Old/New Testament
32 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો,
અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.
2 માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે,
માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે
ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ,
ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.
3 હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.
4 “યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે,
તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે.
તે સર્વદા વિશ્વાસપાત્ર છે!
તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
5 તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા.
તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!
6 ઓ મૂર્ખ લોકો!
જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો?
એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો?
અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.
7 “ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો;
કેવા હતા તમાંરા પૂર્વજો!
પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે;
પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.
8 પરાત્પર યહોવાએ પૃથ્વી પર,
પ્રજાઓને વિભાજીત કર્યા,
પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી,
સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.
9 પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા,
કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.
10 “વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું,
અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.
11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે
અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે
અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે
તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.
12 એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા.
કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.
13 દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા,
ખેતરોનો મોલ ખવડાવ્યો,
ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ;
આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.
14 યહોવાએ તેમને ગાયોનું
અને બકરીઓનું દૂધ,
શ્રેષ્ઠ ઘેટાં અને સારામાં સારા ઘઉ આપ્યાં.
તેઓએ દ્રાક્ષોમાંથી શ્રેષ્ઠ પીણું દ્રાક્ષારસ પીધો.
15 “પરંતુ યશુરૂને પસંદ કરેલા લોકોએ ચરબી વધારી અને રાજદ્રોહ કર્યો.
ઇસ્રાએલના લોકો જાડાં અને ખાધે સુખી હતાં અને બગડી ગયા હતાં.
તેમના સર્જનહાર દેવને છોડી દીધા.
તેમને બચાવનારા તેમના બળવાન તારણહારની ધૃણા કરવાનું શરુ કર્યું.
16 અન્ય દેવોની કરી પૂજા, યહોવામાં ઇર્ષ્યા જગાડી;
આચારો પાળી દેવનો રોષ વહોર્યો.
17 જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં.
જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી
એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.
18 તેઓ તેમના સર્જનહાર, તેમના બળવાન તારણહાર દેવને ભૂલી ગયા
અને તેઓ તેમને જન્મઆપનાર દેવને ભૂલી ગયા.
19 “આ જોઇને યહોવા રોષે ભરાયા,
તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.
20 તેમણે વિચાર્યુ,
‘હું વિમુખ થઈ જાઉં એ લોકોથી,
ને જોંઉ તો ખરો,
શા હાલ થાય છે એ લોકોના, એ પેઢી દગાબાજ અને વિશ્વાસઘાતી છોકરાં છે,
જોઉ તો ખરો, કેવી એ લોક પોક ભૂકે છે?
21 કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે.
અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ;
હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ;
અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ.
22 એ મુજ ક્રોઘાગ્નિ ભભૂકી ઉઠયો છે,
પાતાળના તળિયા સુધી બધુ ભસ્મ થશે.
અને મૂળમાંથી આખા પર્વતને અને પૃથ્વીને
અને પાકને ભરખી જશે.
23 “‘પછી હું તે લોકો પર એક પછી એક આફતો ઉતારીશ;
તરકશનાં માંરાં તીક્ષ્ણ તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
24 કરી દુકાળ, રોગચાળો અને મરકી;
જશે તેમનો કોળિયો.
અને છૂટા મૂકીશ હું તેમના પર,
ઝેરી નાગો અને જનાવરો જંગલી.
25 ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે,
ને ઘરમાં ભયથી ફફડી મરશે;
જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો,
વળી ધાવણાં બાળક પણ નહિ બચે.
26 “‘દૂરના દેશોમાં તેઓને વિખેરી નાખવાનો મે નિર્ણય કર્યો હતો,
તેમનું સ્મરણ સુદ્ધાં ન રહે, તેવો મેં સંકલ્પ કર્યો હતો.
27 પરંતુ મને ભય છે એવો કે
તેમનાં શત્રુઓ ખોટું સમજશે;
અમાંરા બાહુબળથી ઇસ્રાએલનો
કર્યો વિનાશ-બડાશ હાંકશે.
“યહોવાએ તેમનો વિનાશ નથી કર્યો.”’
