Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 19-21

શિમયોન વંશને મળેલ પ્રદેશ

19 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી. તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ, હસાર-શૂઆલ, બાલાહ, એસેમ, એલ્તોલાદ, બથૂલ હોર્માંહ, સિકલાગ, બેથ-માંર્કાબોથ, હસાર-સૂસાહ, બેથ-લબાઓથ અને શારૂહેન; અને આજુબાજુના ગામો સહિત કુલ 13 નગરો,

તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં. એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો. યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી.

ઝબુલોનને મળેલો પ્રદેશ

10 ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો. 11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે. 12 સારીદની બીજી બાજુએ એ સરહદ પૂર્વમાં કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ, ત્યાંથી દાબરાથ અને યાફીઆ સુધી ઉપર જતી હતી. 13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે. 14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે. 15 તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો.

16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

ઈસ્સાખારને મળેલો પ્રદેશ

17 ઈસ્સાખારના કુળસમૂહના કુટુંબોને ભાગે ચોથો ભાગ આવ્યો. 18 એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ, 19 હફારાઈમ, શીઓન, અનાહરાથ, 20 રાબ્બીથ કિશ્યોન, એબેસ, 21 રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદાહ અને બેથ-પાસ્સેસનો સમાંવેશ થતો હતો.

22 એની સરહદ તાબોર, શાહસુમાંહ, અને બેથશેમેશને અડતી હતી અને યર્દન આગળ પૂરી થતી હતી, એમાં ગામો સહિત 16 નગરોનો સમાંવેશ થતો હતો. 23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં.

આશોરને મળેલો પ્રદેશ

24 આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો. 25 એની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ, 26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો.

પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી. 27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ, 28 એબ્દોન,[a] હેરોબ, હામ્મોન અને કાનાહથી છેક મહાન સિદોનથી. તે તેમની ભૂમિમાં સમાંવેશ પામતી હતી. 29 પછી તેમની સરહદ દક્ષિણ રામાં તરફ ફરી અને સોરના તેણે વિસ્તારેલા શહેર સુધી ગઈ ત્યાંથી. તે હોસાહ ગઈ અને તે આખ્ઝીબ નજીક સમુદ્રમાં અંત પામી. 30 એમાં મહલબ, આખ્ઝીબ, ઉમ્માંહ, અફેક, અને રહોબનો સમાંવેશ થતો હતો:

ગામો સહિત કુલ 22 નગરો. 31 આશેરના કુળસમૂહનાં કુટુંબોના ભાગમાં આ શહેરો તેમના ગામો સહિત આવ્યાં હતા.

નફતાલીને મળેલો પ્રદેશ

32 નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો. 33 તેમની સરહદ હેલેફ નજીક શરૂ થઈ, સાઅનાન્નીમમાં મોટા ઓક જાડથી અદામી નેકેબ અને યાબ્નએલ, લાક્કૂમ સુધી, અને તે યર્દન નદીએ પૂરી થઈ. 34 પશ્ચિમ દિશા પર સરહદ આઝનોથ તાબોર તરફ ફરી. અને ત્યાંથી તે હુક્કોક થોભી અને દક્ષિણમાં સરહદ ઝબુલોનને અડી અને પશ્ચિમ દિશામાં તે આશેર અડી અને પૂર્વમાં તેણે યર્દન નદીનો સમાંવેશ કર્યો જે યહૂદાના ક્ષેત્રને અડી. 35 એનાં ભાગમાં કિલ્લેબંદીવાળાં નગરો હતાં. સિદ્દીમ, સેર, હમ્માંથ, રાક્કાથ, કિન્નેરેથ, 36 અદામાંહ, રામાં, હાસોર, 37 કેદેશ, એડ્રેઈ, એનહાસોર, 38 યિરઓન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ અને બેથશેમેશ એમ ગામો સહિત ઓગગણીશ નગરો હતાં.

39 નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

દાનને મળેલો પ્રદેશ

40 દાનના કુળસમૂહના કુટુંબોને ભાગે સાતમો હિસ્સો આવ્યો. 41 એમના પ્રદેશની સરહદમાં શોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ, 42 શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ, 43 એલોન, તિમ્નાહ, એક્રોન, 44 એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ, 45 યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન, 46 મે-યાર્કોન, અને રાક્કોન તેમજ યાફોની સામે આવેલો પ્રદેશ સમાંઈ જતો હતો.

47 જ્યારે દાનના લોકો પોતાનો પ્રદેશ ખોઈ બેઠા ત્યારે તેમણે લેશેમ જઈને તેના ઉપર હુમલો કર્યો. અને તેને જીતી લીધું અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતાર્યા; ત્યારબાદ તેમણે તેનો કબજો મેળવીને ત્યાં વસવાટ કર્યો. તેમણે તેનું નામ લેશેમ બદલીને પોતાના દાન કુળસમૂહના નામ પરથી “દાન” રાખ્યુ. 48 દાનનાં કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

યહોશુઆને મળેલો પ્રદેશ

49 આમ, સધળો પ્રદેશ સર્વ કુળસમૂહો વચ્ચે સીમાંવાર વહેંચવામાં આવ્યો; ઇસ્રાએલી પુત્રોએ પ્રદેશ વહેંચવાનું અને સરહદો નક્કી કરવાનું કામ પૂરું કર્યુ. 50 તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો.

