Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 4-6

યહૂદાના અન્ય વંશજો

યહૂદાના પુત્રો:

પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.

શોબાલનો પુત્ર રઆયા યાહાથનો પિતા હતો. યાહાથ અહૂમાય અને લાહાદનો પૂર્વજ હતો. સોરાથીઓ એમના વંશજો છે.

એટામના વંશજો: યિઝએલ, યિશ્મા તથા યિદબાશ, હાસ્સલએલ્પોની તેની પુત્રી.

ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર,

તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા.

તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ. તેને નાઅરાહને પેટે અહૂઝઝામ, હેફેર, તેમની અને હાઅહાશ્તારી થયા. હેલઆહથી તેને જન્મેલા પુત્રો: સેરેથ, ઝોહાર, એથ્નાન અને હાક્કોસ. આનૂમ અને સોબેબાહનો પિતા હાક્કોસ હતો; વળી તે હારુનના પુત્ર અહાહેલના નામથી ઓળખાતા અહાહેલ કુલસમૂહોનો પૂર્વજ હતો.

યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.” 10 યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.

11-12 રેખાહના વંશજો; શૂહાહનો ભાઈ કલૂબ હતો, તેનો પુત્ર મહીર થયો. તે એસ્તોનનો પિતા હતો. એસ્તોન બેથરાફા, પાસેઆહ અને તહિન્નાહના પિતા તે એસ્તોન હતા. તહિન્નાહ ઇર્નાહાશના પિતા હતા.

13 કનાઝના પુત્રો: ઓથ્નીએલ અને સરાયા, ઓથ્ની-એલના પુત્રો: હથાથ અને મઓનોથાય. 14 મઓનોથાય ઓફ્રાહના પિતા હતા.

સરાયા યોઆબના પિતા હતા. યોઆબ “કારીગરોની ખીણ” નો સ્થાપક હતો તે એમ ઓળખાતી હતી કારણ કે તેઓ ત્યાં કારીગરો હતા.

15 યફૂન્નેહના પુત્ર કાલેબના પુત્રો: ઇરૂ, એલાહ અને નાઆમ, એલાહનો પુત્ર: કનાઝ.

16 યહાલ્લેલએલના પુત્રો: ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારએલ.

17-18 એઝાહના પુત્રો: યેથેર, મેરેદ, એફેર, અને યાલોન, મેરેદ મરિયમ, શામ્માય અને યિશ્બાહનો પિતા હતો. એશ્તમોઆના સંસ્થાપક મેરેદેની પત્ની મિસરની હતી, તે યેરેદ ગદોરીઓના સંસ્થાપક હેબેર સોખો ના સંસ્થાપકઅને યકુથીએલ (ઝાનાઈઓના સંસ્થાપક) ની માતા હતી. આ બધાં પુત્રો મેરેદની પત્ની મિસરની બિથ્યા જે ફારુનની પુત્રી હતી તેના હતા.

19 હોદિયા નાહામની બહેનને પરણ્યો હતો, તેમના વંશજો કેઇલાવાસી ગામીર્ લોકોના તેમજ એશ્તમોઆવાસી માઅખાથી લોકોના પૂર્વજો હતા. 20 શિમોનના પુત્રો: આમ્મોન, રિન્નાહ, બેન-હાનાન અને તીલોન, યિશઇના પુત્રો:

ઝોહેથ અને બેન-ઝોહેથ,

21 યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો; 22 યોકીમ, કોઝેબાના લોકો, યોઆશ તથા સારાફ, જેણે મોઆબની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને મોઆબમાં રહેવા ગયો હતો પરંતુ પાછળથી પ્રાચીન નોંધો પ્રમાણે લેહેમમાં પાછો ફર્યો હતો. 23 એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા.

શિમોનના પુત્રો

24 શિમોનના પુત્રો: નમૂએલ, યામીન, યારીબ, ઝેરાહ અને શાઉલ, 25 શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પુત્ર મિબ્સામ, તેનો પુત્ર મિશ્મા.

26 મિશ્માના પુત્રો: પુત્ર હામ્મુએલ, તેનો પુત્ર ઝાક્કૂર, ને તેનો પુત્ર શિમઈ. 27 શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ હતી: પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં, તેમજ તેઓનું આખું કુલસમૂહ યહૂદાના કુલસમૂહોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.