28 “ઇસ્રાએલ સમજણ વગરની
મૂર્ખ પ્રજા છે.
29 તેઓમાં હોશિયારી-સમજણ
હોત તો કેવું સારૂં?
કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?
30 એક માંણસ કહો શી રીતે હજારને હરાવે?
10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે?
સિવાય કે ખડક સમાં યહોવાએ
તેમને તજયા હોય;
કે પછી તે સૌને દુશ્મનોના
હાથમાં સોંપ્યા હોય.
31 અન્ય પ્રજાઓ પાસે આપણા ખડક સમ ખડક નથી, આપણા શત્રુઓ પણ તે જાણે છે.
32 તેઓની દ્રાક્ષ લતાઓ અને ખેતરો અદોમ
અને ગમોરાહની જેમ કડવાશ અને ઝેરથી ભરેલા છે.
33 વિષવેલ જેવા કડવા વખ, ને સર્પના જીવલેણ વિષ જેવા.
દ્રાક્ષારસ તેઓ પીએ છે.
34 “યહોવા કહે છે:
‘સજા માંરી પાસે રક્ષિત છે,
મેં તેને માંરા સંગ્રહખાનામાં તાળું માંરી રાખ્યાં છે.
35 હું બદલો લઇશ,
હું તેમના દુશ્મનોને સજા કરીશ;
તેનાં દુશ્મનો લપસી પડશે,
તેમના વિનાશનો દિવસ નજીક છે.’
36 “યહોવાનો ન્યાય તેના લોકોના પક્ષમાં હશે,
તેઓ દયા દર્શાવી સૌને બચાવી લેશે;
ગુલામ અને મુકત બંનેની શકિત
ક્ષીણ થતાં જોઈ તે દુ:ખી થશે.
37 યહોવા તે સમયે લોકોને, પૂછશે કે
‘તેઓના દેવો કયાં છે?
જેમને બળવાન તારણહાર “ખડક” માંન્યા હતા, તે તમાંરા દેવો કયાં છે?
38 કહેવાતા દેવ, જેમનું શરણું તમે લીધું હતું,
જે તમાંરા બલિની ચરબી ખાતાં હતા;
જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા,
તે તમાંરી મદદમાં કેમ આવતા નથી?
39 “‘હું જ એકલો દેવ છું.
બીજો કોઇ દેવ નથી,
શું તમે નથી જોતા?
હું જ માંરું છું, ને હું જ જીવાડું છું,
હું જ કરું છું ઘાયલ,
ને હું જ કરૂં છું સાજા;
તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?
40 હું માંરો હાથ આકાશ તરફ ઊંચો કરું છું.
અને સમ ખાઉ છું કે
હું સદાય જીવંત છું.
41 કે હું જ માંરી ચળકતી તરવારની ધાર કાઢીશ,
અને ન્યાય કરીશ;
દુશ્મનો પર હું વેર વાળીશ
અને જે મને ધિક્કારે છે તેને હું સજા કરીશ.
42 માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે,
અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે,
તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે.
તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’
43 “ઓ દેશજાતિઓ, દેવના લોકોનો જયનાદ કરો;
તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે,
કરશે સજા તે પોતાના દુશ્મનોને,
ને કરશે પાવન પોતાના લોકોના દેશને.”
મૂસા તેનું ગીત લોકોને શીખવે છે
44 મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા. 45 મૂસાએ તમાંમ ઇસ્રાએલીઓને આ વચનો આપવાનું પૂરૂં કર્યા પછી. 46 તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો. 47 આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”
મૂસા નબો પર્વત પર
48 તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, 49 “મોઆબના પ્રદેશમાં યરીખોની સામે અબારીમના પર્વતોમાં નબો પર્વત પર જા, તેની ટોચ પર ચઢીને ઇસ્રાએલી લોકોને હું જે કનાનનો પ્રદેશ આપવાનો છું તે તું જોઈ લે. 50 તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે જોડાઈ ગયો, તેમ તે દેશ જોયા પછી તારે પણ એ જ પર્વત પર મૃત્યુ પામીને પિતૃલોકમાં જવાનું છે, 51 કારણ કે તમે સીનના રણમાં કાદેશ આગળ આવેલા મરીબાહનાં ઝરણા નજીક માંરા પર અવિશ્વાસ કરીને ઇસ્રાએલીઓ આગળ માંરું અપમાંન કર્યુ હતું. 52 તેથી સર્વ ઇસ્રાએલીઓને જે દેશ આપનાર છું. તેને તૂ દૂરથી જોઈ શકીશ. પણ તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”
સર્વ વંશોને મૂસાના અંતિમ આશીર્વાદ
33 દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.