51 યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી.

સલામતીના નગરો

20 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, ઇસ્રાએલના લોકોને તું કહે કે, “યહોવાએ મૂસા માંરફતે તમને જે કહ્યું હતું તે મુજબ સલામતીના નગરો સ્થાપિત કરવાનાં છે. અને જો ત્યાં કોઈ માંણસે અકસ્માંતથી કે અજાણતાં કોઈનું ખૂન કર્યું હોય તો આનગરો તેમના માંટે ખૂનીના સગાઓથી છુપાવા માંટેનું આશ્રય સ્થાન બની રહેશે, જેથી જેઓ ખૂનીને માંરી નાખવા માંગતા હોય, તેનાથી રક્ષણ પામી શકે.

“જ્યારે આવો માંણસ આ શહેરમાંથી કોઈ એકમાં આશરો લે, તે તેણે નગર દ્વાર પાસે ઉભા રહેવું અને શું બન્યું તે આગેવાનોને કહેવું અને તેઓ તેને શહેરમાં રહેવા પરવાનગી આપશે અને તેને જગ્યા આપશે. જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું. હત્યાનો ન્યાય સમુદાયની સમક્ષ સંભળવવામાં આવશે અને જ્યાં સુધી તેઓ ઠરાવ પસાર કરે, તે વ્યક્તિએ શહેરમાં રહેવું. વડા યાજકના અવસાન પછી તે માંણસ પોતાના તે નગરમાં પાછો ફરી શકે છે, જયાંથી તે ભાગી આવ્યો હતો.”

આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન). યર્દનની બીજી બાજુએ, યરીખોની પૂર્વે રણમાં રૂબેનના પ્રદેશમાં આવેલુ બેશેર શહેર તેમણે પસંદ કર્યુ, બીજુ શહેર હતું ગાદની ભૂમિમાં આવેલુ ગિલયાદમાં આવેલું રામોથ, અને મનાશ્શાની ભૂમિ બાશાનમાં આવેલું ગોલાન શહેર.

બધા ઇસ્રાએલીઓ અને તેમની સાથે વિદેશીઓને આ સુરક્ષા માંટે નક્કી કરવામાં આવેલ નગરોમાં આશ્રય લેવાની રજા આપવામાં આવી હતી. કોઈ પણ માંણસે ભૂલમાં કોઈનું ખૂન કર્યુ હોય તો તે વ્યક્તિ આશ્રય લઈ શકે. પછી ખૂની સુરક્ષિત હશે, તેનું ખૂન બદલો લેનાર વ્યક્તિ દ્વારા નહિ થાય. પછી સમુદાય સમક્ષ તેનો ન્યાય થશે.

યાજકો અને લેવીઓનાં નગરો

21 ત્યારબાદ લેવી કુળસમૂહના કુટુંબ શાશકોએ કનાન દેશમાં શીલોહમાં યાજક એલઆજાર અને નૂનના પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના બધા કુળસમૂહનાં કુટુંબોના આગેવાનો સાથે વાત કરવા ગયા. આ કનાનની ભૂમિમાં શીલોહનાં શહેરમાં બન્યું. લેવી શાશકોએ તેમને કહ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી. તેણે આજ્ઞા આપેલી કે તું અમને રહેવા શહેરો આપ. અને તેણે આજ્ઞા આપેલી કે તું અમને ખેતરો આપ જ્યાંથી અમાંરા પ્રાણીઓ ખાઈ શકે.” આથી યહોવાની આજ્ઞાનુસાર ઇસ્રાએલીઓએ પોતાના પ્રદેશમાંથી લેવીઓને આ પ્રમાંણેનાં શહેરો અને ગૌચરો આપ્યાં:

કહાથનું કુટુંબ યાજક હારુન જે લેવી કુળસમૂહનો હતો, તેના વંશજો હતા. કહાથ કુટુંબના થોડા ભાગને 13 નગરો આપવામાં આવ્યાં હતાં જે પ્રદેશ યહૂદા, શિમયોન તથા બિન્યામીન કુળસમૂહઓની માંલિકીનો હતો.

બાકીના કહાથ કુટુંબના લોકોને એફ્રાઈમ, દાન અને અર્ધા મનાશ્શાની કુળસમૂહના માંલિકીના પ્રદેશમાંથી દસ શહેરો આપવામાં આવ્યાં.

