Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
કન્યા:
8 અરે! આ અવાજ તો મારા પ્રીતમનો છે;
જુઓતો ખરા,પર્વતો પર કૂદકા મારતો મારતો
અને ખીણોને વટાવતો તે અહીં આવી રહ્યો છે.
9 ચપળ અને યુવાન છે
મારો પ્રીતમ, “મૃગલા જેવો.”
જુઓ, હવે તો તે દીવાલની
પાછળ ઊભો રહી,
બારીઓમાંથી ડોકિયા કરે છે.
10 મારા પ્રીતમે મને કહ્યું,
“પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,
અને બહાર આવ.
11 શિયાળો સમાપ્ત થયો છે હવે,
અને શિયાળુ વરસાદ પણ પૂરો થઇ ગયો છે.
12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે;
હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે.
આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.
13 અંજીરના ઝાડ ઉપર લીલાં અંજીર પાકી રહ્યાં છે,
અને દ્રાક્ષવાડીમાં ખીલતી નવી દ્રાક્ષોને
સૂંઘો તેઓ પોતાની ખુશબો ફેલાવે છે!
મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.”
સુલેમાન:
14 તું ભેખડ ઉપર નાની ગુફામાં છુપાયેલી “કબૂતરી” જેવી છે.
મને તારું સુંદર વદન બતાવ
અને તારો મધુર અવાજ સાંભળવા દે.
કેમ કે તારું વદન ખૂબસૂરત છે.
કન્યાના વચન સ્ત્રીને:
15 પેલાં નાનાં નાનાં શિયાળવાં દ્રાક્ષાવાડીમાં
નાસભાગ કરી રહ્યાં છે,
તમે મારા માટે પકડો.
અત્યારે આપણી દ્રાક્ષાવાડી ફૂલોથી ઝૂમી રહી છે.
ખ્રિસ્તીઓને કેટલીક બાબતો કરવા પાઉલ જણાવે છે
2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. 3 અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. 4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.
5 જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International