Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગણના 26-28

બીજી વસ્તી ગણતરી

26 રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું, “ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”

તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું, “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:

ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:

હનોખનું કુટુંબ. પાલ્લૂનું કુટુંબ.

હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.

રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.

પાલ્લૂના વંશજો: અલીઆબ, અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો. 10 પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા. 11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.

12 શિમયોનના કુળસમૂહો:

નમુએલનું કુટુંબ. યામીનનું કુટુંબ.

યાખીનનું કુટુંબ,

13 ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.

14 શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.

15 ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.

સફોનથી સફોનીઓનું કુટુંબ.

હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.

શૂનીથી શૂનીઓનું કુટુંબ.

16 ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.

એરીથી એરીઓનું કુટુંબ.

17 અરોદથી અરોદીઓનું કુટુંબ.

આરએલીથી આરએલીઓનું કુટુંબ.

18 આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી. 19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:

એર અને ઓનાન યહૂદાના પુત્રો હતા.

પણ તેઓ કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

20 યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:

શેલાથી શેલાનીઓનું કુટુંબ.

પેરેસથી પેરેસીઓનું કુટુંબ.

ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.

21 પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:

હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.

તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.

22 આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.

23 ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:

તોલાથી તોલાઈઓનું કુટુંબ.

પૂઆહથી પૂઆહથીઓનું કુટુંબ.

24 યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.

શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.

25 આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.

26 ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:

સેરેદથી સેરેદીઓનું કુટુંબ.

એલોનથી એલોનીઓનું કુટુંબ.

યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.

27 ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.

28 યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા. 29 મનાશ્શાનાં વંશનાં કુટુંબો:

માંખીરથી માંખીરીઓનું કુટુંબ.

30 માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:

ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.

હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને

31 આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.

અને શખેમથી શખેમીઓનું કુટુંબ.

32 શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.

હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:

માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.

34 મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:

તેમની કુલ સંખ્યા 52,700ની હતી.

35 એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.

શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.

બેખેરથી બેખેરીઓનું કુટુંબ.

તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

36 શૂથેલાહના વંશજો.

એરાનથી એરાનીઓનું કુટુંબ.

37 એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.

38 બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:

બેલાથી બેલાઈઓનું કુટુંબ.

આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.

અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

39 શફુફામથી શુફામીઓનું કુટુંબ.

હુફામથી હૂફામીઓનું કુટુંબ.

40 બેલાના વંશાનાં કુટુંબો:

આર્દથી આર્દીઓનું કુટુંબ.

નામાંનથી નામાંનીઓનું કુટુંબ.

41 આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.

42 દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:

શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.

43 શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.

44 આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.

યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ.

યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું.

બરીઆહ બહીઆહીઓનું કુટુંબ.

45 બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.

હેબેરથી હેબેરીઓનું કુટુંબ.

માંલ્કીએલથી માંલ્કીએલીઓનું કુટુંબ.

46 આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું. 47 આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.

48 નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:

યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ.

ગૂનીથી ગુનીઓનું કુટુંબ.

49 યેસેરથી યેસેરીઓનું કુટુંબ.

શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

50 નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.

51 ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.

52 પછી યહોવાએ મૂસાને કહ્યું, 53 “વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે. 54 જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે. 55 પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે. 56 પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”

57 લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:

ગેર્શોનનું કુટુંબ. કહાથનું કુટુંબ.

મરારીનું કુટુંબ,

58 લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:

લીબ્નીનું કુટુંબ. હેબ્રોનનું કુટુંબ.

માંહલીનું કુટુંબ. મૂશીનું કુટુંબ.

તથા કોરાહનું કુટુંબ.

59 કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.

60 હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા. 61 નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.

62 લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.

63 મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા. 64 મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો. 65 કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.

સલોફહાદની પુત્રીઓ

27 અને યૂસફના પુત્ર મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના પુત્ર માંખીરના પુત્ર ગિલયાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદની પુત્રીઓનાં નામ માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતા. તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે,

“અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો. અમાંરા પિતા અપુત્ર હતા એટલા જ કારણસર તેમનું નામ કુટુંબમાંથી શા માંટે ભૂંસાઈ જાય? અમાંરા પિતાના ભાઈઓની સાથે અમે પણ વારસો આપવામાં આવે.”

એટલે મૂસાએ આ બાબત યહોવા સમક્ષ લાવી. અને યહોવાએ તેને કહ્યું, “સલોફહાદની પુત્રીઓની વાત બરાબર છે. એ લોકોને પણ એમના પિતાના ભાઈઓની સાથે તું તેમને ભાગ આપ; તેમના પિતા જીવતાં હોત તો જે વારસો તેમને આપવામાં આવ્યો હોત તે તું તેઓને આપ.

“તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે. જો તેને પુત્રી પણ ના હોય, તો તેની મિલકત તેના ભાઈઓને મળે. 10 જો તેને ભાઈઓ પણ ના હોય, તો તેની મિલકત તેના કાકાઓને મળે. 11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ આ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.’”

નવો આગેવાન યહોશુઆ

12 યહોવાએ મૂસાને કહ્યું, “તું આ અબારીમના પર્વત પર ચઢી જા અને ઇસ્રાએલી પ્રજાને મેં જે ભૂમિ આપી છે તે જોઈ લે. 13 તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે. 14 કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના “મરીબાહ”ના ઝરણાની આ વાત છે.

15 ત્યારબાદ મૂસાએ યહોવાને કહ્યું, 16 “હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો. 17 જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”

18 યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે. 19 તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.

20 “અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે. 21 તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”

22 એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો. 23 અને સૌ લોકોની હાજરીમાં મૂસાએ તેને માંથે હાથ મૂકીને તેને યહોવાએ જણાવ્યા મુજબ ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો.

અર્પણોના નિયમો

28 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર: તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે. તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ. એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી. ઝીણા દળેલા આઠ વાટકા મેંદાના લોટમાં એક કવાર્ટ[a] જૈતૂન તેલ ભેળવીને તે પણ ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરો.” તેઓએ સિનાઈ પર્વત પર દૈનિક અર્પણો આપવાનું શરૂ કર્યું, આ અર્પણો આગથી બનાવેલા હતા, તેની સુગંધ યહોવાને પ્રસન્ન કરે છે. પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો. બીજા હલવાનની આહુતિ પણ તમાંરે સંધ્યા અને રાત્રિ વચ્ચે આપવી, અને તેની સાથે સવારના જેવા જ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ધરાવવાં. આ હોમયજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

વિશ્રામવારના અર્પણો

“વિશ્રામવારને દિવસે તમાંરે ખોડખાંપણ વિનાના એક વર્ષની ઉમરના બે હલવાન, ખાદ્યાર્પણ તરીકે તેલે મોયેલા 16 વાટકા મેંદાનો લોટ અને નક્કી કરાયેલી માંત્રામાં દ્રાક્ષારસ ધરાવવો. 10 પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.”

માંસિક પવિત્ર મેળાવડો

11 “પ્રત્યેક મહિનાના પ્રથમ દિવસે તમાંરે યહોવાને દહનાર્પણમાં 2 વાછરડા, એક ઘેટો અને 1 વર્ષની ઉમર ના 7 નર હલવાનો ખોડખાંપણ વગરના ચઢાવવાં. 12 પ્રત્યેક બળદ સાથે તમાંરે 24 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. અને નર ઘેટા સાથે 16 વાટકા ઝીણો દળેલો લોટ જૈતૂન તેલ સાથે ભેળવી અર્પણ કરવો. 13 અને પ્રત્યેક હલવાન માંટે તેલે મોયેલા 8 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અગ્નિમાં બનાવી તારે અર્પણ કરવું તેની સુંગધથી યહોવા પ્રસન્ન થાય છે. 14 તમાંરે પેયાર્પણમાં વાછરડા દીઠ અડધો ગેલન દ્રાક્ષારસ, ઘેટા દીઠ સવા ગેલન દ્રાક્ષારસ અને હલવાન દીઠ પા ગેલન દ્રાક્ષારસ ચઢાવવો, વર્ષના પ્રત્યેક મહિનામાં બારે માંસ અર્પણ કરવાનું આ દહનાર્પણ છે. 15 પ્રત્યેક માંસના પ્રથમ દિવસે એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમાંરે યહોવાને ચઢાવવો. અને દૈનિક દહનાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનુ આ અર્પણ છે.

પાસ્ખાપર્વ

16 “પહેલા મહિનાનો ચૌદમો દિવસ તે યહોવાનો પાસ્ખાનો દિવસ છે, દર વર્ષે પહેલા મહિનાની 14મી તારીખ તેની ઉજવણી કરવી. 17 આ માંસને પંદરમે દિવસે બેખમીર રોટલીનો પર્વ શરૂ થશે અને સાત દિવસ સુધી તે ચાલુ રહેશે જે દરમ્યાન તમાંરે બેખમીર રોટલી ખાવી. 18 પ્રથમ દિવસે યહોવાની સમક્ષ સર્વ લોકોની ધર્મસભા રાખવી. તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ. 19 તમાંરે યહોવાને દહનાર્પણમાં 2 વાછરડા, 1 ઘેટો અને 1 વર્ષની ઉમરનાં ખોડખાંપણ વિનાનાં 7 હલવાનો ચઢાવવાં. 20 પ્રત્યેક વાછરડા દીઠ 24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં. 21 અને પ્રત્યેક હલવાન સાથે 8 વાટકા તેલથી મોયેલો લોટ. 22 અને તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે તમાંરે એક બકરાનું અર્પણ કરવું. 23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે.

