Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ન્યાયાધીશો 9-10

અબીમેલેખ રાજા બન્યો

એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું, “તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ એ પણ યાદ રાખજો કે, હું અને તમે એક જ લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.’”

તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.” આથી તેઓએ બઆલવરીથના મંદિરમાંથી 70 ચાંદીના સિક્કા કાઢી લીધા અને એ સિક્કા વડે અબીમેલેખ તોફાની અને નકામાં લોકોને રોકયા, જેઓ તેને અનુસરતા હતાં અને તે જે કહે તે મુજબ કરતાં હતાં.

તેઓને લઈને તે પોતાના પિતાના ઘેર આફ્રાહ ગયો અને ત્યાં એક જ પથ્થર ઉપર તેણે પોતાના 70 ભાઈઓને યરૂબ્બઆલના પુત્રોને રહેસી નાખ્યા. ફકત સૌથી નાનો પુત્ર યોથામ છુપાઈ ગયો તેથી તે ભાગી ગયો.

ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.

યોથામની વાર્તા

જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો:

“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!

“એક દિવસ બદા વૃક્ષો રાજા પસંદ કરવા ગયાં. તેમણે જૈતૂનના વૃક્ષને કહ્યું, ‘તું અમાંરો રાજા થા.’

“પણ જૈતૂનના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરું તેલ, જે દેવો અને માંનવોને સન્માંનવા માંટે વપરાય છે, તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું?’

10 “પછી વૃક્ષોએ અંજીરના વૃક્ષને કહ્યું, ‘તું અમાંરા ઉપર રાજ્ય કર.’

11 “પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?’

12 “પછી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું, ‘તો તું આવ અને અમાંરો રાજા થા.’

13 “પણ તેમણે જવાબ આપ્યો, ‘વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?’

14 “ત્યારે બધાં વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, ‘તો તું આવ અને અમાંરા પર રાજ કર.’

15 “એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’

16 “પછી યોથામ આગળ બોલ્યો, હવે તમે અબીમેલેખને સાચા મનથી પ્રમાંણિકપણે રાજા બનાવ્યો છે? તથા ગિદિયોન અને તેના પરિવાર પ્રત્યે યોગ્ય વર્તાવ કર્યો છે? તમે માંરા પિતાને એણે કરેલાં કાર્યોનો યોગ્ય બદલો આપ્યો છે? તેની ખાતરી કરી લો. 17 માંરા પિતાએ તો તમાંરે માંટે પોતાને જીવ જોખમમાં મૂકીને; યુદ્ધ કરીને તમને મિદ્યાનીઓના હાથમાંથી મુક્તિ અપાવી છે; 18 પરંતુ આજે તમે બધાએ માંરા પિતાની વિરુદ્ધ તમાંરા માંથા ઊંચક્યા છે અને તેમના 70 પુત્રોને એક જ પથ્થર પર માંરી નાખ્યા છે. અને હવે તેની દાસીના પુત્ર અબીમેલેખને, કારણકે તે તમાંરો ભાઈ છે. માંટે શખેમનો રાજા બનાવો છો. 19 જો તમે યરૂબ્બઆલ અને તેના પરિવાર પ્રત્યે વફાદાર હો તો ભલે તમે અબીમેલેખને રાજા તરીકે મેળવીને ખુશ થાઓ અને તમને તેની પ્રજા તરીકે મેળવીને ભલે તે ખુશ થતો. 20 નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”

21 એ પછી યોથામ ત્યાંથી ભાગી જઈને ધેર ચાલ્યો ગયો, અને પોતાના ભાઈ અબીમેલેખથી બચવા માંટે ત્યાં રહ્યો.

શખેમ વિરુદ્ધ અબીમેલેખનું યુદ્ધ

22 અબીમેલેખ ઈસ્રાએલ ઉપર ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. 23 ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો. 24 આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે. 25 શખેમના લોકોએ અબીમેલેખની ચોકી કરવા પર્વતો પર ગુપ્તચરો, અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માંટે ગોઠવ્યા; તેઓ તે રસ્તે જતા બધા જ માંણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી ગઈ.

26 એ સમય દરમ્યાન એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સાથે શખેમમાં રહેવા આવ્યો. અને તેણે શખેમના લોકોનો વિશ્વાસ જીતી લીધો.

27 તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.

28 ગાઆલ એબેદનો પુત્ર ઘાંટા પાડવા લાગ્યો, “અબીમેલેખ કોણ છે? શા માંટે આપણે શખેમના લોકો કોણ છીએ કે આપણે તેની ગુલામી કરવી જોઈએ? અબીમેલેખ યરૂબ્બઆલનો પુત્ર નથી! અને ઝબૂલ તેનો અફસર નથી? શખેમના પિતા હમોરના માંણસોની સેવા કરો! આપણે શા માંટે અબીમેલેખને અનુસરવું જોઈએ? 29 તમે એક વખત મને રાજા બનાવો; પછી જુઓ, હું તેને પાઠ ભણાવીશ હુ તેને કહીશ, ‘તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા માંરી સામે પડ.’”

