Revised Common Lectionary (Semicontinuous)
1 જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
2 પછી યહૂદિયા દેવનું નવું ઘર
અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
3 તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
4 પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
5 અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
યર્દન નદી, શું થયું તારા પાણીનું?
શા માટે તમે પાછા હઠી ગયા?
6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
7 હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
તું થરથર કાંપ.
8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
યૂનાનો દેવની આજ્ઞાનો અનાદર
1 અમિત્તાયના પુત્ર યૂનાને યહોવાનો એવો સંદેશો મળ્યો કે, 2 “ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ: તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”
3 પરંતુ યૂના યહોવાની હજૂરમાંથી તાશીર્શ ભાગી જવાને ઊઠયો અને યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાશીર્શ જતું વહાણ મળી ગયું. આથી તે ભાડું ચૂકવીને યહોવાથી દૂર તેઓની સાથે તાશીર્શ જવા માટે વહાણમાં ચઢી ગયો.
ભયંકર તોફાન
4 પરંતુ યહોવાએ સમુદ્રમાં ભારે પવન મોકલ્યો અને શકિતશાળી વાવાઝોડું થયું અને વહાણ તૂટવાના આરે હતું. 5 ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો.
પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો. 6 વહાણના કપ્તાને કહ્યું, “શા માટે તું સુતો છે? ઉભો થા! તારા દેવને પ્રાર્થના કર! કદાચ તે આપણા પર દયા દર્શાવે અને આપણે મરીએ નહિ.”
આ તોફાન કેમ આવ્યું?
7 તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.”
આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ. 8 એટલે તેઓએે “યૂના”ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?”
9 તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.”
10 આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.”
11 સમુદ્ર વધારે ને વધારે વિષમ થયો, એટલે તેઓએ તેને કહ્યું, “અમે તને શું કરીએ તો સમુદ્ર શાંત થાય?”
12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચડીને દરિયામાં તેને શાંત કરવા માટે નાખી દો. કારણ મને ખબર છે કે મારે કારણે તમે આ શકિતશાળી વાવાઝોડામાં સપડાયા છો.”
13 પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો.
યૂનાને સજા
14 તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”
15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો. 16 આથી ખલાસીઓ યહોવાથી ખૂબ ડરી ગયા, અને તેઓએ યહોવાને બલિ અપ્યો,ર્ અને તેને વિશિષ્ટ વચનો આપ્યાં.
17 યૂનાને ગળી જવા માટે યહોવાએ એક મોટી માછલી નિમિર્ત્ત કરી હતી; અને ત્રણ દિવસ અને ત્રણ રાત યૂના માછલીના પેટમાં રહ્યો.
19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”(A) જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International