Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 22-24

ત્રણ કુળસમૂહ પાછા ફર્યા

22 પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોને બોલાવ્યા, અને તેણે તેઓને કહ્યું, “યહોવાના સેવક મૂસાએ તમને જે આજ્ઞાઓ કરી હતી તે બધી જ તમે પાળી છે અને માંરા તમાંમ આદેશોનું પણ તમે પાલન કર્યું છે. તમે આ બધો સમય તમાંરા ભાઈઓને નહિ તજી દઈને તમાંરા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કાળજીપૂર્વક કર્યું છે. અને હવે યહોવા દેવે તમાંરા ઇસ્રાએલી બંધુઓને શાંતિ અને સુરક્ષા આપી છે. તેથી હવે તમે તમાંરે ધેર પાછા ફરો, યર્દન નદીને સામે કાંઠે આવેલ તમાંરા પ્રદેશમાં, જે તમને યહોવાના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો. ફક્ત જે કઈ યહોવાના સેવક, મૂસાએ નિયમ અને આજ્ઞાઓને લગતી તમને આજ્ઞા કરી છે, તમાંરે બધાએ બધી બહુ જ કાળજીથી પાળવી. તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખજો. હમેશા તેને માંર્ગે ચાલજો અને તેની આજ્ઞાઓનું પાલન કરજો, વફાદાર રહેજો અને પૂરા મનથી અને પૂરા ઉત્સાહથી તેની સેવા કરજો.”

યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા. મૂસાએ મનાશ્શાની અડધી ટોળીને બાશાન પ્રાંતનો પ્રદેશ આપ્યો હતો અને યહોશુઆએ બાકીની અડધી મનાશ્શાની ટોળીને યર્દન નદીની પશ્ચિમ કાંઠા પ્રદેશ આપ્યો હતો. અને તેમના બીજા કુળભાઈઓને તે વિસ્તારનું મધ્યક્ષેત્ર મળ્યું. યહોશુઆએ[a] એ લોકોને આશીર્વાદ આપીને વિદાય કરતી વખતે કહ્યું, “તમે પુષ્કળ સંપત્તિ, પુષ્કળ ઢોર, સોનું, ચાંદી, પિત્તળ અને લોઢું તથા પુષ્કળ જથ્થામાં વસ્ત્રો લઈને ઘેર પાછા જાઓ છો. તમાંરા દુશ્મનો પાસેથી મેળવેલી આ લૂંટમાંથી તમાંરા કુટુંબીઓને ભાગ આપજો.”

આથી રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ કનાનામાં શીલોહ પર ઇસ્રાએલીઓને છોડ્યા અને પાછા પોતાના ગિલયાદ પ્રદેશમાં ગયા. એ પ્રદેશ જે મૂસાએ તેઓને યહોવાની આજ્ઞા પ્રમાંણે આપ્યાં હતાં.

10 જ્યારે રૂબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાનું અર્ધ કુળસમૂહ કનાનમાં ગેલીલોથ પહોચ્ચું જે યર્દન નદીની નજીક હતું. તેઓએ યર્દન નદી પાસે મોટી અને સુંદર વેદી બનાવી. 11 બાકીના ઇસ્રાએલીઓને એવા સમાંચાર સાંભળવા મળ્યા કે, “જુઓ, રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળ સમૂહોના લોકોએ કનાનની સરહદ સામે, ઇસ્રાએલીઓની સરહદને પેલે પાર યર્દન નદીની આસપાસના પ્રદેશમાં વેદી બાંધી છે!” 12 આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેઓની સામે યુદ્ધ કરવા જવાની તૈયારી માંટે શીલોહમાં ભેગો થયો.

13 પછી ઇસ્રાએલીઓએ યાજક એલઆજારના પુત્ર ફીનહાસને ગિલયાદ પ્રાંતમાં રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા વંશના લોકો પાસે મોકલ્યો. 14 અને ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહોમાંથી એક એક એમ દસ આગેવાનો, જેઓ કુળસમૂહના વડા હોય તેઓને તેની સાથે મોકલ્યા.

