Old/New Testament
મૂસાનો ઇસ્રાએલના લોકો સાથે વાર્તાલાપ
1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં.
2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા. 3 ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં. 4 યહોવાએ હેશ્બોનમાં અમોરીઓના રાજા સીહોનને અને એડેઇ પાસે આશ્તારોથમાં બાશાનના રાજા ઓગને હરાવ્યા હતા ત્યાર પછીનું આ હતું. 5 મૂસાએ લોકોને સંબોધ્યા અને દેવે ઇસ્રાએલ માંટે બનાવેલા નિયમો તેમને સમજાવ્યાં. તે સમયે ઇસાએલના લોકો મોઆબના દેશમાં યર્દન નદીની પૂર્વ દિશા પર હતાં.
6 “જયારે આપણે હોરેબમાં હતા ત્યારે આપણા દેવ યહોવાએ આપણને આમ કહ્યું હતું કે, ‘તમે આ પર્વત આગળ ઘણું લાંબુ રહ્યાં. 7 હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો. 8 જુઓ, એ સમગ્ર પ્રદેશ હું તમને સોંપી દઉ છું; તમાંરા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને તથા તેમના વંશજોને યહોવાએ જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તે પ્રદેશમાં તમે જાઓ અને તેનો કબજો મેળવો.’
આગેવાનોની નિમણૂક
9 “તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી. 10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો. 11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે. 12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું? 13 માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’
14 “અને તમે સૌ સંમત થયા હતા અને કહ્યું કે ‘તમાંરો અભિપ્રાય સારો છે અમે તે કરીશું.’
15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને 100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.
16 “મેં તમાંરા અધિકારીઓને તે વખતે આ પ્રમાંણે આજ્ઞા કરેલી: ‘તમાંરા જાતિભાઈઓ વચ્ચે જે ઝઘડા થાય તે તમાંરે સાંભળવા, કોઈને પોતાના જાતિભાઈઓ સાથે કે તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓ સાથે ઝઘડો હોય તો તેનો નિષ્પક્ષ રહીને નાનામોટા સૌનો ઉચિત ન્યાય કરવો. 17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’ 18 તે જ વખતે મેં તેઓને તેમને કરવાની બધી બાબતો વિષે સૂચાનાઓ આપી હતી.
જાસૂસો કનાન દેશમાં જાય
19 “ત્યારબાદ આપણે દેવ યહોવાની આજ્ઞાને અનુસરીને હોરેબ પર્વત છોડીને પેલા વિશાળ અને ભયંકર રણપ્રદેશમાં થઈને અમોરીઓના પર્વતીય પ્રદેશ તરફ જવા નીકળી પડયા, અને કાદેશ-બાનેર્આ પહોંચ્યા. 20 ત્યારે મેં તમને કહ્યું હતું: ‘હવે તમે અમોરીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા છો, જે આપણા દેવ યહોવાએ આપણને આપવાનું વચન આપ્યું હતું. 21 જુઓ, તમાંરા દેવ યહોવાએ તમને આ પ્રદેશ સોંપી દીધો છે. તમાંરા પિતૃઓના દેવ યહોવાની આજ્ઞાને અનુસરો, જાઓ અને એનો કબજો લઈ લો, ડરશો નહિ કે નાહિંમત પણ થશો નહિ.’
22 “પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’
23 “મને આ સૂચના ઠીક લાગી, તેથી મેં પ્રત્યેક વંશમાંથી એક એમ બાર વંશમાંથી બાર માંણસો પસંદ કર્યા. 24 તે બધા પર્વતીય દેશમાં એશ્કોલના કોતર સુધી ગયા અને જમીનને જોઇ, 25 ત્યાંથી તેમણે કેટલાંક ફળ ભેગાં કર્યા અને ત્યાંથી તેઓ પાછા આવ્યા અને જણાવ્યું કે, ‘આપણા દેવ યહોવાએ આપણને જે પ્રદેશ આપ્યો છે તે સમૃદ્ધ છે.’
26 “પણ તમે લોકોએ તે પ્રદેશમાં જવાની ના પાડી અને યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો. 27 તમે લોકોએ તમાંરા તંબુમાં બબડાટ શરૂ કર્યો કે, ‘યહોવા આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધાં જેથી તેઓ આપણા સૌનો વિનાશ કરે. 28 આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”’
29 “ત્યારે મેં તમને કહ્યું, ‘તમે ગભરાશો નહિ, એમનાથી ડરશો નહિ. 30 તમાંરા દેવ યહોવા તમાંરી આગળ જશે, અને તમે મિસરમાં હતા ત્યારે તમાંરા માંટે જેમ પરાક્રમી કૃત્યો કર્યા તેમ તમાંરા માંટે લડશે. 31 રણપ્રદેશની યાત્રા દરમ્યાન તમે જોયું છે કે કોઈ પિતા પોતાના બાળકને ઉપાડી લે તેમ યહોવા તમને અહીં સુધી સતત તમાંરી સંભાળ રાખીને લાવ્યા છે.’