28 તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં; 29 બિલ્લાહમાં એસેમમાં, તોલાદમાં, 30 બથુએલમાં; હોર્માહમાં; સિકલાગમાં; 31 બેથ-માર્કબોથમાં, હસાર-સૂસીમમાં, બેથ-બીરઈમાં તથા શાઅરાઈમમાં રહેતા હતા, દાઉદના અમલ સુધી એ નગરો પર તેઓ શાસન કરતાં હતા. 32 તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન; 33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફનાઁ સર્વ ગામો પણ તેઓનાં હતા, એ તેઓનાં રહેઠાણ હતા, તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.

34 મશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશાહ; 35 યોએલ તથા અશીએલના પુત્ર સરાયા જેનો પુત્ર યોશિબ્યા અને તેનો પુત્ર યેહૂ; 36 એલ્યોએનાય, યાઅકોબાહ, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ તથા બનાયા; 37 શમાયાના પુત્ર શિમ્રી, તેનો પુત્ર યદાયા, તેનો પુત્ર આલ્લોન, તેનો પુત્ર શિફઈ, તેનો પુત્ર ઝીઝા. 38 આ બધા પુરુષો પોતાનાં કુટુંબોના સરદારો હતા; તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.

39 ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા. 40 તેઓને ઉત્તમ ચરાણ મળ્યું, તે પ્રદેશ શાંત અને સુરક્ષિત હતો, હામના વંશજો ત્યાં ભૂતકાળમાં રહેતા હતા. 41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.

42 ત્યારબાદ શિમોનના કુલસમૂહના પાંચસો પુરુષો સેઈર પર્વત સુધી ગયા, તેઓના સરદારો પલાટયા, નઆર્યા, રફાયા, અને ઉઝઝીએલ હતા, એ સર્વ યિશઈના પુત્રો હતા. 43 ત્યાં આગળ જે અમાલેકીઓ બચી ગયા હતા તેઓનો તેઓએ સંહાર કર્યો, ત્યારથી તેઓ ત્યાં વસેલા છે.

રૂબેનના વંશજો

ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો. પોતાના ભાઈઓ કરતાં યહૂદા વધુ બળવાન નીવડયો, કારણ તેના વંશમાંથી એક રાજા થયો હતો, પણ યૂસફને મોટા પુત્રનો હક્ક મળ્યો હતો. ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો:

હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્.

યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ; તેનો પુત્ર મીખાહ, તેનો પુત્ર રઆયા, તેનો પુત્ર બઆલ; તેનો પુત્ર બએરાહ, જેને આશ્શૂરનો રાજા, તિગ્લાથ-પિલ્નેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો; તે રૂબેનીઓના કુલસમૂહના સરદાર હતા.

તેઓની પેઢીઓની વંશાવળી ગણાઈ, ત્યારે તેઓનાં કુલસમૂહો પ્રમાણે તેના ભાઈઓ આ હતા: એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા. યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા. તેઓ, અરણ્યના પૂર્વ છેડાથી તે છેક ફ્રાત નદી સુધી વસેલા હતા કારણ કે ગિલયાદ દેશમાં તેઓ પાસે ઢોરોની સંખ્યા બહુ મોટી હતી. 10 શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા.

ગાદના વંશજો

11 ગાદના કુલસમૂહો તેઓની સામી બાજુએ આવેલા બાશાન દેશમાં સાલખાહ સુધી વસતા હતા. 12 યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા. 13 તેઓના ભાઇઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર, એ કુલ સાત હતા. 14 બૂઝના વંશજો હતા: યાહદો, તેનો પુત્ર યશીશાય, તેનો પુત્ર મિખાયેલ, તેનો પુત્ર ગિલયાદ, તેનો પુત્ર યારોઆહ, તેનો પુત્ર હૂરી, તેનો પુત્ર અબીહાઈલ, 15 ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહીં તેના કુલનો આગેવાન હતો.

16 આ કુટુંબ-કુલ બાશાનના પ્રદેશમાં આવેલા ગિલયાદમાં, તેના નાના ગામડાં ઓમાં, તથા શારોનનાઁ સર્વ ગૌચરોમાં વસતા હતા.

17 યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાએલના રાજા યરોબઆમના સમયમાં તેઓ સર્વ ગાદના કુટુંબના ઇતિહાસમાં નોંધાયા હતા.