24 “ઉત્સવના સાતે દિવસ દરરોજ યહોવાને માંટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન; જાથુના દહનાર્પણ સાથેના પેયાર્પણ ઉપરાંત ચઢાવવાનાં છે.

25 “સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.

સપ્તાહોનું પર્વ

26 “કાપણીના પર્વના પ્રથમ દિવસે, નવા પાકની ઉજવણી કરવા યહોવા સમક્ષ સર્વ લોકોએ ધર્મસભામાં ભેગા થવું, તે દિવસે તમાંરે તમાંરા નવા પાકનું પ્રથમ ફળ યહોવાને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું. અને રોજનું કામ કરવું નહિ. 27 તે દિવસે એક ખાસ દહનાર્પણ યહોવા સમક્ષ ચઢાવવું. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તે માંટે તમાંરે 2 વાછરડા, 1 ઘેટો અને એક વર્ષના 7 નર હલવાનો લાવવા. 28 એની સાથે બળદ દીઠ 24 વાટકા, ઘેટા દીઠ 16 વાટકા 29 અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ચઢાવવો. 30 તદુપરાંત તમાંરા પોતાના પ્રાયશ્ચિતને માંટે એક બકરો અર્પણ કરવો. 31 પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી.

માર્ક 8

ઈસુ 4,000 થી વધારે લોકોને જમાડે છે

(માથ. 15:32-39)

બીજી વખતે ઈસુ સાથે ત્યાં ઘણા લોકો હતા. લોકો પાસે ખાવાનું ન હતું. તેથી ઈસુએ તેના શિષ્યોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી. મારે તેઓને ઘેર ભૂખ્યા મોકલવા જોઈએ નહિ. જો તેઓ જમ્યા વિના જશે તો ઘરે જતાં તેઓ રસ્તામાં બેહોશ થઈ જશે. આ લોકોમાંના કેટલાક તો ખૂબ દૂરથી અહીં આવ્યા છે.”

ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, “પરંતુ આપણે કોઈ પણ ગામથી ઘણા દૂર છીએ. આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી મેળવી શકીએ?”

પછી ઈસુએ તેઓને પૂછયું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે?”

શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમારી પાસે સાત રોટલીઓ છે.”

ઈસુએ લોકોને જમીન પર બેસવા કહ્યું, પછી ઈસુએ સાત રોટલીઓ લીધી અને દેવની સ્તુતિ કરી. ઈસુએ રોટલીના ભાગ કર્યા અને તેના શિષ્યોને તે ટુકડાઓ આપ્યા. ઈસુએ તે શિષ્યોને લોકોને રોટલી આપવા કહ્યું. શિષ્યોએ તેનું માન્યુ. તે શિષ્યો પાસે થોડી માછલીઓ હતી. ઈસુએ માછલી માટે સ્તુતિ કરી અને લોકોને માછલી આપવા શિષ્યોને કહ્યું.

બધા લોકોએ ખાધુ અને તૃપ્ત થયા. પછી શિષ્યોએ નહિ ખાધેલા ખોરાકના ટુકડાઓથી સાત ટોપલીઓ ભરી. ત્યાં લગભગ 4,000 પુરુંષોએ ખાધુ. તેઓના ખાધા પછી ઈસુએ તેઓને ઘેર જવા માટે કહ્યું. 10 ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં દલ્મનૂથાની હદમાં ગયો.

ઈસુની કસોટી કરવાનો ફરોશીઓનો પ્રયત્ન

(માથ. 16:1-4; લૂ. 11:16, 29)

11 ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા. તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા. તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું. 12 ઈસુએ નિસાસો નાખ્યો. તેણે કહ્યું, “તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો? હું તમને સત્ય કહું છું. તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ.” 13 પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.

ઈસુની યહૂદિ આગેવાનો વિરૂદ્ધ ચેતવણી

(માથ. 16:5-12)

14 તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા. 15 ઈસુએ તેમને ચેતવણી આપી, “સાવધાન રહો! ફરોશીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો.”

16 શિષ્યોએ આના અર્થની ચર્ચા કરી. તેઓએ કહ્યું, “તેણે આ કહ્યું કારણ કે આપણી પાસે રોટલી નથી.”

17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, “શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી? 18 શું તમારી પાસે જે આંખો છે તે આ જોઈ શકતી નથી? શું તમારી પાસે જે કાન છે તે સાંભળી શક્તા નથી? યાદ કરો મેં અગાઉ શું કર્યું હતુ. જ્યારે આપણી પાસે પૂરતી રોટલી ન હતી. 19 મેં પાંચ રોટલીમાંથી 5,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો કે તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓ વડે કેટલી ટોપલીઓ ભરી હતી?”

તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે બાર ટોપલીઓ ભરી હતી.”

20 “અને યાદ કરો કે મેં સાત રોટલીમાંથી 4,000 લોકોને જમાડ્યા હતા. યાદ કરો તમે નહિ ખવાયેલા ખોરાકના ટુકડાઓથી તમે કેટલી ટોપલીઓ ભરી હતી?”

તે શિષ્યોએ ઉત્તર આપ્યો, “અમે સાત ટોપલીઓ ભરી હતી.”

21 પછી ઈસુએ તેઓને કહ્યું, “મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?”

ઈસુનું બેથસૈદામાં આંધળા માણસને સાજા કરવું

22 ઈસુ અને તેના શિષ્યો બેથસૈદામાં આવ્યા. કેટલાએક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તે માણસને સ્પર્શ કરવા ઈસુને વિનંતી કરી. 23 તેથી ઈસુએ તે આંધળા માણસનો હાથ પકડ્યો અને તેને ગામની બહાર દોરી ગયા. પછી ઈસુ તે માણસની આંખો પર થૂંક્યો. ઈસુએ તેના હાથ આંધળા માણસ પર મૂક્યા અને તેને કહ્યું, “હવે તું જોઈ શકે છે?”

24 આંધળા માણસે ઊંચુ જોયું અને કહ્યું, “હા, હું લોકોને જોઈ શકું છું. તેઓ આજુબાજુ ચાલતા વૃક્ષો જેવા દેખાય છે.”

25 ફરીથી ઈસુએ તેનો હાથ આંધળા માણસની આંખો પર મૂક્યો. પછી તે માણસે તેની આંખો પહોળી કરીને ખોલી. તેની આંખો સાજી થઈ ગઈ, અને તે દરેક વસ્તુ સ્પષ્ટતાપૂર્વક જોઈ શકતો હતો. 26 ઈસુએ તેને ઘેર જવા કહ્યું. ઈસુએ કહ્યું, “ગામમાં જઈશ નહિ.”

પિતર કહે છે ઈસુ એ જ ખ્રિસ્ત છે

(માથ. 16:13-20; લૂ. 9:18-21)

27 ઈસુ અને તેના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીનાં ગામડાઓમાં ગયા. જ્યારે તેઓ મુસાફરી કરતા હતા, ઈસુએ શિષ્યોને પૂછયું, “હું કોણ છું, એ વિષે લોકો શું કહે છે?”

28 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાક લોકો તને યોહાન બાપ્તિસ્ત કહે છે. બીજા કેટલાક લોકો તને એલિયા કહે છે. અને બીજા કેટલાક લોકો કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે.”

29 પછી ઈસુએ પૂછયું, “હું કોણ છું એ વિષે તમે શું કહો છો?”

પિતરે ઉત્તર આપ્યો, “તુ તો ખ્રિસ્ત છે.”

30 ઈસુએ તેના શિષ્યોને કડકાઇથી કહ્યું: “હું કોણ છું તે કોઈને કહેવું નહિ.”

ઈસુના મરણની આગાહી

(માથ. 16:21-28; લૂ. 9:22-27)

31 પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ. ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર, વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે. ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે. 32 ઈસુએ તેઓને દરેક જે બનવાનું હતું તે કહ્યું. તેણે કશુંય ગુપ્ત રાખ્યું નહિ. પિતર ઈસુને બાજુમાં લઈ ગયો અને વાતો કહેવા માટે તેને ઠપકો આપવા લાગ્યો. 33 પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું. પછી તેણે પિતરને ઠપકો આપ્યો. ઈસુએ પિતરને કહ્યું, “શેતાન! મારી પાસેથી દૂર જા, તું દેવની વાતોની પરવા કરતો નથી. તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે.”

34 પછી ઈસુએ લોકોને તેની પાસે બોલાવ્યા. તેના શિષ્યો પણ ત્યાં હતા. પછી ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ મને અનુસરવા ઈચ્છે તો તેણે જે વસ્તુઓ તે ઈચ્છે છે તેની ‘ના’ કહેવી જોઈએ. તે વ્યક્તિએ વધસ્તંભ (પીડા) સ્વીકારવો જોઈએ જે તેને આપવામાં આવેલ છે, અને તેણે મને અનુસરવું જોઈએ. 35 જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે. 36 જો કોઈ વ્યક્તિ આખું જગત જીતે છે પણ તેનું જીવન ગુમાવે છે તો તેને કઈ રીતે લાભદાયી છે? 37 વ્યક્તિ ફરીથી તેનો જીવ ખરીદવા કદાપિ કશું પૂરતું આપી શકતો નથી. 38 જે લોકો હમણા જીવે છે; તેઓ પાપી અને દુષ્ટ સમયમાં જીવે છે. જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે હું જ્યારે મારા પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવીશ, ત્યારે તે વ્યક્તિથી શરમાઈશ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International