32 “છતાં માંરા કહેવાનો કોઈ પ્રભાવ તમાંરા પર પડયો નહિ, તમે તમાંરા દેવ યહોવા ઉપર વિશ્વાસ ન કર્યો. 33 યહોવા આખા રસ્તે તમાંરા મુકામ માંટે જગ્યા શોધવા તમાંરી આગળ ચાલતા હતા. રાત્રે અગ્નિસ્તંભ દ્વારા અને દિવસે મેઘસ્તંભ દ્વારા તે આગળ રહી તમને માંર્ગ બતાવતા હતા.
અશ્રદ્ધાની સજા
34 “યહોવા તમાંરો બડબડાટ સાંભળીને ખૂબ કોપાયમાંન થયા અને તેમણે પ્રતિજ્ઞા કરી કે, 35 ‘તમાંરા પિતૃઓને મેં જે સમૃદ્વ પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તે આ લોકોમાંના કોઈને-આ દુષ્ટ પેઢીમાંના કોઈને, જોવા ન દેવો. 36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’
37 “વળી તમાંરા કારણે યહોવાએ માંરા ઉપર રોષે ભરાઈને કહ્યું, ‘તું પણ એ પ્રદેશમાં પ્રવેશ કરી શકશે નહિ. 38 પણ તારો સેવક યહોશુઆ જે નૂનનો પુત્ર છે તે લોકોને દોરી જશે, તેને હિંમત આપજે, કારણ કે એ જ ઇસ્રાએલને એ પ્રદેશનો કબજો અપાવનાર છે.’ 39 પણ તે તમાંરા બાળકો છે જે ત્યાં જશે તે બાળકો કે જેના વિષે તમે કહેલું કે, ‘તેઓ રણમાં મૃત્યુ પામશે અને તે દિવસોમાં જેઓને સારા અને દુષ્ટ વચ્ચેના અંતરની ખબર ન હતી. હું જમીન તે બાળકોને આપી દઇશ અને તેઓ તેને કબજે કરશે. 40 હવે તમાંરે સૌએ તો પાછા ફરીને રાતા સમુદ્રનાં રસ્તે પાછા રણમાં જ જવાનું છે.’
41 “ત્યારે તમે કબૂલ થયા અને મને એવો જવાબ આપ્યો હતો કે, ‘અમે યહોવાનો ગુનો કરીને પાપ કર્યું છે, હવે અમે અમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ જઈશું અને તે પ્રદેશ કબજે કરવા યુદ્ધ કરીશું.’
“પછી તેઓ બધાએ હથિયાર ધારણ કર્યા અને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા અધીરા થઇ નીકળી પડ્યા. 42 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘તું એ લોકોને જણાવી કે, તેઓ યુદ્ધ કરવા જાય નહિ, હું તેઓની સાથે નથી, તેઓ તેમના શત્રુઓ સામે હાર પામશે.’
43 “મેં તે બધાને એ મુજબ કહ્યું, પણ તે લોકોએ સાંભળ્યું નહિ, અને તેઓએ ફરીથી યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો અને આવેશમાં પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. 44 પરંતુ ત્યાં પર્વતોમાં વસતા અમોરીઓ તમાંરો સામનો કરવા બહાર નીકળી આવ્યા અને મધમાંખીઓ જેમ તમાંરો પીછો પકડી સેઇરમાં આવેલા હોર્માંહ આગળ તમાંરી સેનાને ભયંકર નુકસાન પહોચાડ્યું અને હાર આપી. 45 એટલે તમે પાછા આવ્યા અને યહોવા સમક્ષ આક્રંદ કરવા લાગ્યા, છતાં પણ યહોવાએ તમાંરો પોકાર સાંભળ્યો નહિ, 46 આથી તમાંરે કાદેશમાં લાંબા સમય સુધી રોકાવું પડ્યું.
