Old/New Testament
યરોબઆમના પુત્રનુઁ અવસાન
14 યરોબઆમનો પુત્ર અબિયા ગંભીર માંદગીમાં સપડાયો. 2 અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું. 3 તારી સાથે દસ રોટલી, થોડી ફળોના ટૂકડાવાળી રોટલી અને એક કુપ્પી મધ લઈને તેની પાસે જા. આ બાળકનું શું થવાનું છે તે તને કહેશે.”
4 યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી, 5 પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”
6 આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે. 7 જા, યરોબઆમને જણાવ કે, ઇસ્રાએલના દેવ યહોવા એમ કહે છે કે, ‘મેં તને એક સામાંન્ય માંણસમાંથી ઇસ્રાએલનો રાજા બનાવ્યો. 8 મેં દાઉદના હાથમાંથી રાજય છીનવી લઈને તને આપ્યું. પણ તું માંરા સેવક દાઉદ જેવો ન નીકળ્યો. તે તો માંરી આજ્ઞાઓ પાળતો હતો. અને પૂરા મનથી માંરા માંગેર્ ચાલતો હતો તથા માંરી નજરમાં જે સાચું હોય તે જ કરતો હતો. 9 તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે. 10 તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે. 11 તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેમને કૂતરાં ખાશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાશે. આ યહોવાનાં વચન છે.’”
12 પછી અહિયાએ યરોબઆમની પત્નીને કહ્યું, “હવે તું તારે ઘેર જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે છોકરો મૃત્યુ પામશે. 13 સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે. 14 ત્યારબાદ યહોવા ઇસ્રાએલ માંટે એક રાજા નિયુકત કરશે, અને તે યરોબઆમના વંશનો અંત લાવશે. 15 જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે. 16 યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.”
17 યરોબઆમની પત્ની ઊઠીને ચાલતી થઈ, તે તિર્સાહ આવી પહોંચી અને જ્યારે તેના ઘરના ઊંમરા પર પહોચી તે જ ઘડીએ બાળક મૃત્યુ પામ્યો. 18 યહોવાએ પોતાના સેવક અહિયા પ્રબોધક દ્વારા આગાહી કરી હતી તેમ જ બધું બન્યું અને તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇસ્રાએલે તેનો શોક પાળ્યો.
19 યરોબઆમના રાજયના બીજા પ્રસંગો, તેણે કયાં કયાં યુદ્ધો કર્યા, કેવી રીતે રાજય કર્યુ, ઇસ્રાએલી રાજાઓનાં કાળવૃત્તાંતમાં નોંધાયેલું છે. 20 યરોબઆમ 22 વર્ષ રાજય કરી પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર નાદાબ ગાદીએ આવ્યો.
યહૂદાનો રાજા રહાબઆમ
21 યહૂદાનાં રાજા સુલેમાંનનો પુત્ર રહાબઆમ જ્યારે તે 41 વર્ષની ઊંમરનો હતો ત્યારે યહૂદાનો રાજા બન્યો. રહાબઆમે યરૂશાલેમમાં 17 વર્ષ રાજ્ય કર્યુ. ઇસ્રાએલની બધી જાતિઓમાંથી યરૂશાલેમ નગર હતું જેને યહોવાએ પોતાના માંટે પસંદ કર્યુ હતું. રહાબઆમની માંતાનું નામ નાઅમાંહ હતું, તે આમ્મોની હતી.
22 યહૂદાના લોકોએ યહોવાની નજરમાં પાપ ગણાય એવું આચરણ કર્યુ, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધુ પાપો કરી યહોવાનો કોપ વહોરી લીધો. 23 તેમણે દરેક ઊંચી ટેકરી અને દરેક છાયો આપતા વૃક્ષ નીચે લોકોએ ઉચ્ચસ્થાને પવિત્ર સ્તંભો અને અશેરાહના સ્તંભ બાંધ્યા. 24 એટલું જ નહિ, આખા પ્રદેશમાં દેવદાસો અને દેવદાસીઓ બીજા દેવોની સેવા કરતી હતી, આ તો ભૂમિના રાષ્ટ્રોએ કરેલું અધમ પાપ જેવું હતું, આને કારણે યહોવાએ તેમની પાસેથી ભૂમિ લઇને ઇસ્રાએલીઓને આપી દીધી હતી.