15 તેઓ રૂબેનના, ગાદના અને અર્ધા મનાશ્શાની ટોળીના લોકો પાસે ગિલયાદમાં ગયા અને તેમણે કહ્યું, 16 “યહોવાની આખી સભા તમને પુછે છે, ‘તમે શા માંટે આ પાપ કર્યુ?’ તમે બધાએ આ વેદી પૂજા માંટે બનાવીને ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ બંડ કર્યું છે. 17 પેઓરના પાપને લીધે આપણે હજુ પણ સહન કરી રહ્યા છીએ. તે ભયાનક પાપને લીધે યહોવાએ જમાંત પર પ્લેગ મોકલ્યો હતો. અને આજ સુધી આપણે એ પાપથી શુંદ્ધ થયા નથી. 18 તમે આજે યહોવાથી વિમુખ થઈ ગયા છો? જો તમે આજે તેની સામે બળવો કરશો તો આવતી કાલે તે સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર રોષે ભરાશે.

19 “જો તમાંરો પ્રદેશ અપવિત્ર હોય તો તમે બધા યહોવાના પોતાના પ્રદેશમાં આવી શકો. જયાં યહોવા દેવનો મુલાકાતમંડપ છે અને અમાંરી ભૂમિમાંથી તમે થોડી ભૂમિ લો. પરંતુ આપણા દેવ યહોવાની વેદીથી જુદી બીજી વેદી બાંધીને યહોવા સામે અને અમાંરી સામે બળવો કરશો નહિ.

20 “એ યાદ રાખજો કે ઝંરાહના પુત્ર આખાને શાપિત ઠરાવેલી વસ્તુઓની બાબતમાં આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું. અને સમગ્ર ઇસ્રાએલી સમાંજ ઉપર યહોવાનો કોપ ઊતર્યો હતો. આખાનના પાપને કારણે તેને એક્લાને મરવું પડયું નહોતું.”

21 રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ ઇસ્રાએલી કુટુંબોના વડાઓને જવાબ આપ્યો, 22 “દેવાધિદેવ યહોવા જાણે છે અને ઇસ્રાએલીઓએ પણ જાણવું જોઈએ કે જો આપણે ઉલ્લંઘન દ્વારા યહોવા વિરુદ્ધ પાપ કરી રહ્યાં હોઈએ તો આજે એમને બચાવશો નહિ, એમને માંરી નાખો! 23 જો અમે વેદી તેના પર બલિઓ અર્પવા, બનાવી હોય કે જેથી અમે દેવથી ફરી શકીએ, તો યહોવા અમને તેના માંટે સજા કરે. 24 સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે? 25 યહોવાએ અમને આપ્યું: યહોવાએ રૂબેન અને ગાદના લોકોને યર્દન નદીની બીજી બાજુ પરની ભૂમિ આપી તેથી નદી તમને અને અમને જુદા પાડે છે. તેથી તમાંરા બાળકો અમાંરા બાળકોને યહોવાનો ડર રાખતાં રોકશે. તેઓ અમાંરા બાળકોને કહેશે: ‘તમાંરો યહોવામાં કોઈ ભાગ નથી.’

26 “તેથી અમે વેદી બંધાવાનો નિર્ણય કર્યો છે; એમાં યજ્ઞો કે દહનાર્પણો ધરાવવા માંટે નહિ, 27 પણ એ વેદી તમાંરી અને અમાંરી વચ્ચે અને આપણી ભાવિ પેઢીઓ વચ્ચે એ વાતની સાક્ષી થશે કે અમે પણ દેવને પૂજી શકીએ અને યહોવાને બલિઓ અને અર્પણો આપી શકીએ, જેથી તમાંરી ભવિષ્યની પેઢીઓ અમાંરી આવતી પેઢીઓને નહિ કહે કે, ‘તમને યહોવામાં કોઈ ભાગ નથી.’ 28 અમે એમ વિયાર્યુ કે જો કદી તેઓ એવું કહે તો અમે એમ કહી શકીએ કે, ‘અમાંરા પૂર્વજોએ યહોવાની વેદીના જેવી જ આ વેદી બનાવી છે તે જુઓ, એ કંઈ યજ્ઞો ચડાવવા માંટે નથી, પણ તમાંરી અને અમાંરી વચ્ચે એક સાક્ષીરૂપ બની રહે એટલા માંટે છે.’

29 “યહોવાના પવિત્રમંડપ આગળની વેદી સિવાયના બીજી વેદી પર દહનાર્પણ કે ખાદ્યાર્પણ ચડાવવા માંટે બાંધીને અમાંરો ઈરાદો યહોવા વિરૂદ્ધ બંડ કરવાનો કે તેનાથી વિમુખ થઈ જવાનો નથી.”