રઝળપાટનું સંભારણું અને યહોવાની આજ્ઞા
2 “પછી યહોવાએ મને આપેલી આજ્ઞા મુજબ આપણે પાછા ફર્યા અને રાતા સમુદ્રને રસ્તે રણપ્રદેશમાં આગળ વધ્યા. ઘણા વર્ષો સુધી આપણે સેઇરના પર્વતીય પ્રદેશની આજુબાજુ ભટકયા. 2 પછી યહોવાએ મને કહ્યું, 3 ‘આ પર્વતીય પ્રદેશમાં તમે બહુ સમય ભટકયા હવે ઉત્તરમાં જાઓ. 4 લોકોને આમ કહે: હવે તમે સેઇરની ભૂમિમાંથી પસાર થવાના છો, જ્યાં એસાવના વંશજો, તમાંરા સગાંઓ રહે છે. તેઓ તમાંરાથી ડરી જશે. છતાં કાળજી રાખજો. 5 તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ. 6 તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ, 7 કારણ કે અત્યાર સુધી તમાંરાં બધાં જ કાર્યોમાં યહોવા તમાંરા દેવે તમને સફળતા આપી છે, અને આ વિશાળ રણપ્રદેશમાં 40 વર્ષ યહોવા તમાંરા દેવે મુસાફરી દરમ્યાન તમાંરું રક્ષણ કર્યુ છે, તે સદાય તમાંરી સાથે રહ્યા છે અને તમને જોઇતું બધું તમને મળી ગયું હતું.’
8 “આથી આપણે સેઇરમાં વસતા આપણા સગાંઓ એસાવના વંશજોમાંથી પસાર થયા અને એલાથ અને એશ્યોન-ગેબેરથી મૃત સરોવર જતા માંગેર્ મુસાફરી કરી. પછી અમે વળ્યાં અને મોઆબના રણ તરફ આગળ વધ્યાં.
આર પ્રાંતમાં ઇસ્રાએલ
9 “ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.’”
10 (અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસતી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊચા તથા કદાવર હતા. 11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા. 12 હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હાંકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)
13 પછી યહોવાએ આપણને કહ્યું, “‘હવે, ઝેરેદની ખીણ ઓળંગો.’ આથી આપણે ઝેરેદની ખીણ ઓળંગી. 14 આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વર્ષો લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ. 15 તેઓ બધા મૃત્યુ પામે અને તેઓને ઇસ્રાએલી પડાવમાંથી દૂર કરવામાં આવે તેમ યહોવાએ કર્યુ.
16 “જયારે એ લોકોમાંના બધા જ યોદ્વા મરી ગયા 17 ત્યારે યહોવાએ મને કહ્યું, 18 ‘આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો 19 આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.’”
20 એ પ્રદેશ પણ રફાઈઓનો ગણાતો કારણ કે, એક વખતે તેઓ ત્યાં વસતા હતા, જો કે આમ્મોનીઓ તેમને “ઝામઝુમીઓ” કહે છે. 21 તે પ્રજા પણ અનાકીઓની જેમ કદમાં ઊચી અને કદાવર હતી. તેઓની વસ્તી ઘણી વધારે હતી. પરંતુ આમ્મોનીઓનો ધસારો થતાં યહોવાએ તેઓનો નાશ કર્યો અને આમ્મોનીઓ તેઓની જગ્યાએ વસ્યા. 22 તેવી જ રીતે સેઇરમાં વસતા એસાવના વંશજોને દેવે મદદ કરી. જ્યારે હોરીઓએ એમના ઉપર હુમલો કર્યો ત્યારે દેવે હોરીઓનો નાશ કરવામાં તેમની મદદ કરી. અને એસાવના વંશજોએ તે લોકોના પ્રદેશનો કબજો લઈને ત્યાં વસવાટ કર્યો અને આજે પણ તેઓ ત્યાં રહે છે. 23 છેક ગાઝા સુધીના ગામોમાં રહેતા આવ્વીઓનું પણ એમ જ થયું હતું. કાફતોરથી આવેલા કાફતોરીઓએ તેઓનું નિકંદન કાઢીને તેઓની જગ્યાએ વસવા માંડ્યું.
અમોરીઓ સામે યદ્ધ કરવાનો આદેશ.
24 “પદ્ધી યહોવાએ આપણને કહ્યું, ‘હવે, ચાલો, નીકળી પડો અને આનોર્નંની ખીણ વટાવી જાઓ, કારણ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમજ તેના પ્રદેશને તમાંરા હાથમાં સોંપી દીધા છે. તેના ઉપર હુમલો કરો અને પ્રદેશ કબજે લેવા માંડો. 25 આકાશ નીચે વસતા બધા લોકોને આદ્વથી તમાંરાથી ગભરાતા અને બીતા રહે એમ હું કરીશ; બધા ભયથી થથરશે જ્યારે તેઓ તમાંરા વિષે સાંભળશે.’
