Old/New Testament
25 “જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિર્દોષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે. 2 ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા. 3 ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.
4 “કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.
5 “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી. 6 તેનાથી તે સ્ત્રીને જે પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય, જેથી તેનું નામ ઇસ્રાએલમાંથી ભૂસાઈ ન જાય. 7 પરંતુ જો તે પોતાના મૃત ભાઈની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છતો ના હોય તો તે સ્ત્રીએ ચોરામાં નગરના આગેવાનો સમક્ષ જઈને કહેવું કે, ‘માંરો દિયર તેના ભાઈના કુળનું નામ ઇસ્રાએલમાં જીવંત રાખવા માંગતો નથી, વળી તે માંરા પ્રત્યેની પતિ તરીકેની જવાબદારી લેવા ઇચ્છતો નથી.’ 8 ત્યારબાદ ગામના આગેવાન વડીલો તેને બોલાવી તેને સમજાવે, અને તેમ છતાં તે હઠ પકડીને જણાવે કે, ‘હું તેને પરણવા માંગતો નથી.’ 9 તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’ 10 અને ત્યારબાદ હંમેશા તેનું ઘર ઇસ્રાએલમાં આ પ્રમાંણે ઓળખાશે જે વ્યકિતનાં ‘ચંપલ કાઢી નંખાયા હતા તેનું કુટુંબ.’
11 “જો બે વ્યકિતઓ વચ્ચે ઝઘડો થાય અને પોતાના પતિને બચાવવા તેમાંનાં એકની વહુ વચમાં પડે અને બીજા માંણસના વૃષણને પકડીને ખેંચે અને ઇજા પહોંચાડે, 12 તો દયા બતાવ્યા વિના તમાંરે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો.
13 “તમાંરી થેલીમાં ખૂબ હલકાં કે ખૂબ ભારે કાટલાં ન હોવા જોઇએ. 14 વળી તમાંરા ઘરમાં તમાંરે ખૂબ નાનાં અને ખૂબ મોટા માંપ રાખવાં નહિ. 15 તમાંરે સાચા અને પ્રમાંણિત વજન અને માંપનો ઉપયોગ કરવો, જેથી યહોવાએ આપેલી ભૂમિમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યકિત ખોટાં વજન અને ખોટા માંપથી છેતરપિંડી કરે છે, તે તમાંરા યહોવા દેવની નજરમાં ધૃણાજનક છે.
અમાંલેકીઓનો વિનાશ નિશ્ચિત
17 “તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાંલેકી પ્રજાએ તમાંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે યાદ રાખજો. 18 તે લોકો તમાંરી વિરુદ્ધ લડ્યાં અને તમાંરા લોકો જે થાકી ગયા હતા અને નબળા હતા અને જેઓ બધાની પાછળ ધીમે ચાલી રહ્યાં હતાં તેમના પર આક્રમણ કર્યુ, અમાંલેકીઓને દેવનો ડર ન હતો. 19 તેથી તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તે તમાંરી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે તમાંરે અમાંલેકીઓનું નામનિશાન ધરતીના પટ ઉપરથી ભૂંસી નાખવાનું છે, તે બાબત કદી ભૂલશો નહિ.
પ્રથમ પેદાશ અને યહોવાનો ભાગ
26 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તમે પહોંચો અને તેનો કબજો લઈને તેમાં વસવાટ કરો, 2 ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો. 3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, ‘હું તમાંરા દેવ યહોવા સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ અમને આપવાનું યહોવાએ અમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તેમાં અમે પ્રવેશ કર્યો છે.’
4 “પછી યાજકે તમાંરા હાથમાંથી ટોપલો લઈને તમાંરા દેવ યહોવાની વેદી સમક્ષ મુકવો. 5 પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા, 6 પરંતુ મિસરીઓએ અમાંરી સાથે દુર્વ્યવહાર કર્યો, અમને ગુલામ બનાવી, અમાંરા પર ત્રાસ ગુજારી અને અત્યાચાર કરી, અમાંરી પાસે મજુરી કરાવી. 7 ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા; 8 અને તેણે પરચાઓ તથા અદ્ભૂત કૃત્યો કર્યા, કે જે મિસરવાસીઓના મનમાં ખૂબ ભય લાવ્યાં,અને તેના પ્રચંડ બાહુબળથી તે આપણને મિસર માંથી બહાર લાવ્યા. 9 અને અમને આ જગ્યાએ લાવીને દૂધ અને મધથી રેલછેલ થતો આ પ્રદેશ આપ્યો. 10 અને હવે, હે યહોવા જુઓ જે પ્રદેશ તમે મને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ, હું લાવ્યો છું.’
“પછી ત્યાં તમાંરા યહોવા દેવ સમક્ષ તે ભાગ મૂકીને દંડવત પ્રણામ કરી તેમની ઉપાસના કરવી. 11 અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.