30 જ્યારે યાજક ફીનહાસ તથા ઇસ્રાએલી આગેવાનોએ રૂબેન, ગાદ અને મનાશ્શાના વંશના લોકોએ જે કહ્યું તે સાંભળીને તેઓને સંતોષ થયો. 31 પછી યાજક એલઆજારના પુત્ર ફીનહાસે રૂબેન, ગાદ અને મનાશ્શાના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થઈ છે કે યહોવા આપણી વચ્ચે છે, કારણ તમે બધાએ યહોવા સામે બળવો કર્યો નથી, એથી તમે યહોવાની સજામાંથી ઇસ્રાએલીઓને ઉગારી લીધા છે.”

32 ત્યારબાદ ફીનહાસ અને આગેવાનોએ રૂબેન અને ગાદના વંશના લોકોને ગિલયાદમાં છોડીને પાછા કનાન જઈ લોકોને બધી વાત કહી સંભળાવી. 33 એ સાંભળીને ઇસ્રાએલીઓને સંતોષ થયો. તેમણે દેવનો આભાર માંન્યો અને રૂબેન અને ગાદના વંશના લોકો જે પ્રદેશમાં વસ્યા હતા તેના પર યુદ્ધ કરીને તેને ખેદાનમેદાન કરી નાખવાની વાત છોડી દીધી.

34 રૂબેન અને ગાદના લોકોએ વેદીનું નામ પાડ્યું: “તે આપણી વચ્ચેના સાક્ષી છે કે યહોવા એ જ દેવ છે.”

યહોશુઆએ લોકોને ઉત્સાહિત કર્યા

23 યહોવાએ ઇસ્રાએલીઓને તેના આજુબાજુના શત્રુઓથી શાંતિ અપાવી. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. યહોશુઆ વૃદ્ધ અને અશક્તિમાંન થયો હતો. તેણે ઇસ્રાએલના આગેવાનોને, ઇસ્રાએલી લોકોને અને તેઓના કુટુંબોને ઇસ્રાએલીઓના દરેક કુટુંબના મુખી સાથે, ન્યાયાધીશોને અને અમલદારોને બોલાવીને અને કહ્યું, “હું હવે ખૂબ ઘરડો થયો છું. તમાંરા દેવ યહોવા તમાંરા બધા માંટે લડ્યાં હતાં. તે તમે જોયું છે. તમાંરા દેવ યહોવા પોતે તમાંરા પક્ષે લડતા આવ્યા છે. જુઓ, યર્દન નદીથી પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી વચ્ચેના પ્રદેશમાંથી જે બધા દેશોને મે હરાવી દીધા છે તેમની ભૂમિ અને હજી જે દેશો બાકી રહ્યા છે તેમની જમીન મેં તમાંરી ટોળીઓને વારસાગત રૂપે આપી છે. તેથી હવે યર્દન નદીથી માંડીને સમુદ્ર સુધીનું બધું તમાંરું થશે. તમાંરા દેવ યહોવા તેઓને તમાંરી સમક્ષ દબાણથી હાંકી કાઢશે, અને તેણે તમને આપેલા વચન પ્રમાંણે, તમે તેમની ભૂમિ કબ્જે કરશો.

“તેથી મૂસાએ મૂસાના નિયમ શાસ્ત્રનાં પુસ્તકમાં જે કંઈ લખ્યું છે, તે બધી વસ્તુઓ તેમાંની દરેકે પાળવી જોઈએ. તે નિયમથી ફરી ન જાઓ. તમાંરી વચ્ચે જે રાષ્ટ્રો બાકી છે, તમાંરે તેમની સાથે મિત્ર ન બનવું જોઈએ, અને તમાંરે તેમનાં દેવો અનુસરવા ન જોઈએ. તમાંરે તેમના દેવોના નામ વાપરી સમ ન ખાવા, તમાંરે તેઓના દેવો પધ્રૂજવા નહિ કે તમાંરે નીચું નમીને તેમના પગે પડવુ નહિ. તમે આજ સુધી તમાંરા દેવ યહોવાને વળગી રહ્યાં છો તેમ વળગી રહેજો.

“યહોવાએ મહાન કાર્ય કર્યુ છે અને તમાંરી સામેથી મહાન અને શક્તિશાળી રાષ્ટ્રોને હાંકી કાઢયાં છે અને કોઈ પણ તમાંરી વિરૂદ્ધ ઉભું રહેવા સમર્થ નથી. 10 તમાંરામાંના પ્રત્યેક જણ હજારોને ભગાડી શકે તેમ છે, કારણ, તમાંરો દેવ યહોવા વચન મુજબ તમાંરા વતી લડે છે. 11 તેથી તમાંરા દેવ યહોવા ઉપર પ્રેમ રાખવાની બાબતમાં કાળજી રાખજો.

