Revised Common Lectionary (Semicontinuous)
9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
તેથી તેઓ મને અવગણે છે.
જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.
14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી.
મેં તમારા નામનો પોકાર કર્યો.
56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ
સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.
57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા,
અને કહ્યું પણ ખરુ કે, “ડરીશ નહિ.”
58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે
અને મારું જીવન બચાવ્યું છે.
59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે.
તમે મારો ન્યાય કરો.
60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ,
અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.
61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા
તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.
62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે.
તમે તેમના કાવાદાવા જાણો છો.
63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય,
હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.
64 હે યહોવા, તમે તેમના હાથની
કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.
65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો
અને તેમના પર શાપ વરસાવજો.
66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા!
તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.
ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
(માથ. 20:17-19; લૂ. 18:31-34)
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International