30 નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો. 31 ગુપ્તરીતે તેણે અબીમેલેખ પાસે સંદેશવાહક એમ કહેવા માંટે મોકલ્યા કે,

“એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમ રહેવા આવ્યા છે અને તેઓ નગરના લોકોને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે. 32 માંટે તું અને તારા માંણસો રાત્રે અહીં આવો અને ખેતરોમાં સંતાઈ જાઓ. 33 સવારે સૂર્યોદય થતાં જ નગર ઉપર હુમલો કરો અને ગાઆલ અને તેના માંણસો તમાંરો સામનો કરવા બહાર આવે ત્યારે તારી ઇચ્છા મુજબ તેઓને શિક્ષા કરજે.”

34 આથી અબીમેલેખ અને તેના માંણસો રાતોરાત ઊપડ્યા અને ચાર ટુકડીઓમાં શખેમ ઉપર હુમલો કરવા સંતાઈને બેઠા. 35 બીજે દિવસે એબેદનો પુત્ર ગાઆલ બહાર આવીને શહેરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો અને એ જ સમયે અબીમેલેખ અને તેના માંણસો તેમના છુપાવાના સ્થળોએથી બહાર આવ્યા, અને નગર પર હુમલો કર્યો.

36 ગાઆલે તે લોકોને જોયા અને ઝબૂલને કહ્યં, “જો, ડુંગરોની ટોચ ઉપરથી માંણસો ઊતરે છે!”

પણ ઝબૂલે કહ્યું, “ના, એ તો ડુંગરના પડછાયા તમને માંણસ જેવા લાગે છે.”

37 ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો. હું પૂરેપૂરી ખાતરીથી કહું છું કે લોકો ટેકરીઓ પરથી નીચે ઊતરી આવે છે અને બીજી ટૂકડી જાદુગરનાં વૃક્ષ[a] પાસેથી આવી રહી છે.” 38 ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, ‘એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”

39 ગાઆલ શખેમના માંણસો સાથે બહાર પડયો અને અબીમેલેખ સામે લડયો. 40 પણ અબીમેલેખ તેનો પીછો પકડતા તે ત્યાંથી ભાગી ગયો. શહેરના દરવાજા પાસે શખેમના ઘણા માંણસો ખરાબ રીતે ઘાયલ થઈને આજુબાજુ પડયા હતાં.

41 આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.

42 બીજે દિવસે શખેમના લોકો ખેતરોમાં બહાર આવ્યા. અને અબીમેલેખને આ બાબતની જાણ થઈ. 43 તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે આ સંતાઈ રહેલા માંણસો બહાર આવ્યા અને તેમના ઉપર હુમલો કરીને તેમને બધાને માંરી નાખ્યા. 44 અબીમેલેખ અને તેની ટૂકડી આગળ વધીને શહેરના દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ગોઠવાઈ ગઈ અને બીજી બે ટૂકડીઓએ જેઓ સીમમાં હતાં તેમના ઉપર તૂટી પડી અને તેમને પૂરા કર્યા, 45 આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.

46 જયારે શખેમના કિલ્લાના આગેવાનોએ આ વાત જાણી ત્યારે તેઓ બધા એલબરીથ દેવના મંદિરના ભોંયરામાં ભેગા થયા.

47 અબીમેલેખને ખબર પડી કે શખેમના કિલ્લાના સર્વ લોકો મંદિરના ભોયરામાં છે. 48 ત્યારે તે પોતાના સૈનિકો સાથે સાલ્મોન પર્વત પર ગયા, તેણે કુહાડી લઈને ઝાડની એક ડાળી કાપીને પોતાના ખભા પર મૂકી અને પોતાના સૈનિકોને કહ્યું, “મેં શું કર્યું એ તમે જોયું છે. તમે પણ ઝટપટ એ પ્રમાંણે કરો.” 49 આથી પ્રત્યેક માંણસે એક એક ડાળી કાપીને લીધી, પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોંયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાંપી, તેથી શખેમ ગઢના ભોયરાંમાં રહેલા લોકોમાંથી આશરે 1,000 સ્ત્રી-પુરુષો મૃત્યુ પામ્યાં.

અબીમેલેખનું મૃત્યુ

50 ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું. 51 નગરીની વચ્ચોવચ્ચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરનાં બધાં સ્ત્રી-પુરુષોએ આશરો લીધો, તેમણે અંદર જઈ બારણાને ભોગળવાસી દીધી અને બધાં ધાબા ઉપર ચઢી ગયાં. 52 અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો. ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો. 53 ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માંથા પર ફેકયું, અને તેની ખોપરી છુંદી નાખી. 54 તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ માંરી અને કહ્યું, “મને તરવારથી માંરી નાખ જેથી એક સ્ત્રીએ અબીમેલેખને માંરી નાખ્યો છે એવું કોઈ કહે નહિ.” તે યુવાને તેને તરવાર ભોકી દીધી અને તે મૃત્યુ પામ્યો. 55 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

56 અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી. 57 અને શખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી, આમ ગિદિયોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો.