25 રહાબઆમના રાજયમાં પાંચમાં વર્ષે મિસરના રાજા શીશાકે યરૂશાલેમ પર આક્રમણ કર્યું, 26 અને તેણે યહોવાના મંદિરના અને રાજમહેલના બધા ભંડારો લૂંટી ગયો. 26 તેણે સોનાની ઢાલો જે સુલેમાંને બનાવડાવી હતી તે લઇ લીધી. 27 પેલી સોનાની ઢાલોને બદલે રાજા રહાબઆમે કાંસાની ઢાલો કરાવી, ને તે રાજમહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરતા સૈનિકોના સરદારોને સોંપી. 28 જયારે જયારે રાજા યહોવાના મંદિરે જતો ત્યારે ત્યારે રક્ષકોએ ઢાલ સાથે લઈ જતા અને પછીથી પાછી તે શસ્રાગારમાં મૂકી દેતા.
29 રહાબઆમના રાજ્યનાં બીજા બનાવો અને એણે કરેલા બીજા બધા કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયા છે. 30 યરોબઆમ અને રહાબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું.
31 અંતે રહાબઆમ પિતૃલોકને પામ્યો, ત્યારે તેને દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો તેની માંતાનું નામ નાઅમાંહ હતું, તે એક આમ્મોની હતી. રહાબઆમના મૃત્યુ પછી તેનો પુત્ર અબીયામ રાજા બન્યો.
યહૂદાના અબીયામનો અમલ
15 ઇસ્રાએલના રાજા યરોબઆમના અઢારમાં વર્ષમાં અબીયામ યહૂદાનો રાજા બન્યો. 2 તેણે ત્રણ વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માંઅખાહ તેની માંતા હતી.
3 તેના પિતાએ તેની પહેલાં જે પાપો કર્યા હતાં, તેણે તેજ બધાં કર્યા. તેના પિતા દાઉદ પોતાના દેવ યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો હતો તેવો તે ન રહ્યો; 4 તેમ છતાં દાઉદ પ્રત્યેના પ્રેમને માંટે તેના દેવ યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો બળતો રાખ્યો. તેણે તેને પુત્ર આપ્યો અને યરૂશાલેમને સુરક્ષિત રાખ્યું. 5 ફકત ઊરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાને જે ન્યાયી લાગ્યું તે પ્રમાંણે જ કર્યું અને જીવનપર્યત સંપૂર્ણ પણે દેવને આજ્ઞાંકિત રહ્યો હતો.
6 રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં. 7 અબીયામનાઁ શાસન વિષે અને શાસન દરમ્યાન બનેલા બીજાં બનાવો વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયેલા છે.
અબીયામ અને યરોબઆમના પુત્રો એકબીજા સાથે યુદ્ધો લડ્યાં. 8 પછી અબીયામ મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો.
યહૂદાનો રાજા આસા
9 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયકાળનાં વીસમાં વર્ષે આસા યહૂદાનો રાજા બન્યો. 10 તેણે યરૂશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની માંતાનું નામ માંઅખાહ હતું, તે અબીશાલોમની પુત્રી હતી.
11 તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું. 12 તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી. 13 તેણે તેની માંતા માંઅખાહને સુદ્ધા રાજમાંતાના પદેથી દૂર કરી, કારણ તેણે અશેરાહ દેવીની પૂજા માંટે એક ધિક્કારપાત્ર મૂર્તિ કરાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદૃોન નદીના તટ પરની ખીણમાં બાળી મૂકી, 14 જો કે ઉચ્ચ સ્થાનોની સમાંધિઓને દૂર કરવામાં આવી નહોતી, તેમ છતાં આસા જીવનભર યહોવાને પૂરેપૂરો વફાદાર રહ્યો. 15 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને સોનું, ચાંદી અને ચાંદીના વાસણો વગેરે યહોવાને અર્પણ કર્યુ.
16 ઇસ્રાએલના રાજા બાઅશા અને આસા વચ્ચે તેમના સમગ્ર શાસન દરમ્યાન એકબીજા સામે લડાઇ લડ્યા કરી. 17 ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદાને ઘેરી લીધું, અને રામાં નગરને કિલ્લેબંધી કરી, જેથી કોઇ પણ યહૂદાના રાજા આસાને મદદ કરી ન શકે. 18 ત્યારબાદ આસાએ મંદિરના તથા રાજમહેલના ખજાનામાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. બેનહદાદ ટાબ્રિમ્મોનનો પુત્ર અને હેઝયોનનો પૌત્ર હતો. અધિકારીઓ સાથે રાજાએ આ સંદેશો મોકલ્યો કે, 19 “તમાંરા પિતા અને માંરા પિતા વચ્ચે શાંતિકરાર હતો, તેવો આપણી વચ્ચે પણ છે. આ સાથે હું તમને સોનાચાંદીની ભેટ મોકલું છું. તમે ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો શાંતિકરાર તોડી નાખો એટલે તેણે માંરા પ્રદેશમાંથી હઠી જવું પડશે.”