ગેર્શોનના કુટુંબના લોકોને ઈસ્સાખાર, આશેર, નફતાલી અને બાશાનમાંના અર્ધા મનાશ્શાની માંલિકીની ભૂમિમાંથી તેર નગરો આપવામાં આવ્યાં.

મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં.

તેઓએ આપેલા શહેરો યહૂદા અને શિમયોનની ટોળીઓ પાસેથી મેળવ્યાં: 10 કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો. 11 તેમને યહૂદાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું કિર્યાથ-આર્બા અનાકના બાપનું નગર. એટલે કે હેબ્રોન અને તેની આજુબાજુનો ગૌચર પ્રદેશ મળ્યો. 12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા. 13 હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ, 14 યાત્તીર, એશ્તમોઆ, 15 હોલોન, દબીર, 16 આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.

17 બિન્યામીનના કુળસમૂહના ભાગમાંથી તેમણે વંશજો સહિત ચાર શહેરો આપ્યા: ગિબયોન, ગેબા, 18 અનાથોથ અને આલ્મોન: 19 આમ, હારુનના વંશજ યાજકોને ગૌચર સહિત કુલ તેર નગરો આપવામાં આવ્યાં હતાં.

20 લેવી કુળસમૂહના બાકીના કહાથી કુટુંબોને એફ્રાઈમ કુળસમૂહના શહેરો આપવામાં આવ્યાં હતાં. 21 એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં તેઓને શખેમ સુરક્ષાનું શહેર[b] અને તેનું ગેઝેરને તેનાં ગૌચર, 22 કિબ્સાઈમ અને બેથ-હોરોન: ગૌચરો સહિત ચાર શહેરો.

23 દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન, 24 અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.

25 મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં. 26 આમ, કહાથના બાકીના કુટુંબને દસ નગરો ગૌચરો સહિત આપવામાં આવ્યાં.

27 લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં.

28 ઈસ્સાખારના કુળસમૂહ તરફથી તેમને કિશ્યોન, દાબરા 29 યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

30 આશેરના કુટુંબ તરફથી તેમને મિશઆલ, આબ્દોન, 31 હેલ્કાથ અને રહોબ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.

32 નફતાલીના કુળસમૂહ તરફથી તેમને મળ્યા: ગાલીલ માંનું કેદેશ (કેદેશ સુરક્ષાનું નગર હતું) અને હામ્મોથ-દોર અને કાર્તાન તેમના ગૌચરો સહિત-એમ ત્રણ નગરો મળ્યાં.

33 ગેર્શોનના કુટુંબને એકદરે ગૌચરો સહિત કુળ તેર નગરો મળ્યાં.

34 લેવી સમૂહના બીજા સમૂહને મરારી ઝબુલોનની ટોળીઓ દ્વારા યોકનઆમ, કાર્તાહ, તેમના ગૌચરો સહિત મળ્યાં હતાં. 35 દિમ્નાહ અને નાહલાહ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા. 36 રૂબેનના કુળસમૂહ દ્વારા તેમને બેસેર, યાહાસ, તેમના ગૌચર સાથે મળ્યાં. 37 કદેમોથ, અને મેફાઆથ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં. 38 ગાદના કુળસમૂહો તરફથી તેમને ગિલયાદમાં આવેલું રામોથ (રામોથ એક સુરક્ષાનું શહેર છે) તેમજ માંહનાઈમ અને તેના ગૌચર ભૂમિ મળ્યાં. 39 હેશ્બોન અને યાઝેર એમ ગૌચર સહિત કૂલ ચાર નગરો પ્રાપ્ત થયાં.

40 આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.

41 આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં. 42 એ બધાં નગરોની ફરતે ચારે તરફ ગૌચર હતાં.

43 આમ યહોવાએ ઇસ્રાએલીઓને સર્વ પ્રદેશ આપી દીધો જે તેણે તેઓને આપવાનું તેઓના પિતૃઓને વચન આપ્યું હતું તેઓ આવ્યાં અને તેની માંલિકી લીધી અને ત્યાં સ્થાયી થયાં. 44 આમ યહોવાએ ઇસ્રાએલને તેઓનાં પૂર્વજોને આપેલાં વચન પ્રમાંણે તેમના દેશની ચારે દિશાઓથી સુરક્ષા આપી. તેમના શત્રુઓ તેમના પર આક્રમણ કરી શક્યા નહિ અને તેઓ સુરક્ષિત હતાં. કારણ કે યહોવાએ તેમના બધાજ શત્રુઓને તેઓના હાથમાં સોંપી દીધા હતાં. 45 યહોવાએ ઇસ્રાએલી લોકોને આપેલાં દરેક શુભ વચનો પાળ્યાં, દરેક વચન ફળીભૂત થયું.

લૂક 2:25-52

શિમયોન ઈસુને જુએ છે

25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.

તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.

29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31     તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
    તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”

33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”

હાન્ના ઈસુને જુએ છે

36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.

38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.

યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ

39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.

46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”

49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.

51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International