ન્યાયાધીશ તોલા

10 અબીમેલેખના મૃત્યુ પછી દોદોના પુત્ર પૂઆહનો પુત્ર તોલા ઈસ્રાએલ આગળ આવ્યો. તે ઈસ્સાખારના કુળસમૂહનો હતો અને એફ્રાઈમનાં પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો. ત્રેવીસ વર્ષ સુધી તે ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવામં આવ્યો.

ન્યાયાધીશ યાઈર

તેના પછી ગિલયાદનો ન્યાયાધીશ યાઈર બન્યો. તેણે 22 વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો. તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે. યાઈરનું મૃત્યુ થયું ત્યારે તેને કામોનમાં દફનાવાવામાં આવ્યો.

ઈસ્રાએલ વિરુદ્ધ લડતાં આમ્મોનીઓ

ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.

આથી યહોવાનો રોષ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પલિસ્તીઓ અને આમ્મોનીઓના હાથમાં સોંપી દીધા. તેમણે તે વર્ષે અને ત્યારપછી 18 વર્ષ સુધી યર્દન પારના ગિલયાદમાં આવેલા અમોરીઓના દેશમાં વસતા બધા ઈસ્રાએલીઓને પલિસ્તીઓ અને આમ્મોનીઓએ હેરાન-પરેશાન કર્યા હતાં અને ત્રાસ આપ્યો હતો. વળી આમ્મોનીઓએ યર્દન પાર કરીને યહૂદા, બિન્યામીન તથા એફ્રાઈમ કુળો પર હુમલા કર્યા. ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

10 પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”

11 ત્યારે યહોવાએ ઈસ્રાએલીઓને કહ્યું, “મિસરીઓએ, અમોરીઓએ, આમ્મોનીઓએ, પલિસ્તીઓએ 12 જયારે સિદોનીઓએ, અમાંલેકીઓએ અને માંઓનીઓએ તમાંરા બદા ઉપર નિર્દયતાપૂર્વક વર્તન કર્યુ ત્યારે તમે મદદ કરવા માંટે મને બોલાવ્યો ત્યારે મેં તમને નહોતા ઉગારી લીધા? 13 પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી. 14 તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જાઓ અને ધા નાખો. તે તમને તમાંરી આફતમાંથી ઉગારશે.”

15 પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો. પરંતુ અમને ફકત આટલો વખત અમાંરા દુશ્મનોના હાથમાંથી છોડાવો.” 16 તેમણે વિધર્મીઓના દેવદેવલાં ફેંકી દીધાં અને યહોવાની ઉપાસના કરવા માંડી. યહોવાથી ઈસ્રાએલીઓનું કષ્ટ જોઈ શકાયું નહિ.

યફતાની આગેવાન તરીકે નિમણૂંક

17 આમ્મોનીના સૈન્યને સાથે બોલાવવામાં આવ્યું હતું અને તેઓએ ગિલયાદમાં છાવણી નાખી હતી. ઈસ્રાએલનું સૈન્ય પણ સાથે થવા એકઠું થયું અને મિસ્પાહમાં છાવણી નાખી. 18 ગિલયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, “જે કોઈ આમ્મોનીઓ સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલયાદનો નેતા બનશે.”

લૂક 5:17-39

પક્ષઘાતી માણસને ઈસુ સાજો કરે છે

(માથ. 9:1-8; માર્ક 2:1-12)

17 એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું. 18 કેટલાએક માણસો એક પક્ષઘાતી માણસને ખાટલામાં ઊંચકીને લાવ્યાં હતા. તે માણસોએ ઈસુની આગળ તેને લાવવા અને નીચે મૂકવા પ્રયત્ન કર્યા. 19 પણ ત્યાં લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ તેની પાસે જવાનો માર્ગ કરી શક્યા નહિ. આખરે તેઓ છાપરા પર ચઢી ગયા અને છત પરનું છાપરું ખસેડીને પથારી સાથે જ પક્ષઘાતીને ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. 20 તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે.”

21 ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?”

22 પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?” 23-24 તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!”

25 પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો. 26 બધાજ લોકો અચરત પામી ગયા. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા, “આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે!”

લેવી ઈસુને અનુસરે છે

(માથ. 9:9-13; માર્ક 2:13-17)

27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.

29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”

31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”

ઉપવાસ વિષેના પ્રશ્રનો ઈસુ ઉત્તર આપે છે

(માથ. 9:14-17; માર્ક 2:18-22)

33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.”

34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.”

36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International