યુદ્ધ માટે તૈયાર સૈનિકો

18 રૂબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અધુંર્ કુલસમૂહ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુવિર્દ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા. 19 તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ. 20 તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી; કારણ કે તેઓ તેમના પર શ્રદ્ધા રાખતા હતા; તેથી તેઓની વિરૂદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ તેઓથી હારી ગયા. 21 તેઓએ લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં, 2,000 ગધેડાં અને 1,00,000 બંદીવાનો કબજે કર્યા. 22 તેઓમાંના ઘણા તો માર્યા ગયા હતા, કેમ કે તે યુદ્ધ દેવનું હતું. તેઓ એમની જગ્યાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.

23 મનાશ્શાનું અર્ધ કુલસમૂહ બાશાનથી બઆલ-હેમોર્ન, સનીર અને હેમોર્ન પર્વત સુધીના વિસ્તારમાં ફેલાઇ ગયું હતું. તેઓની સંખ્યા બહુ જ મોટી હતી.

24 તેઓના સરદારો આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝીએલ, યર્મિયા, હોદાવ્યા, તથા યાહદીએલ; એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુલના સરદારો હતા. 25 તેઓએ પોતાના પિતૃઓના દેવ વિરૂદ્ધ પાપ કર્યુ, તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ દેવે કર્યો હતો, તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મષ્ટ થયા.

26 ઇસ્રાએલના દેવ આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુલસમૂહને, પકડી લઈ જઈને તેઓને હલાહ; હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા; ત્યાં આજપર્યત તેઓ રહે છે.

લેવીના વંશજો

લેવીના પુત્રો: ગેશોર્મ, કહાથ તથા મરારી.

કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

આમ્રામનાં સંતાન: હારુન, મૂસા અને મરિયમ.

હારુનના પુત્રો: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર. એલઆઝાર, તેનો પુત્ર ફીનહાસ, તેનો પુત્ર આબીશૂઆ, તેનો પુત્ર બુક્કી, તેનો પુત્ર ઉઝઝી, તેનો પુત્ર ઝરાહયા, તેનો પુત્ર મરાયોથ, તેનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહિટૂબ, તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર અહીમાઆસ, તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોહાનાન, 10 તેનો પુત્ર અઝાર્યા, યરૂશાલેમમાં સુલેમાને બંધાવેલા મંદિરનો યાજક હતો. 11 અઝાર્યાનો પુત્ર અમાર્યા, તેનો પુત્ર અહીટૂબ, 12 તેનો પુત્ર સાદોક, તેનો પુત્ર શાલ્લૂમ, 13 તેનો પુત્ર હિલ્કિયા, તેનો પુત્ર અઝાર્યા, 14 તેનો પુત્ર સરાયા અને તેનો પુત્ર યહોસાદાક થયો.

15 જ્યારે યહોવાએ નબૂખાદનેસ્સારને યહૂદા અને યરૂશાલેમ પર વિજય અપાવ્યો તે સમયે યહોસાદાકને દેશનિકાલ કરવામાં આવ્યો.

લેવીના અન્ય વંશજો

16 લેવીના પુત્રો હતા: ગેશોર્મ, કહાથ અને મરારી.

17 ગેશોર્મના પુત્રો: લિબ્ની અને શિમઈ.

18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.

19 મરારીના પુત્રો: માહલી અને મૂશી,

લેવીઓના કુલનાં હતા.

20 ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ, 21 એનો પુત્ર યોઆહ, એનો પુત્ર યિદ્રો, એનો પુત્ર ઝેરાહ અને એનો પુત્ર યેઆથરાય.

22 કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર, 23 એનો પુત્ર એલ્કાનાહ, એનો પુત્ર એબ્યાસાફ, એનો પુત્ર આસ્સીર, 24 એનો પુત્ર તાહાથ, એનો પુત્ર ઉરીએલ, એનો પુત્ર ઉઝિઝયા, એનો પુત્ર શાઉલ,

25 એલ્કાનાહના વંશજો આ પ્રમાણે છે: અમાસાય તથા અહીમોથ, 26 એલ્કાનાહની વંશાવળી: એલ્કાનાહનો પુત્ર સોફાય, એનો પુત્ર નાહાથ, 27 એનો પુત્ર અલીઆબ, એનો પુત્ર યરોહામ, એનો પુત્ર એલ્કાનાહ. 28 શમુએલના પુત્રો: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો એબિયા.

29 મરારીના પુત્રો: મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ, 30 ઉઝઝાહનો પુત્ર શિમઆ, શિમઆનો પુત્ર હાગ્ગિયા અને હાગ્ગિયાનો પુત્ર અસાયા.

