
2 તેણે કહ્યું, “મારી વિપત્તિમાં
મેં યહોવાને બોલાવ્યા
અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો;
મૃત્યુની ઊંડી ખીણમાં
મેં મદદ માટે રૂદન કર્યુ
અને તમે મને સાંભળ્યો.
3 “કારણકે તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો,
પાણીના મોજાઓએ મને બધી બાજુથી ઢાંકી દીધો.
4 ત્યારે મને થયું, ‘મને તમારી નજર આગળથી ફેંકી દેવામાં આવ્યો છે;’
તો પણ હું ફરીથી તમારા પવિત્રમંદિર તરફ જોઇશ.
5 “પાણીની ભીંસથી હું
મરવા જેવો થઇ ગયો હતો,
મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો,
મારા માથા ફરતે દરિયાઇ
વેલા વીંટાઇ ગયા હતા.
6 હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો,
પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો.
તોપણ હે મારા દેવ,
યહોવા તેઁ મને ઉંડી
કબરમાંથી બહાર કાઢયો.
7 “જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું.
મેં યહોવાને યાદ કર્યાં;
મારી પ્રાર્થના તારા
પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી.
8 “લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે
તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.
9 પણ હું બલિઓ અપીર્શ
અને તમને ધન્યવાદ આપીશ.
હું મારા વચનો જાળવીશ.
તારણ યહોવાથી છે.”
10 યહોવાએ માછલીને આજ્ઞા કરી, ને તેણે યૂનાને કોરી જમીન પર ઓકી નાખ્યો.
ઈસુની પાસે યહૂદિઓએ નિશાની માંગી
(માર્ક 8:11-12; લૂ. 11:29-32)
38 એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ઉપદેશક, અમને નિશાનીરૂપે કંઈ ચમત્કાર કરી બતાવ.”
39 ઈસુએ કહ્યું, “દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે. પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ. 40 જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે. 41 ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.
42 “ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International