2 “મૂસાએ કહ્યું, યહોવા આપણી પાસે સિનાઈ પર્વત પરથી આવ્યા.
તે સેઈર પર્વત પરથી પોતાના લોકો સામે સૂર્યની જેમ પ્રગ્રટ થયા.
પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા.
તેમની સાથે 10,000 દૂતો હતા.
અને તેમને જમણે હાથે ઝળહળતી જવાળા હતી.
3 હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે,
તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે.
તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.
4 મૂસાએ અમને જે નિયમનું પાલન કરવાનું કહ્યું હતું
તે જ અમાંરો યાકૂબના વંશજોના મૂલ્યવાન વારસો છે.
5 યહોવા ઇસ્રાએલી લોકોના રાજા છે,
જયારે ઇસ્રાએલીઓના બધા વંશો પોતાના આગેવાનો સહિત ભેગા
મળ્યા ત્યારે તેમને પોતાના રાજા તરીકે પસંદ કર્યા હતા.”
રૂબેનને આશીર્વાદ
6 મૂસાએ રૂબેન વંશ વિષે કહ્યું,
“રૂબેન સદા જીવંત રહો,
પરંતુ તેનું કુળસમૂહ હંમેશા નાનું રહે.”
યહૂદાને આશીર્વાદ
7 યહૂદા માંટે મૂસાએ કહ્યું,
“હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે,
અને તેને તેના લોકો પાસે લાવ,
તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”
લેવીઓને આશીર્વાદ
8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું,
“હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે,
તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે.
માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી,
અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.
9 અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી.
તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા.
પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું;
અમે તમને જરા પણ ઓળખતા નથી.
અને તેઓએ પોતાના ભાઈઓ
અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.
10 તારો નિયમ લેવીઓ ઇસ્રાએલને શીખવશે
અને તેઓ તમાંરી ધૂપવેદી
તથા દહનાર્પણની વેદી સમક્ષ સેવાઓ આપશે.
11 “હે યહોવા, તારા આશીર્વાદથી એમની સંપત્તિની વૃદ્વિ કરજે,
તેઓની પર પ્રસન્ન રહેજે,
તેમના દુશ્મનોની કમર તોડી નાખજે,
જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”
બિન્યામીનને આશીર્વાદ
12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,
“તે યહોવાનો પ્રિય છે,
દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે.
પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે.
અને એ તેના ખોળામાં વસે છે.”
યૂસફના આશીવાંદ
13 પછી તેણે યૂસફ વંશ વિષે કહ્યું,
“યહોવા, તેના પ્રદેશને ખૂબ લાભ આપો,
ઉપરથી આકાશની વૃષ્ટિ
અને નીચેથી પાતાળના જળથી દેવ તેની ભૂમિને આશીર્વાદિત કરો.
14 સૂર્ય તેમને શ્રેષ્ઠ પાક મેળવવા
તથા ચંદ્ર તેમને શ્રેષ્ઠ ફળો મેળવવા મદદ કરે.
15 એના પ્રાચીન પર્વતો અને જૂના પર્વતો
ઉત્તમ ફળોથી લચી રહો.
16 પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો.
બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ,
કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો.
17 એ મહાન પ્રતાપી બળદના જેવો છે,
એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે,
જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે.
એફાઈમના અસંખ્ય યોદ્વાઓ
અને મનાશ્શાના હજારો યોદ્વાઓ
એના શિંગડાં છે.”