20 બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ, સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો. 21 બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો. 22 પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે “રામાં”નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં.
23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો. 24 પછી તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોશાફાટ તેના પછી રાજગાદીએ આવ્યો.
ઇસ્રાએલનો રાજા નાદાબ
25 એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વર્ષે ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ. 26 તેણે યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ; તે પોતાના પિતાને પગલે ચાલ્યો; પિતાની જેમ પોતે પાપ કર્યુ, ને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યું.
27 અહિયાનો પુત્ર બાઅશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બળવો કર્યો. નાદાબે ઇસ્રાએલી સૈન્યની સાથે પલિસ્તીઓના નગર ગિબ્બથોનને ઘેરી લીધું હતું. ત્યારે બાઅશાએ કાવત્રુ કરીને તેનું ખૂન કર્યું. 28 રાજા આસાના યહૂદામાં શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન બાઅશાએ નાદાબને માંરી નાખ્યો અને પોતે રાજા બન્યો.
ઇસ્રાએલનો રાજા બાઅશા
29 જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી. 30 આ બધું બન્યું કારણકે યરોબઆમે પાપ કર્યું, અને ઇસ્રાએલીઓને પણ પાપ કરવા પ્રેર્યા અને આમ તેણે ઇસ્રાએલના દેવ યહોવાને ખુબ ગુસ્સે કર્યા.
31 નાદાબના શાસન વખતના બીજા બનાવો અને બીજુ જે કાઇ તેણે કર્યુ હતું તે ઇસ્રાએલના રાજાના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલું છે. 32 યહૂદાના રાજા આસા અને ઇસ્રાએલના રાજા બાઅશા વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કર્યો.
33 યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું, 34 યહોવાએ જેને અનિષ્ટ કહ્યું હતું તે જ તેણે કર્યું, અને તે યરોબઆમના ઉદાહરણને અનુસર્યો. તેના જેવા જ પાપ કર્યાં અને ઇસ્રાએલીઓને પાપના માંગેર્ દોર્યા.
તમારો વિશ્વાસ ગુમાવો નહિ
(માથ. 26:31-35; માર્ક 14:27-31; યોહ. 13:36-38)
31 “ઓ સિમોન, સિમોન જો શેતાને એક ખેડૂત જેમ ઘઉં ચાળે છે તેમ તને કબજે લેવા માગ્યો. 32 મેં પ્રાર્થના કરી છે કે તું તારો વિશ્વાસ ગુમાવે નહિ! જ્યારે તમે મારી પાસે પાછા આવો ત્યારેં તમારા ભાઈઓને વધારે મજબૂત થવામાં મદદ કરજો.”
33 પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!”
34 પણ ઈસુએ કહ્યું કે, “પિતર, હું તને કહું છું કે આજે મરઘો બોલે તે પહેલા તું મને ઓળખતો નથી, એમ (કહીને) તું ત્રણ વાર મારો નકાર કરશે!”
મુશ્કેલીઓ માટે તૈયાર થાઓ
35 પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?”
પ્રેરિતોએ કહ્યું, “ના.”
36 તેઓને કહ્યું કે, “પણ હવે જો તમારી પાસે થેલી અને પૈસા હોય તો તમારી પાસે રાખો. જો તમારી પાસે તલવાર ના હોય તો તમારા કપડાં વેચીને એક ખરીદી રાખો. 37 પવિત્ર લેખ કહે છે કે:
‘લોકોએ કહ્યું કે તે એક ગુનેગાર હતો.’(A)
એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, અને તે હવે બની રહ્યું છે.”
38 તે શિષ્યોએ કહ્યું કે, “પ્રભુ, જો, અહીં બે તલવાર છે!”
ઈસુએ તેઓને કહ્યું કે, “બે પૂરતી હશે.”
ઈસુનું પ્રેરિતોને પ્રાર્થના કરવા કહેવું
(માથ. 26:36-46; માર્ક 14:32-42)
39-40 ઈસુએ શહેર છોડ્યું અને જૈતૂન પહાડ પરની જગ્યાએ પહોંચ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. (ઈસુ ત્યાં વારંવાર જતો.) ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.”
41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. 42 “હે, બાપ જો તારી ઈચ્છા હોય તો, આ યાતનાનો પ્યાલો મારાથી દૂર કર: તોપણ તારી ઈચ્છા પ્રમાણે નહિં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 43 પછી એક દૂત દેખાયો, તે દૂત આકાશમાંથી ઈસુની મદદ માટે આવ્યો હતો. 44 ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો. 45 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા) 46 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે શા માટે ઊંઘો છો? ઊભા થાઓ અને પરીક્ષણો સામે મજબૂત બનવા પ્રાર્થના કરો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International