12 “પ્રત્યેક ત્રીજું વર્ષ ખાસ દશાંશનું વર્ષ ગણવું. તે વર્ષે તમાંરે તમાંરો સર્વ દશાંશ લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમાંરાં ગામોમાં ધરાઈને ખાવા પામે. 13 પછી તમાંરે તમાંરા દેવ યહોવા સમક્ષ કહેવું કે, ‘મેં માંરા ઘરેથી બધી વસ્તુઓનો દશાંશ ભાગ કાઢી લીધો છે અને તે લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમાંરી આજ્ઞા મુજબ આપી દીધો છે. તમાંરી એકપણ આજ્ઞાનો મેં ભંગ કર્યો નથી તેમજ હું ભૂલ્યો પણ નથી. 14 હું અશુદ્વ હતો ત્યારે હું દશાંશને અડકયો પણ ન હતો. શોકના સમયમાં મેં કાંઈ ખાધું નથી, કે મૃતાત્માંઓને ધરાવ્યું પણ નથી, હે માંરા યહોવા, મેં તમાંરું કહ્યું જ કર્યુ છે. તમે જે આજ્ઞાઓ જણાવી હતી તે બધી જ મેં પાળી છે. 15 તમાંરા પવિત્રધામ સ્વર્ગમાંથી નીચે જુઓ, અને તમાંરી ઇસ્રાએલી પ્રજા ઉપર, તેમ જ અમાંરા પિતૃઓને વચન આપ્યા પ્રમાંણે તમે અમને દૂધ અને મધથી છલકાતો જે દેશ આપ્યો છે તેના ઉપર આશીર્વાદ વરસાવો.’
યહોવાની આજ્ઞાઓનું પાલન
16 “આજે તમાંરા દેવ યહોવા તમને આ નિયમો અને કાનૂનો પાળવાની આજ્ઞા કરે છે; તમાંરે પ્રામાંણિકતાથી હૃદયપુર્વક તેમને પાળવાના છે. 17 તમે આજે યહોવાને તમાંરા દેવ તરીકે સ્વીકાર્યા છે. તમે તેણે ચીંધેલા માંગેર્ ચાલવાનો કરાર કર્યો છે. તેનાં કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળવાનાં છે અને એ જે કહે તે પ્રમાંણે કરવાનું વચન તમે આપ્યું છે. 18 યહોવાએ તમને જે વચન આપ્યું હતું તે પ્રમાંણે આજે તમને પોતાના ખાસ લોકો તરીકે પસંદ કર્યા છે, તેથી તમાંરે તેની સર્વ આજ્ઞાઓનું પાલન કરવાનું છે. 19 તેથી જો તમે તે પ્રમાંણે કરશો તો યહોવા તમને અન્ય પ્રજાઓ કરતા મહાન પ્રજા બનાવશે, અને તમને માંન-પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત થશે. અને યહોવાએ આપેલા વચન પ્રમાંણે તમે એક પવિત્ર દેશ બનશો કે જે યહોવાને વિશિષ્ટ રીતે સમર્પિત છે.”
દિવ્ય શિલાલેખો
27 ત્યારબાદ મૂસાએ અને ઇસ્રાએલના આગેવાનોએ આ પ્રમાંણે જણાવ્યું, “આજે હું તમને બધાને જે આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરજો. 2 જયારે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા દેવ યહોવાએ તમને જે દેશ આપ્યો છે તેમાં પ્રવેશ કરો તે દિવસે તમાંરે ત્યાં મોટા પથ્થરો ઊભા કરીને તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરવું. 3 અને તેના ઉપર નિયમના સર્વ શબ્દો લખી નાખવા, પછી તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં સ્થાઇ થઇ શકશો. તમાંરા પિતૃઓના યહોવા દેવે તમને જે વચન આપ્યું હતું તેમ આ ભૂમિમાં દૂધ અને મધની રેલછેલ થશે.
4 “અને યર્દનને સામે કિનારે તમે પહોંચો ત્યારે એબાલ પર્વત પર વહેલામાં વહેલી તકે સ્મૃતિચિન્હરૂપે પથ્થરોનો એક સ્તંભ ઊભો કરી તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરો. 5 પછી ત્યાં તમાંરે તમાંરા દેવ યહોવાના નામે એક પથ્થરની વેદી બાંધવી. 6 તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધવા માંટે વણઘડયા પથ્થરોનો ઉપયોગ કરવો. અને તેના ઉપર તમાંરા દેવ યહોવાને આહુતિ ચઢાવવી. 7 યજ્ઞો અને શાંત્યર્પણો કરો અને તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદથી ખાવુ. 8 આ પથ્થરો ઉપર તમાંરે નિયમનાં શબ્દો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે કાળજીપૂર્વક કોતરવા.”
શ્રાપિત બાબતોના કાનૂનને લોકોની સહમતિ
9 પછી મૂસાએ તથા લેવી યાજકોએ તમાંમ ઇસ્રાએલીઓને કહ્યું, “હે ઇસ્રાએલી બંધુઓ, શાંત થાઓ, અને સાંભળો. આજે તમે તમાંરા દેવ યહોવાની પોતાની પ્રજા માંટે બની ગયા છો. 10 માંટે તમાંરા દેવ યહોવાની આજ્ઞા સાંભળો. આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો જણાવું છું તેનું પાલન તમાંરે આજથી જ શરૂ કરવાનું છે.”