12 “પણ જો તમે તેની વિરુદ્ધ ફરશો, જો તમે તમાંરી વચ્ચે હજુ જે રાષ્ટ્રો રહેલા છે તેમની સાથે જોડાવ, અને તેમની સાથે આંતરલગ્ન કરો, 13 તો ખાતરી રાખો, તમાંરા દેવ યહોવા તમાંરી આગળથી એ લોકોને પછી હાંકી કાઢશે નહિ, પરંતુ તેઓ તમાંરા બધા માંટે ભયંકર બની જશે, તેઓ આંખમાં ધુમાંડા કે કાંટા જેવા બનશે અથવા તમાંરી પાછળ સર્પ જેવાં જ્યાં સુધી યહોવા તમાંરા દેવ જેણે આ સારી ભૂમિ તમને આપી છે. તે તમને તેમાંથી બહાર જવા દબાણ નહિ કરે.

14 “હું મૃત્યુ પામવા પર છું. તેથી તમાંરે બધાએ જાણવું અને સમજવું જોઈએ, તમાંરી બધી માંનસિક અને આધ્યાત્મિક ક્ષમતા સાથે કે યહોવાએ જે બધા સારાઁ વચનો જે તમને આપ્યાં હતાં તે તેણે પાળ્યાં છે, અને તે બધા સાચા પડ્યાં છે. તેમાંનું કોઈ પણ નકામું નથી ગયું. 15 સારાઁ વચનો જે યહોવાએ આપ્યાં હતાં, તેણે તેમાંના બધાં પાળ્યાં છે, અને જો તમે તેનું પાલન નહિ કરો તો તમાંરા બધા પર વિપત્તી આવશે અને તે તમને દબાણ કરી આ બધી ભૂમિમાંથી કાઢશે જે તેણે તમને આપી હતી અને તમાંરો નાશ કરશે. 16 જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજો અને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”

યહોશુઆની વિદાય

24 યહોશુઆએ ઇસ્રાએલના બધા કુળસમૂહોને શખેમમાં ભેગા કર્યા, તેણે ઇસ્રાએલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને, અને અમલદારોને બોલાવી મંગાવ્યા, અને તેઓ બધા દેવ સમક્ષ હાજર થયા.

પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે: ‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા. હું તમાંરા પૂર્વજ ઈબ્રાહિમને ફ્રાંત નદીને બીજે કાંઠેથી કનાનના પ્રદેશમાંથી દોરી ગયો. મેં તેને અનેક વંશજો આપ્યાં, અને મેં તેને ઈસહાક આપ્યો, અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.

“‘મેં મૂસાને અને હારુનને મોકલ્યા, અને મેં મિસરીઓને ખૂબ મુશ્કેલીઓ આપી અને મિસર પર સંકટ મોકલ્યા અને ત્યાર પછી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો. હું તમાંરા પિતૃઓને મિસરની બહાર લઈ આવ્યો; અને રાતા સમુદ્ર આગળ લાવ્યો. મિસરીઓ પોતાના રથોને અને ઘોડેસવારોને લઈને તમાંરા પિતૃઓને પીછો પકડતા પકડતા રાતા સમુદ્ર આગળ આવ્યા. પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે,

“‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં. પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.

“‘ત્યારબાદ મોઆબના રાજા સિપ્પોરનો પુત્ર બાલાક ઇસ્રાએલીઓ સામે રણમાં ઊતર્યો, તેણે તમને શાપ આપવા માંટે બયોરના પુત્ર બલામને તેડાવ્યો. 10 પણ મેં બલામનું સાંભળ્યુ નહિ તેથી તેણે તમને બધાને આશીર્વાદીત કર્યા, આમ મેં તમને બલામની તાકાતમાંથી બચાવી લીધા.

11 “‘પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા. 12 અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.

13 “‘જે જમીન તમે ખેડી નહોતી અને જે નગરો તમે કદી બાંધ્યાં નહોતાં તે મેં તમને સોંપી દીધાં, તમે આ શહેરોમાં સ્થાયી થયાં અને હવે તમે દ્રાક્ષની અને જૈતૂનની દ્રાક્ષાવાડીઓ ધરાવો છો. જે તમે બધાંએ વાવ્યું નહોતું પણ ફળ મેળવી રહ્યાં છો.’”