ઝબુલોન અને ઇસ્સાખારને આશીર્વાદ
18 પછી મૂસાએ ઝબુલોન અને ઇસ્સાખાર વંશો વિષે કહ્યું,
“ઝબુલોન, તેની મુસાફરીઓમાં આશીર્વાદિત થાઓ
અને ઇસ્સાખાર તેના તંબુઓમાં આશીર્વાદિત થાઓ.
19 તેઓ બીજા લોકોને તેમની સાથે જોડાવા બોલાવશે,
તેઓ બલિઓ બરાબર રીતે અર્પશે,
તેઓ સમુદ્રની સમૃદ્ધિ માંણશે,
અને રેતીમાં છુપાયેલ ભંડારોને ભોગવશે.”
ગાદને આશીર્વાદ
20 ગાદના આશીર્વાદો:
“ગાદના પ્રદેશને વિસ્તારનાર આશીર્વાદીત હો!
ગાદ સિંહ જેવો છે, તેના શિકારને ઝડપવા તૈયાર છે,
અને પછી તે તેઓના હાથોને કાઢી અને તેમની ખોપરીઓ ભાંગી નાખે છે.
21 તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો.
કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે,
ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ
અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
દાનને આશીર્વાદ
22 મૂસાએ દાન વિષે કહ્યું,
“દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”
નફતાલીને આશીર્વાદ
23 ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું,
“નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે,
તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે.
તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”
આશેરને આશીર્વાદ
24 આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું,
“બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે.
તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે,
તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.
25 તેની ભૂંગળો લોખંડ અથવા પિત્તળની થશે,
તે સદા માંટે બળવાન રહે.”
દેવનો મહિમાં ગાતો મૂસા
26 “હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી,
તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને
તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.
27 સનાતન દેવ તમાંરો રક્ષક છે,
તેના અનંત બાહુ તને ઝીલી લે છે.
તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે,
અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.
28 ઇસ્રાએલીઓ નિશ્ચિત થઈને સુરક્ષામાં વાસ કરે છે.
યાકૂબના વંશજો મબલખ અનાજ
અને દ્રાક્ષારસના ભંડાર સમી ધરતી પર,
અકળ વરસાવતા આકાશ નીચે સુરક્ષિત રહે છે.
29 હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે!
તમાંરા આશીર્વાદો કેવા મહાન છે!
યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી.
યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે.
તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે.
તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે,
તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો
અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”
મૂસાનું મૃત્યુ
34 ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ, 2 આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ, 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ. 4 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’”
5 આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો. 6 તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી. 7 મૂસા મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 120 વર્ષની હતી. તેના શરીરે શકિત ગુમાંવી ન હતી કે તેની આંખોની શકિત ઓછી થઈ નહોતી. 8 મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના મૃત્યુનો શોક પાળ્યો. અને ત્યાર બાદ શોકના દિવસો પૂરા થયા.
નવો આગેવાન યહોશુઆ
9 નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.
10 ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી. 11 મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી. 12 સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.
26 ત્યાં એક લેખિત નોંધ હતી જેના પર તહોમતનામુ લખેલું હતું: “યહૂદિઓનો રાજા.” 27 તેઓએ બે લૂંટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભો પર જડયા હતા. તેઓએ એક લૂંટારાને ઈસુની જમણી બાજુ મૂક્યો હતો અને તેઓએ બીજા લૂંટારાને ઈસુની ડાબી બાજુએ મૂક્યો હતો. 28 તે ગુનેગારોમાં ગણાયો એવું શાસ્ત્ર વચનમાં છે તે પૂર્ણ થયું.
29 બાજુમાં ચાલતા લોકોએ ઈસુની નિંદા કરી. તેઓએ તેમના માથાં હલાવ્યાં અને કહ્યું, “તેં કહ્યું, તું મંદિરનો વિનાશ કરી શકે છે અને તેને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકે છે, 30 તો તારી જાતને બચાવ! તું વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ!”