11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આ મુજબ આજ્ઞા કરી: 12 “યર્દન નદી પાર કર્યા પછી લોકો ઉપર આશીર્વાદ ઉચ્ચારાય, તે વખતે નીચેનાં કુળો ગરીઝીમ પર્વત પર ઊભા રહે: શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીન, 13 શ્રાપ ઉચ્ચારાય ત્યારે એબાલ પર્વત ઉપર રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીના કૂળો ઊભા રહે.
14 “તે પછી લેવીઓ મોટે સાદે તમાંમ ઇસ્રાએલીઓને કહે:
15 “‘શ્રાપિત છે તે વ્યકિત જે ખોટા દેવ બનાવે છે, પછી તે કોતરેલી પ્રતિમાં હોય અથવા ધાતુની મૂર્તિ હોય અને તેની ગુપ્ત રીતે પૂજા કરે, કારણ કે મનુષ્યસજિર્ત દેવોનો યહોવા ધિક્કાર કરે છે.’
“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.
16 “‘જો કોઈ વ્યકિત પોતાના પિતા કે માંતાનું અપમાંન કરે તો તેના પર શ્રાપ ઊતરો.’
“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.
17 “‘જે કોઈ વ્યકિત પોતાના પડોશીની સીમાંનું નિશાન હઠાવે તો તેના પર શ્રાપ ઉતરો.’
“અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.
18 “‘જો કોઈ વ્યકિત અંધ વ્યકિતનો ફાયદો ઊઠાવે તો તેના પર શ્રાપ ઊતરો.’
“અને બધા લોકો કહેશે ‘આમીન’.
19 “‘જો કોઈ વ્યકિત વિદેશી, અનાથ અને વિધવાને અન્યાય કરે તો તેના ઉપર શ્રાપ ઊતરો.’
“અને બધા લોકો કહેશે ‘આમીન’
20 “‘જે વ્યકિત પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે શ્રાપિત છે, કારણ કે, તે તેના પિતાની બદનામી કરે છે;’
“અને બધા લોકો કહેશે ‘આમીન.’
21 “‘જો કોઈ વ્યકિત પ્રાણીની સાથે અઘટિત કર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’
“બધા લોકો કહેશે ‘આમીન.’
22 “‘જો કોઈ વ્યકિત પોતાની બહેન સાથે, પછી તે સગી બહેન હોય કે ઓરમાંન, જો તેની સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ!’
“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
23 “‘જો કોઈ વ્યકિત તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’
“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
24 “‘જો કોઈ વ્યકિત ખાનગીમાં કોઈની હત્યા કરે તો તે શાપિત થાઓ;’
“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
25 “‘જે વ્યકિત નિર્દોષ માંણસની હત્યા કરવા માંટે પૈસા લે છે તે શ્રાપિત છે;’
“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
26 “‘જો કોઈ વ્યકિત આ આજ્ઞાઓનું પાલન ન કરે તો તે પણ શ્રાપિત થાઓ.’
“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
ઈસુના બધા શિષ્યોનું તેને છોડી જવું
(માથ. 26:31-35; લૂ. 22:31-34; યોહ. 13:36-38)
27 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે:
‘હું પાળકને મારી નાખીશ,
અને ઘેટાંઓ નાસી જશે.’(A)
28 પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
29 પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
30 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”
31 પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, “હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.
ઈસુ એકલો પ્રાર્થના કરે છે
(માથ. 26:36-46; લૂ. 22:39-46)
32 ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો.” 33 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો. 34 ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”
35 ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ. 36 ઈસુએ પ્રાર્થના કરી, “અબ્બા પિતા! તારાથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છું તે નહિ.”
37 પછી ઈસુ તેના શિષ્યો પાસે ગયો. તેણે તેઓને ઊંઘતા જોયા. તેણે પિતરને કહ્યું, “સિમોન, તું શા માટે ઊંઘે છે? તું મારી સાથે એક કલાક જાગતો ના રહી શકે? 38 જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”
39 ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. 40 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોતી કે તેઓએ ઈસુને શું કહેવું જોઈએ.
41 ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, “તમે હજુ પણ ઊંઘો છો અને આરામ કરો છો? તે પૂરતું છે! માણસના પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે. 42 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે.”
ઈસુ પકડાય છે
(માથ. 26:47-56; લૂ. 22:47-53; યોહ. 18:3-12)
43 જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.
44 લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, “જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.” 45 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી!” પછી યહૂદા ઈસુને ચૂમ્યો. 46 પછી તે માણસોએ ઈસુને ઘેર્યો અને તેને પકડ્યો. 47 ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો.
48 પછી ઈસુએ કહ્યું, “હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શું? 49 પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિં પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ છે.” 50 પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.
51 ત્યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફક્ત શણનું વસ્ત્ર ઓઢેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો. 52 તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો.
યહૂદિ આગેવાનો સમક્ષ ઈસુ
(માથ. 26:57-68; લૂ. 22:54-55, 63-71; યોહ. 18:13-14, 19-24)
53 તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International