Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 14:1-14

14 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે,
    તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.
જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે
    મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.
શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો?
    શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે?

“અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું!
    પણ એવું બનવું અશક્ય છે.
તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી
    નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ;
    તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.
તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો.
    અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ
    અમને અમારા વળતરનો આનંદ માણવા દો.

“ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય;
    તે પાછું વિકાસ પામી શકે છે
    અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.
તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે
    અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય.
તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો
    એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે.
10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે.
    જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.
11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,
    અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે;
12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય
    પાછો ઊઠતો નથી;
જ્યાં સુધી આકાશોનું
    અસ્તિત્વ ન રહે
ત્યાં સુધી માણસ ફરીથી
    તેની ઊંઘમાંથી જાગશે નહિ.

13 “હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો,
    અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો,
    અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!
14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો?
    જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ.

યર્મિયાનો વિલાપ 3:1-9

યર્મિયાનો યહોવામાં વિશ્વાસ અને પશ્ચાતાપ

હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના
દંડાનો માર અનુભવ્યો છે.
હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર
    દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.
ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને
    આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.
તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે.
    તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.
દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી
    તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!
મરી ગયેલા માણસની જેમ.
    તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.
હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે.
    અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.
જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું,
    ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.
તેણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે
    અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.

યર્મિયાનો વિલાપ 3:19-24

19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
    અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
    અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
    અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
    તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
    માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
    તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”

ગીતશાસ્ત્ર 31:1-4

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
    મારી સાથે હમેંશા સારા રહેજો
    અને મને કૃપા આપતા રહેજો.
    હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
    મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
    મારો કિલ્લો બનો અને મને બચાવો.
દેવ મારા ખડક અને કિલ્લો છો,
    તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
    અને તે પર ચલાવો.
મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
    કારણ તમે મારો આશ્રય છો.

ગીતશાસ્ત્ર 31:15-16

15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
    મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
    અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.

1 પિતર 4:1-8

જીવન પરિવર્તન

જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે. તમારી જાતને સુદ્દઢ બનાવો કે જેથી આ પૃથ્વી પર દેવ જેવું ઈચ્છે છે તેવું બાકીનું જીવન તમે જીવો અને નહિ કે લોકો ઈચ્છે છે તેવાં દુષ્ટ કાર્યો કરો. ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.

તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે. પરંતુ તે લોકોએ જે કર્યું છે તેનુ તેઓને સ્પષ્ટીકરણ કરવું પડશે. તેઓએ આ સ્પષ્ટીકરણ તે એક જીવતાંઓનો તથા મૂએલાઓનો ન્યાય કરવાને તૈયાર છે તેની આગળ કરવું પડશે. જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે.

દેવના કૃપાદાનોના સારા કારભારી બનો

એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે. વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે.

માથ્થી 27:57-66

પ્રભુ ઈસુનું દફન

(માર્ક 15:42-47; લૂ. 23:50-56; યોહ. 19:38-42)

57 તે સાંજે યૂસફ નામનો એક ધનવાન યરૂશાલેમમાં આવ્યો. અરિમથાઈના શહેરમાંથી યૂસફ ઈસુનો એક શિષ્ય હતો. 58 યૂસફ પિલાત પાસે ગયો અને ઈસુનો દેહ તેને આપવા કહ્યું. પિલાતે ઈસુનો દેહ યૂસફને આપવા માટે સૈનિકોને હુકમ કર્યો. 59 યૂસફે દેહ લીધા પછી શણના સફેદ વસ્ત્રોમાં વીટાંળ્યો. 60 યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ અને મરિયમ નામની બીજી સ્ત્રી કબરની નજીક બેઠી હતી.

ઈસુની કબરની ચોકી

62 તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ‘ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દહાડા સુધી કબરની ચોકી કરવાનો હુકમ કર. તેના શિષ્યો આવે અને કદાચ લાશને ચોરી જાય. પછી તેઓ લોકોને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આ ભૂલ તેઓએ પહેલા તેના વિષે જે કહ્યું હતું તેનાં કરતાં વધારે ખરાબ હશે.”

65 પિલાતે કહ્યું, “થોડાક સૈનિકો લઈ જાવ અને જાઓ અને તમે જે ઉત્તમ રીત જાણતા હોય તે રીતે કબરની ચોકી કરો.” 66 તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી. તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા.

યોહાન 19:38-42

ઈસુનું દફન

(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂ. 23:50-56)

38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.

39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે 100 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું. 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.) 41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. 42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International