મંદિરના ગાયકગણો

31 કરાર કોશને મુલાકાત મંડપમાં લાવ્યા, પછી દાઉદ રાજાએ ત્યાં યહોવાની સ્તુતિ કરવા માટે ગાયકગણો અને તેમના આગેવાનો નીમ્યા. 32 સુલેમાને યહોવાનું મંદિર યરૂશાલેમમાં બાંધ્યું નહોતું. ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપનાં તંબુ આગળ સેવા કરતા હતા, તેઓ અનુક્રમે વારા પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.

33 ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો:

યોએલ – શમુએલનો પુત્ર; 34 તેનો અલ્કાનાહનો પુત્ર, તેનો યરોહામનો પુત્ર, તેનો અલીએલનો પુત્ર, તેનો તોઆહનો પુત્ર, 35 તેનો સૂફનો પુત્ર, તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો માહાથનો પુત્ર, તેનો અમાસાયનો પુત્ર, 36 તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો યોએલનો પુત્ર, તેનો અઝાર્યાનો પુત્ર, તેનો સફાન્યાનો પુત્ર, 37 તેનો તાહાથનો પુત્ર, તેનો આસ્સીરનો પુત્ર, તેનો એબ્યાસાફ કોરાહનો પુત્ર, 38 તેનો યિસ્હારનો પુત્ર, તેનો કહાથનો પુત્ર, તેનો લેવીનો પુત્ર, તેનો ઈસ્રાએલનો પુત્ર હતો.

39 હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો. 40 શિમઆન મિખાયેલનો પુત્ર, તેનો બાઅસેયાનો પુત્ર, તેનો માલ્કિયાનો પુત્ર હતો. 41 માલ્કિયાને એથ્નીનો પુત્ર, તેનો ઝેરાહનો પુત્ર, તેનો અદાયાનો પુત્ર હતો. 42 અદાયાને એ એથાનનો પુત્ર, તેનો ઝિમ્માહનો પુત્ર, તેનો શિમઈનો પુત્ર હતો. 43 શિમઈને યાહાથનો પુત્ર, તેનો ગેશોર્મનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.

44 હેમાનનો બીજો મદદનીશ એથાન મરારીનો વંશજ હતો. તે હેમાનને ડાબે હાથે ઊભો રહેતો હતો. એથાનના પૂર્વજો: તેનો કીશીનો પુત્ર, તેનો આબ્દીનો પુત્ર, તેનો માલ્લૂખનો પુત્ર હતો. 45 માલ્લૂખને હશાબ્યાનો પુત્ર, તેનો અમાસ્યાનો પુત્ર, તેનો હિલ્કિયાનો પુત્ર હતો. 46 હિલ્કિયાને આમ્સીનો પુત્ર, તેનો બાનીનો પુત્ર, તેનો શેમેરનો પુત્ર હતો. 47 શેમેરને માહલીનો પુત્ર, તેનો મૂશીનો પુત્ર, તેનો મરારીનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.

48 તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા. 49 પણ હારુન તથા તેના વંશજો દહનાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને સારું, તથા ઇસ્રાએલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, દેવના સેવક મૂસાએ જે સર્વ નિયમો અને કાનૂનો આપ્યા હતા તે મુજબ અર્પણ ચઢાવતા હતા.

હારુનના વંશજો

50 હારુનના પુત્રો આ છે: તેનો પુત્ર એલઆઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબીશૂઆ. 51 અબીશૂઆનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉઝઝી, એનો પુત્ર ઝરાયા. 52 ઝરાયાનો પુત્ર મરાયોથ, એનો પુત્ર અમાર્યા, એનો પુત્ર અહીટૂબ. 53 અહીટૂબનો પુત્ર સાદોક, અને એનો પુત્ર અહીમાઆસ.

