Old/New Testament
મંદિર ચઢવા માટેનું ગીત.
1 ઇસ્રાએલને કહેવા દો,
“મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
2 મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા
પણ તેઓ મને હરાવી ન શક્યા!
3 પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો,
હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
4 પરંતુ યહોવા તો ન્યાયી છે,
દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
5 સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ
અને હારીને ભાગી જાય.
6 તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ;
જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાનો આશીર્વાદ તમારા પર હો!
યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી,
હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી.
હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ”
સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
2 મેં મારી જાતને શાંત કરી છે.
મારો આત્મા સ્વસ્થ અને શાંત છે.
મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
3 હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા
અને સદાય ભરોસો રાખ.
11 જેમ હું ખ્રિસ્તના નમૂનાને અનુસરું છું તેમ તમે મને અનુસરો.
સત્તાને આધીન રહેવું
2 દરેક બાબતોમાં તમે મને યાદ કરો છો તેથી હું તમારાં વખાણ કરું છું. જે શિક્ષણ મેં તમને આપ્યું છે તેને તમે ચુસ્તતાથી અનુસરો છો. 3 પરંતુ તમે આ જાણો એમ હું ઈચ્છું છું: દરેક પુરુંષનું શિર ખ્રિસ્ત છે. અને સ્ત્રીનું શિર પુરુંષ છે. અને ખ્રિસ્તનું શિર દેવ છે.
4 કોઈ પણ પુરુંષ દેવ તરફથી પ્રબોધ[a] કરતાં કે પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકેલું રાખે તો તે પોતાના માથાનું અપમાન કરે છે. 5 અને જે કોઈ પણ સ્ત્રી ઉઘાડા માથે દેવની પ્રાર્થના કે પ્રબોધ કરતી હોય તો તેના માથાનું અપમાન કરે છે. તેણે માથુ ઢાંકેલું રાખવું જોઈએ. જો તે તેનું માથુ ઢાંકતી નથી તો તે સ્ત્રી પેલી સ્ત્રી જેવી જ છે જેણે પોતાના કેશ કપાવી નાખ્યા હોય. 6 જો કોઈ સ્ત્રી પોતાનું મસ્તક ઢાંકતી ન હોય તો તેણે પોતાના માથાનાં બધાંજ વાળ કપાવી નાખવા જોઈએ. પરંતુ સ્ત્રી માટે વાળ કપાવવા અને માથુ મુંડાવવું શરમજનક હોય, તો પછી તેણે તેનું મસ્તક ઢાંકવું જોઈએ.
7 પરંતુ પુરુંષે તેનું માથુ ન ઢાકવું જોઈએ. શા માટે? કારણ કે તે દેવનો મહિમા છે અને તેને દેવ જેવો બનાવવામાં આવ્યો છે. પરંતુ સ્ત્રી પુરુંષનો મહિમા છે. 8 પુરુંષ સ્ત્રીમાંથી આવ્યો નથી, પરંતુ સ્ત્રી પુરુંષમાંથી આવી છે. 9 અને પુરુંષને સ્ત્રી માટે નહિ, પરંતુ સ્ત્રીને પુરુંષ માટે બનાવવામાં આવી. 10 તેથી સ્ત્રીએ પોતાની આધીનતા દર્શાવવા માટે પોતાનું માથુ ઢાંકેલું રાખવું જોઈએ. દૂતોને કારણે પણ તેણે આમ કરવું જોઈએ.
11 પરંતુ પ્રભુમાં તો સ્ત્રી પુરુંષ માટે, અને પુરુંષ સ્ત્રી માટે મહત્વપૂર્ણ છે. 12 આ સત્ય છે કારણ કે સ્ત્રી પુરુંષમાંથી ઉદભવી પણ પુરુંષ સ્ત્રીમાંથી જન્મ્યો. ખરેખર, દરેક દેવમાંથી ઉદભવ્યા છે.
13 તમારા પોતાના માટે નિર્ણય કરો: માથા પર કશું પણ ઢાંક્યા વગર સ્ત્રી દેવની પ્રાર્થના કરે તે શું યોગ્ય છે? 14 કુદરત પોતે તમને શીખવે છે કે લાંબા દેશ પુરુંષ માટે શોભાસ્પદ નથી. 15 પરંતુ લાંખા કેશ સ્ત્રી માટે માનદાયક છે. તેના મસ્તકને ઢાંકવા માટે સ્ત્રીને લાંબા કેશ આપવામાં આવ્યા છે. 16 કેટલાએક લોકો હજુ પણ આ બાબત અંગે દલીલ કરવા ઈચ્છે છે. પરંતુ અમે કે દેવની મંડળીઓ આ લોકો જે કરી રહ્યા છે તેને સ્વીકારતા નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International