14 “તેથી હવે તમે બધાં યહોવાનો ડર રાખો અને નિષ્ઠા તથા સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો. જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાતનદીને બીજે કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને સદાને માંટે દૂર ફેંકી દો અને યહોવાને આરાધો.”

15 યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”

16 લોકોએ પ્રત્યુત્તર વાળ્યો, “અમે પણ યહોવાને કદીય તજીશું નહિ અને અન્ય દેવોની ભક્તિ પણ કરીશુ નહિ. 17 કારણ, અમને અને અમાંરા પિતૃઓને ગુલામીના દેશ મિસરમાંથી બહાર લાવનાર અમાંરા દેવ યહોવા જ હતા. અને તેણે જ અમાંરી સમક્ષ તે મહાન ચમત્કારો કરી બતાવ્યા હતા અને અમે જે માંર્ગે થઈને અને જે જે લોકો વચ્ચે થઈને, જ્યારે અમે તેમની ભૂમિઓમાંથી પસાર થયાં તેમાં અમાંરું રક્ષણ કર્યુ હતું. 18 તેમણે જ અમોરીઓને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમાંરા માંર્ગમાંથી હાંકી કાઢયા હતા. એટલે અમે પણ યહોવાની જ સેવા કરીશું. કારણ તે અમાંરા દેવ છે.”

19 પરંતુ યહોશુઆએ લોકોને જણાવ્યું, “તમાંરાથી યહોવાની સેવા થઈ શકે નહિ, કારણ, એ પવિત્ર દેવ છે. એકનિષ્ઠા માંગનાર દેવ છે. અને એ તમાંરાં ઉલ્લંઘનો કે પાપો માંફ નહિ કરે. 20 જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો તો તે તમાંરી સામે થઈ જશે અને તમાંરા ઉપર વિપત્તી લાવશે, ભૂતકાળમાં તેણે તમાંરું સારું કર્યુ છે, પણ જો તમે તેની વિરુદ્ધ જશો તો, તે તમાંરા બધાનો નાશ કરશે.”

21 ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે તો યહોવાની સેવા કરશું.”

22 યહોશુઆ બોલ્યો, “તમે બધા યહોવા દેવને પૂજો અને તેની નીચે રહેવા પસંદ કર્યું છે, અને તેને પધ્રૂજવા માંગો છો, અને તમે બધા તમે જે કહ્યું તેના સાક્ષી છો.”

પછી લોકોએ જવાબ વાળ્યો, “અમે સાક્ષી છીએ.”

23 યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”

24 લોકોએ યહોશુઆને કહ્યું, “અમે અમાંરા દેવ યહોવાની જ સેવા કરીશું અને તેની જ આજ્ઞાનું પાલન કરીશું.”

25 આથી યહોશુઆએ તે જ દિવસે લોકો સાથે કરાર કર્યો અને તેણે તેઓને શખેમમાં કાનૂનો અને નિયમો આપ્યાં. 26 અને પછી તે બધું યહોવાના નિયમો પુસ્તકમાં યહોશુઆએ લખ્યું. અને યહોશુઆએ લોકો પાસે કરાર કરાવ્યા પછી તેણે એક મોટો પથ્થર લઈ અને ત્યાં યહોવાના પવિત્ર મંડપ પાસે મોટા એલોન ઝાડ નીચે તેને રાખ્યો.

27 પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”

28 ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા.

યહોશુઆનું મૃત્યુ

29 એ બધી ઘટના ઓ બન્યા પછી, યહોવાનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ મૃત્યુ પામ્યો. તે 110 વર્ષનો હતો. 30 તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો.

31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.

યૂસફની દફ્નવિધી

32 મિસર છોડયું ત્યારે ઇસ્રાએલી લોકોએ યૂસફનાં અસ્થિ સાથે લીધાં હતા. તેમણે યૂસફના અસ્થિને શેખેમમાં દફનાવ્યાં. જે ભૂમિ યાકૂબ દ્વારા હામોર કે જે શેખેમનો પિતા હતો તેની પાસેથી 100 ચાંદીના ટૂકડાની બદલીમાં ખરીદવામાં આવી હતી. અને તે જમીન યૂસફના કુટુંબને ભાગ તરીકે આપવામાં આવી હતી.

33 હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.

લૂક 3

યોહાનનો ઉપદેશ

(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)

પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.

ગાલીલ પર હેરોદ;

ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,

લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.

અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:

“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
    તેનો માર્ગ સીધો બનાવો.
પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
    અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
    અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)

ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”

10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”

11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”

12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”

13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”

14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”

યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”

16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.