લેવીઓનું ઘર

54 આ એ જગ્યાઓ છે જ્યાં હારુનના વંશજો રહેતા હતા; તેમની સીમાઓની અંદર ચિઠ્ઠીઓ ફેંકીને કહાથીઓને રહેઠાણો માટે એક ભાગ આપવામાં આવ્યો હતો. 55 તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આજુબાજુનાં તેનાં પાદરો આપવામાં આવ્યા હતા. 56 પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો તેઓએ યફુન્નેહના પુત્ર કાલેબને આપ્યાં. 57 વળી આસપાસના ગૌચરો સાથેનાં આશ્રયનગરો: લિબ્નાહ, યાત્તીર, એશ્તમોઆ, 58 હીલેન, દબીર, 59 આશન અને બેથ-શમેશ તેનાં પાદરો સહિત. 60 બિન્યામીનના કુલસમૂહે યાજકોને બીજા તે નગરો તેમનાં ગૌચરો સાથે આપ્યાં હતા, જેમાં ગેબા, આલ્લેમેથ અને અનાથોથનો પણ સમાવેશ થાય છે.

61 કહાથના બાકીના પુત્રોને ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન, તથા મનાશ્શાના અર્ધકુલસમૂહમાંથી દશ નગરો મળ્યાં.

62 ગેશોર્મના પુત્રોને તેઓનાં કુલસમૂહો માટે ઇસ્સાખારના કુલમાંથી, આશેરના કુલમાંથી, નફતાલીના કુલમાંથી, અને બાશાનમાં રહેતા મનાશ્શાના કુલમાંથી થોડો હિસ્સો મળીને તેર નગરો મળ્યાં.

63 મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.

64 ઇસ્રાએલપુત્રોએ લેવીઓને એ નગરો તેઓનાં પાદરો સહિત આપ્યાં. 65 તેઓએ યહૂદાના કુલસમૂહોમાંથી, શિમોનના કુલસમૂહોમાંથી તથા બિન્યામીનના કુલ સમૂહોમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.

66 કહાથનાં કુલસમૂહોને એફ્રાઈમના કુલ પાસેથી 67 તેના ગૌચરો સાથે અપાયેલાં આશ્રયનગરો: એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં આવેલું શખેમ તેનાં ગૌચરો સાથે; ગેઝેર તેનાં ગૌચરો સાથે; 68 યોકમઆમ તેનાં ગૌચરો સાથે; બેથહોરોન તેનાં ગૌચરો સાથે; 69 આયાલોન તેનાં ગૌચરો સાથે; અને ગાથ-રિમ્મોન તેનાં ગૌચરો સાથે; 70 કહાથનાં કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે ઇસ્રાએલીઓ દ્વારા અપાયેલાં આશ્રયનગરો: આનેર તેનાં ગૌચરો સાથે; અને બિલહામ તેનાં ગૌચરો સાથે.

ઘર પ્રાપ્ત કરતા અન્ય લેવીઓ

71 ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે.

72 વળી ઇસ્સાખારના કુલસમૂહો તેઓને ગૌચરો સાથે કેદેશ તેનાં ગૌચરો સાથે; દાબરાથ તેનાં ગૌચરો સાથે; 73 રામોથ તેનાં ગૌચરો સાથે; અને આનેમ તેનાં ગૌચરો સાથે આપ્યાં.

74 આશેરના કુલસમૂહે તેઓને ગૌચરો સાથે આબ્દોન તેનાં ગૌચરો સાથે માશાલ તેનાં ગૌચરો સાથે, 75 હુક્કોક તેનાં ગૌચરો સાથે; અને રહોબ તેનાં ગૌચરો સાથે આપ્યાં.

76 નફતાલીના કુલસમૂહે તેઓને ગૌચરો સાથે ગાલીલનું કેદેશ તેનાં ગૌચરો સાથે; હામ્મોન તેનાં ગૌચરો સાથે; અને કિર્યાથાઈમ તેનાં ગૌચરો સાથે આપ્યાં.

77 ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.

78 રૂબેનના કુલસમૂહે તેઓને બેસેર તેનાં ગૌચરો સાથે; યાહસાહ તેનાં ગૌચરો સાથે; 79 કદેમોથ તેનાં ગૌચરો સાથે; અને મેફાઆથ નગરો ગૌચરો સાથે આપ્યાં. આ નગરો યર્દન નદીની સામી બાજુએ આવેલા રણમાં છે.

80 ગાદના કુલસમૂહે તેઓને ગિલયાદમાંનું રામોથ તેનાં ગૌચરો સાથે; માહનાઈમ તેનાં ગૌચરો સાથે; 81 હેશ્બોન તેનાં ગૌચરો સાથે; અને યાઝેર નગરો ગૌચરો સાથે આપ્યાં.

યોહાન 6:1-21

ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે

(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)

એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.

ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).

ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”

બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”

10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.

12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.

14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”

15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-27; માર્ક 6:45-52)

16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International