26 “ત્યારબાદ મેં કદેમોથના વગડામાંથી હેશ્બોનના રાજા સીહોનને આ મુજબ શાંતિનો સંદેશો એલચીઓ માંરફતે મોકલાવ્યો કે, 27 ‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું. 28 રસ્તામાં અમે જે કાંઈ ખાઈશું કે જલપાન કરીશું એના પૈસા ચૂકવી દઈશું; અમાંરે ફકત તમાંરા પ્રદેશમાંથી પસાર થઇ. 29 યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’
30 “પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને માંર્ગ આપવાની ના પૅંડી, કારણ, તમાંરા દેવ યહોવાએ તેને હઠીલો અને બળવાખોર બનાવી દીધો, જેથી તે તમાંરા હાથે સીહોનનો વિનાશ કરે અને તેના પ્રદેશનો તમે કબજો કરી શકો, જે હજી પણ અમાંરી પાસે છે.
31 “પદ્ધી યહોવાએ મને કહ્યું, ‘જો મેં સીહોનને અને તેના પ્રદેશને તારા હાથમાં સોંપી દેવા માંડયા છે, એની ભૂમિનો કબજો લેવાનું તું શરૂ કરી દે.’
32 “ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો, 33 પરંતુ આપણા દેવ યહોવાએ તેને આપણા હાથમાં સોંપી દીધા; અંતે આપણે તેને તેના પુત્રોને તથા તેના સમગ્ર સૈન્યને હરાવ્યા. 34 ત્યારબાદ આપણે તેનાં બધાં શહેરો કબજે કર્યા, અને દરેક શહેરમાંના બધાં જ સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કરી, કોઈનેય જીવતા રહેવા ન દીધા; 35 પણ આપણે જીતેલાં નગરોમાંથી મળેલી લૂંટ તથા પશધન આપણે રાખ્યાં. 36 અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં. 37 પરંતુ આમ્મોનીઓના પ્રદેશમાં-યબ્બોક ખીણની આસપાસના કે પર્વતીય પ્રદેશમાં આવેલાં ગામોમાં જયાં જયાં જવાની આપણા દેવ યહોવાએ આપણને મનાઈ કરી હતી ત્યાં ત્યાં આપણે ગયા જ નહિ.
બાશાનના લોકો સૅંથે યદ્ધ
3 “ત્યારબાદ આપણે વળીને બાશાનને માંગેર્ આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતાનું આખું સૈન્ય લઈને એડેઇ મુકામે આપણી સામે યુદ્ધ કરવા ધસી આવ્યો. 2 પરંતુ યહોવાએ મને કહ્યું, ‘એનાથી તું ડરતો ના, કારણ કે, મેં તેને એની આખી સેના અને તેના પ્રદેશ સાથે તારા હાથમાં સોંપી દીધો છે. મેં જે હાલ હેશ્બોનના રહેતા આમ્મોનીઓના રાજા સીહોનના કર્યા તેવા જ હાલ તું એના કર.’
3 “આમ, આપણા દેવ યહોવાએ બાશાનના રાજા ઓગને પણ તેના સમગ્ર સૈન્ય સાથે હરાવવામાં આપણને મદદ કરી અને આપણે તે તમાંમનો સંહાર કર્યો, એકને ય જીવતો જવા દીધો નહિ, 4 તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય. 5 આ બધાં નગરો ઊચા કોટ અને દરવાજાં સાથે ભૂંગળોવાળાં હતાં. ઉપરાંત, કોટ વગરનાં અનેક ગામો આપણે કબજે કર્યા. 6 હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો. 7 પરંતુ કબજે કરેલાં નગરોમાંથી પ્રાપ્ત થયેલ લૂંટ અને પશુધન આપણે માંટે રાખી લીધાં.
8 “એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો. 9 સિદોનીઓ હેમોર્ન પર્વતને સીર્યોનન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે. 10 આપણે ઓગના તાબા હેઠળનાં સપાટ પ્રદેશમાંનાં તમાંમ નગરો, સમગ્ર ગિલયાદ તેમ જ છેક સાલખાહ અને એડેઇ સુધીનો બાશાનનો સમગ્ર પ્રદેશ જીતી લીધો હતો.”