યોહાનની કાર્યસમાપ્તિ

19 યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી. 20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો.

યોહાન દ્ધારા ઈસુને બાપ્તિસ્મા

(માથ. 3:13-17; માર્ક 1:9-11)

21 યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું. 22 પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.”

યૂસફની વંશાવળી

(માથ. 1:1-17)

23 ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો.

એલીનો દીકરો યૂસફ હતો.

24 એલી મથ્થાતનો દીકરો હતો.

મથ્થાત લેવીનો દીકરો હતો.

મલ્ખીનો દીકરો લેવી હતો.

યન્નાયનો દીકરો મલ્ખી હતો.

યૂસફનો દીકરો યન્નાય હતો.

25 મત્તિથ્યાનો દીકરો યૂસફ હતો.

આમોસનો દીકરો મત્તિથ્યા હતો.

નહૂમનો દીકરો આમોસ હતો.

હેસ્લીનો દીકરો નહૂમ હતો.

નગ્ગયનો દીકરો હેસ્લી હતો.

26 માહથનો દીકરો નગ્ગય હતો.

મત્તિથ્યાનો દીકરો માહથ હતો.

શિમઇનો દીકરો મત્તિથ્યા હતો.

યોસેખનો દીકરો શિમઇ હતો.

યોદાનો દીકરો યોસેખ હતો.

27 યોહાનાનનો દીકરો યોદા હતો.

રેસાનો દીકરો યોદા હતો.

ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો.

શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો.

નેરીનો દીકરો શઆલ્તીએલ હતો.

28 મલ્ખીનો દીકરો નેરી હતો.

અદીનો દીકરો મલ્ખી હતો.

કોસામનો દીકરો અદી હતો.

અલ્માદામનો દાકરો કોસામ હતો.

એરનો દીકરો અલ્માદાસ હતો.

29 યેશુનો દીકરો એર હતો.

એલીએઝેરનો દીકરો યેશુ હતો.

યોરીમનો દીકરો એલીએઝેર હતો.

મથ્થાતનો દીકરો યોરીમ હતો.

લેવીનો દીકરો મથ્થાત હતો.

30 સીમેઓનનો દીકરો લેવી હતો.

યહૂદાનો દીકરો સીમેઓન હતો.

યૂસફનો દીકરો યહૂદા હતો.

યોનામનો દીકરો યૂસફ હતો.

એલ્યાકીમનો દીકરો એલ્યાકીમ હતો.

31 મલેયાનો દીકરો યોનામ હતો.

મિન્નાનો દીકરો મલેયા હતો.

મત્તાથાનો દીકરો મિન્ના હતો.

નાથાનનો દીકરો મત્તાથા હતો.

દાઉદનો દીકરો નાથાન હતો.

32 યશાઇનો દીકરો દાઉદ હતો.

ઓબેદનો દીકરો યશાઇ હતો.

બોઆઝનો દીકરો ઓબેદ હતો.

સલ્મોનનો દીકરો બોઆઝ હતો.

નાહશોનનો દીકરો સલ્મોન હતો.

33 અમિનાદાબનો દીકરો નાહશોન હતો.

અર્નીનો દીકરો અમિનાદાબ હતો.

હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો.

પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો.

યહૂદાનો દીકરો પેરેસ હતો.

34 યાકૂબનો દીકરો યહૂદા હતો.

ઇસહાકનો દીકરો યાકૂબ હતો.

ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.

તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.

નાહોરનો દીકરો તેરાહ હતો.

35 સરૂગનો દીકરો નાહોર હતો.

રયૂનો દીકરો સરૂગ હતો.

પેલેગનો દીકરો રયૂ હતો.

એબરનો દીકરો પેલેગ હતો.

શેલાનો દીકરો એબર હતો.

36 કાઇનાનનો દીકરો શેલા હતો.

અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.

શેમનો દીકરો અર્પક્ષદ હતો.

નૂહનો દીકરો શેમ હતો.

લામેખનો દીકરો નૂહ હતો.

37 મથૂશેલાનો દીકરો લાખેમ હતો.

હનોખનો દીકરો મથૂશેલા હતો.

યારેદનો દિકરો હનોખ હતો.

મહાલલેલનો દીકરો યારેદ હતો.

કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.

38 અનોશનો દીકરો કાઇનાન હતો.

શેથનો દીકરો અનોશ હતો.

આદમનો દીકરો શેથ હતો.

આદમ, જે દેવનો દીકરો હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International