Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
યરૂશાલેમની સ્ત્રીનો જવાબ કન્યાને:
9 ઓ સ્ત્રીઓમાં શ્રે સુંદરી,
અમને કહે કે,
તારા પ્રીતમમાં બીજાના કરતાં એવું શું છે કે,
તું અમને આવી આજ્ઞા કરે છે?
કન્યાનો જવાબ યરૂશાલેમની સ્ત્રીને:
10 મારો પ્રીતમ ઉજળો મનોહર બદામી રંગનો છે,
અને ફૂટડો છે, દશહજાર પુરુષોમાં તે શ્રેષ્ઠ છે!
11 તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે,
તેની લટો લહેરાતી અને કાગડાના રંગ જેવી કાળી છે.
12 તેની આંખો નદી પાસે ઊભેલા શુદ્ધ શ્વેત હોલા જેવી છે;
તે દૂધમાં ધોયેલી
તથા યોગ્ય રીતે બેસાડેલી છે.
13 તેના ગાલ સુગંધી દ્રવ્ય તેજાના ઢગલા જેવા,
તથા મધુર સુગંધવાળા ફૂલો જેવા છે;
જેમાંથી કસ્તૂરી ઝરતી હોય
ગુલછડીઓ જેવા તેના હોઠ છે!
14 તેના હાથ સોનાની વીંટીઓ જે
કિંમતી પથ્થરોથી જડવામાં આવી છે.
તેનું શરીર નીલમ જડિત
સફેદ હાથીદાંત જેવું છે.
15 તેના પગ શુદ્ધ સુવર્ણના
પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે,
તે લબાનોનના ઊમદા દેવદાર
વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.
16 તેનું મુખ અતિ મધુર
અને મનોહર છે,
હે યરૂશાલેમની યુવતીઓ,
આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.
યરૂશાલેમની યુવાન કન્યાઓ:
6 હે સ્ત્રીઓમાં સર્વોતમ સુંદરી!
તારો પ્રીતમ કઇ દિશા તરફ ગયો છે
એ તો જણાવ;
અમે તેને તારી સાથે શોધીએ.
કન્યા:
2 મારો પ્રીતમ પોતાના
બાગમાં આનંદ કરવા
તથા મધુર સુવાસિત
કમળ વીણવા ગયો છે.
3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે;
તે સફેદ કમળોની વચ્ચે પોતાને આનંદિત કરે છે!
ખ્રિસ્ત વિષે સુવાર્તા
15 હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું. 2 તમે આ સંદેશાથી તારણ પામ્યા છો અને તે બાબતે તમે વધુ ને વધુ દઢ અને વફાદાર બનવાનું ચાલુ રાખો. આ સંદેશ દ્વારા તમારું તારણ થયું પરંતુ મેં તમને જે કહ્યું છે તેમાં વિશ્વાસ રાખવાનું તમારે સતત ચાલુ રાખવું જ જોઈએ. જો તમે તેમ નહિ કરો તો તમારો વિશ્વાસ નકામો છે.
3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે; 4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે; 5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું. 6 ત્યારબાદ એક જ સમયે[a] કરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી પ્રેરિતોને પુન:દર્શન આપ્યું. 8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું.
9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ લાયક નથી. 10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.) 11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International