11 જ્રરાક્ષસી રફાઈઓમાંથી ફકત બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો. આજે પણ આમ્મોનીઓના રાબ્બાહ નગરમાં તેનો લોખંડનો સાડાતેર હાથ લાંબો અને છ હાથ પહોળો પલંગ જોવા મળે છે.
યર્દન નદીની પૂર્વની ભૂમિ
12 “આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત. 13 અને ગિલયાદનો બાકીનો પ્રદેશ, બાશાનનો સમગ્ર પ્રદેશ, ઓગનું રાજ્ય, એટલે કે આગોર્બનો સમગ્ર પ્રદેશ મેં મનાશ્શાના અડધા વંશને આપ્યો.”
(જ્રબાશાનનો સમગ્ર પ્રદેશ રફાઈઓનો દેશ કહેવાય છે. 14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ “યાઈરના ગામડાઓ” પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.)
15 “મે માંખીરના વંશજોને ગિલયાદ આપ્યું હતું. 16 અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી. 17 પશ્ચિમમાં તેમની જમીન યર્દન નદી સુધી વિસ્તરેલી હતી. ઉત્તરમાં કિન્નેરેથના સરોવરથી દક્ષિણમાં અરાબાનાહ સમુદ્ર સુધી એટલે કે ખારા સમુદ્ર સુધી, અને પૂર્વમાં પિસ્ગાહ પર્વતની તળેટીના ઢાળ સુધી તે પ્રદેશ વિસ્તરેલો હતો, જમીન ખેચાયેલી હતી.
18 “એ વખતે મેં રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને આજ્ઞા કરી હતી કે; ‘તમાંરા દેવ યહોવાએ આ ભૂમિ તમાંરા કબજામાં સોંપી છે. દેવે તમને તમાંરો ભાગ આપ્યો છે. તમાંરા બધા યોદ્ધાઓએ હથિયાર ધારણ કરીને ઇસ્રાએલના બીજા કુળસમૂહોને દોરવીને યર્દન નદીને પેલે પારના પ્રદેશ તરફ આગળ વધવું જે પ્રદેશ દેવે તેમને આપવાનું વચન આપ્યું હતું. 19 મેં તેઓને એ પણ કહ્યું હતું કે, મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે. 20 યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’
21 “ત્યારબાદ મેં યહોશુઆને એવો આદેશ આપ્યો કે, ‘યહોવાએ આ બે રાજાઓના જે હાલ કર્યા તે, તેં તારી સગી આંખે જોયા છે, અને તું જે પ્રદેશમાં જાય છે ત્યાંના રાજાઓના પણ એવા જ હાલ કરશે. 22 ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’
મૂસાને કનાનમાં પ્રવેશની મનાઈ
23 “તે સમયે મેં દેવને આગ્રહપૂર્વક અરજ કરી; 24 ‘હે યહોવા દેવ, તમે અમાંરી મધ્યે તમાંરી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની માંરી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ દેવ નથી જે તમે અમાંરા માંટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે. 25 હે યહોવા, મને કૃપા કરીને યર્દન નદી ઓળંગીને સામે કિનારે આવેલી સમૃદ્વ ભૂમિ, પેલો રમણીય પર્વતીય પ્રદેશ તથા લબાનોનમાં જવા દો.’
26 “પરંતુ તમાંરા કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને માંરી અરજ સાંભળી નહોતી; તેમણે મને કહ્યું, ‘બસ, હવે એ વિષે ફરી વાત કરીશ નહિ. 27 પરંતુ પિસ્ગાહ પર્વતની ટોચે જઈને પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં અને પૂર્વમાં નજર કર, ધ્યાનપૂર્વક જોજે, કારણ કે, તું આ યર્દન નદી ઓળંગીને સામે પાર જવાનો નથી. 28 તું તારું સ્થાન લેવા માંટે યહોશુઆને આદેશ આપજે, તેને હિંમત આપજે, બળ આપજે, કારણ કે, પર્વતની ટોચ પરથી તું જે દેશ જોશે તેને જીતવા માંટે, લોકોને માંટે તે પેલે પાર આગળ લઈ જશે.’
29 “એ પ્રમાંણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.”
ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
(માથ. 20:17-19; લૂ. 18:31-34)
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”
યાકૂબ અને યોહાનની માગણી
(માથ. 20:20-28)
35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”
36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?”
37 પુત્રોએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”
38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”
39 પુત્રોએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.”
ઈસુએ પુત્રોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે. 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.”
41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ. 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”
એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું
(માથ. 20:29-34; લૂ. 18:35-43)
46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”
તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”
આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”
52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International