31 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ ત્યાં હતા. તેઓએ પણ બીજા લોકોની જેમ જ કર્યુ. અને ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી અને કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા પણ તે તેની જાતને બચાવી શકતો નથી. 32 જો તે ખરેખર ખ્રિસ્ત ઇસ્ત્રાએલનો રાજા (યહૂદિઓ) હોય તો પછી તેણે હમણાં વધસ્તંભ પરથી નીચે આવીને તેની જાતને બચાવવી જોઈએ. આપણે આ જોઈશું અને પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું,” તે લૂંટારાઓ કે જેઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર મારી નાખવાના હતા, તેઓએ પણ તેની નિંદા કરી.
ઈસુ મરણ પામે છે
(માથ. 27:45-56; લૂ. 23:44-49; યોહ. 19:28-30)
33 બપોરે આખા દેશમાં અંધકાર છવાઇ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો. 34 ત્રણ વાગે ઈસુએ મોટા સાદે પોકાર કર્યો, “એલાઇ, એલાઇ, લમા શબક્થની.” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો મૂકી દીધો?”
35 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. તે લોકોએ કહ્યું, “ધ્યાનથી સાંભળો! તે એલિયાને બોલાવે છે.”
36 એક માણસ ત્યાં દોડ્યો અને વાદળી લીધી. તે માણસે વાદળીને સરકાથી ભરી અને વાદળીને લાકડીએ બાંધી. પછી ઈસુને તેમાંથી પાણી પીવા તે વાદળી આપવા તેણે લાકડીનો ઉપયોગ કર્યા. તે માણસે કહ્યું, “હવે આપણે રાહ જોઈએ અને જોઈએ કે એલિયા તેને વધસ્તંભથી નીચે ઉતારવા આવે છે કે કેમ.”
37 પછી ઈસુએ મોટે સાદેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
38 જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો. 39 લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”
40 કેટલીક સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓમાં મરિયમ માગ્દલાની, ઈસુકો નાનો ભાઈ યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શલોમી હતી. (યાકૂબ તેનો સૌથી નાનો પુત્ર હતો.) 41 ગાલીલમાં ઈસુની પાછળ આવનારી અને તેની સંભાળ રાખનારી આ સ્ત્રીઓ હતી. બીજી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. આ સ્ત્રીઓ યરૂશાલેમમાં ઈસુની સાથે આવી હતી.
ઈસુનું દફન
(માથ. 27:57-61; લૂ. 23:50-56; યોહ. 19:38-42)
42 આ દિવસ સિદ્ધિકરણનો કહેવાય છે. (આનો અર્થ વિશ્રામવારના આગળનો દિવસ.) ત્યાં અંધારું થઈ રહ્યું હતું. 43 યૂસફ નામનો અરિમથાઇનો માણસ પિલાત પાસે જઇને ઈસુનો મૃતદેહ લેવા જવા માટે પૂરતો બહાદૂર હતો. યૂસફ યહૂદિઓની સભાનો સન્માનનીય સભ્ય હતો. દેવના રાજ્યનું આગમન ઈચ્છનારા લોકોમાંનો તે એક હતો.
44 પિલાતને સાંભળીને આશ્ચર્ય થયું કે ઈસુ હંમેશ માટે મરણ પામ્યો હતો. પિલાતે લશ્કરી અમલદારને બોલાવ્યો, જે ઈસુની ચોકી કરતો હતો. પિલાતે અમલદારને પૂછયું; શું ઈસુ મરણ પામ્યો છે? 45 તે અમલદારે પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યૂસફને કહ્યું, “તે શબ મેળવી શકશે.”
46 યૂસફે કેટલુંક શણનું કાપડ ખરીધ્યું. તેણે વધસ્તંભ પરથી મૃતદેહ ઉતાર્યો. અને તે મૃતદેહને શણના કાપડમાં વીંટાળ્યું. પછી યૂસફે શબને કબરમાં મૂક્યું. જે ખડકની દિવાલમાં ખોદી હતી. પછી યૂસફે તે કબરના પ્રવેશદ્ધારને એક મોટો પથ્થર ગબડાવી બંધ કરી દીધું. 47 મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International