Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 7-9

આખાનનું પાપ

પણ ઇસ્રાએલીઓએ વિનાશ કરવાની શાપિત વસ્તુઓમાંથી લઈને પાપ કર્યુ છે. યહૂદા કુળસમૂહનો એક માંણસ આખાને જે ઝેરાહનો પુત્ર ઝાબ્દીનાં પુત્ર કાર્મીનો પુત્ર હતો તેણે ઘણી વસ્તુઓ પોતાને માંટે રાખી લીધી હતી. એટલે યહોવા ઇસ્રાએલીઓ ઉપર રોષે ભરાયા.

યરીખો નગરના પતન પછી તરત જ યહોશુઆએ કેટલાક માંણસોને યરીખોથી બેથેલની પૂર્વે બેથ-આવેન પાસે આવેલા આય નગરમાં મોકલ્યા અને તેમને કહ્યું કે, “આય જાઓ અને એ લોકો પર જાસૂસી કરો ને અમને સંદેશો મોકલો.” તેથી તેઓ ગયા અને આયની જાસુસી કરી.

ત્યાંથી પાછા ફર્યા બાદ તેમણે યહોશુઆને જણાવ્યું કે, “એ તો નાનું નગર છે, બધા માંણસોએ જવું નહિ, તેનો નાશ કરવા માંટે 2,000–3,000 માંણસો પૂરતા છે. બધાને તકલીફ આપવાની જરૂર નથી. તે લોકો બહું થોડા છે.”

આથી આશરે 3,000 ઇસ્રાએલી પુરુષોને આય નગર ઉપર હુમલો કરવા મોકલવામાં આવ્યા; પણ આયના લોકોએ તેમને ઘોર પરાજય આપ્યો. પરંતુ આ હુમલા દરમ્યાન ઇસ્રાએલના 36 માંણસો માંર્યા ગયા; અને બાકીનાને નગરના દરવાજાથી તે છેક (શબારીમ) પથ્થરની ખાણો[a] સુધી પીછો કરવામાં આવ્યો અને ઢોળાવ પર તેઓને માંરી નાખવામાં આવ્યાં.

આથી ઇસ્રાએલીઓએ તેમની હિમ્મત ગુમાંવી દીધી અને તેઓ ભયભીત થઈ ગયા. યહોશુઆ તથા તેમના આગેવાનોએ વસ્ત્રો ફાડી નાખ્યાં અને માંથાઁ પર ધૂળ નાખ્યો, અને સાંજ સુધી મોઢું જમીન પર રાખી યહોવાના પવિત્રકોશ સમક્ષ પડી રહ્યાં.

ત્યારે યહોશુઆએ યહોવા ને કહ્યું, “હે યહોવા માંરા માંલિક! તે અમને યર્દન નદીને પાર કરાવ્યા અને એમ આ તરફ આવ્યા શા માંટે? શું તારો ઈરાદો અમને અમોરીઓને સોંપી દેવાનો હતો જેથી અમાંરો વિનાશ કરવામાં આવે? અમે નદીને પેલે પાર શાંતિ અને સંતોષથી રહ્યા હોત તો કેવું સારું! ઓ માંરા માંલિક! ઇસ્રાએલીઓ પોતાના શત્રુઓથી નાસી છુટ્યા છે, તે પછી હવે માંરે શું કહેવું? કનાનીઓને તથા દેશના બધા જ વતનીઓને આ બાબતની જાણ થવાની છે. તેઓ બધા અમને ઘેરી વળશે અને અમને અમાંરી ભૂમિ પરથી કાઢી નાખશે અને પૃથ્વી પરથી અમાંરુ નામનિશાન ભૂંસી નાખશે. તો પછી તમાંરા મહાન નામ વિષે શું કરશો?”

10 યહોશુઓને યહોવાએ કહ્યું, “ઊભો થા, આમ ઊંધે માંથે જમીન પર શા માંટે પડયો છે? 11 ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે. 12 આથી તેઓ દુશ્મનો સામે ટકી શકતા નથી. અને તેઓ લડાઈ છોડીને પાછા ભાગી ગયા કારણકે તેઓ નાશ પામવા માંટે ઠરાવાયેલા છે. હવે જ્યા સુધી તમે તમાંરા દ્વારા લેવાયેલી બધી વસ્તુઓનો નાશ નહિ કરો, ત્યાં સુધી હું તમાંરી સાથે રહેનાર નથી.

13 “તેથી, ઊભો થા અને લોકોને શુદ્ધ કર. તેમને કહે: ‘આવતી કાલ માંટે તમે તમાંરી જાતન શુદ્ધ કરો, કારણ ઇસ્રાએલીઓના યહોવા દેવે કહ્યું છે કે, લોકોએ ચોરી કરી છે અને જે તમાંરે ન રાખવી જોઈએ તે વસ્તુઓ રાખી લીધી છે, તમે તમાંરા તાબામાં તે શાપિત વસ્તુઓ રાખી છે જેનો મેં તમને નાશ કરવાની આજ્ઞા કરી હતી અને જો જ્યાં સુધી તે વસ્તુઓ નાશ ન પામે ત્યાં સુધી તમે તમાંરા દુશ્મનોને કરાવી શકવાના નથી.

14 “‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે. 15 જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.’”

16 યહોશુઆ સવારમાં વહેલો ઊઠયો અને ઇસ્રાએલીઓને કુટુંબ પ્રમાંણે આગળ લઈ આવ્યો, અને યહૂદાના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. 17 યહોશુઆ યહૂદાના કુટુંબોને આગળ લઈ આવ્યો અને ઝેરાહના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. પછી તે ઝેરાહીઓના કુટુંબને આગળ લાવ્યો, અને ઝીમ્રીના કુટુંબને પસંદ કરવામાં આવ્યું. 18 ઝીમ્રી પોતાના કુટુંબના સભ્યોને વારાફરતી યહૂદાના કુળસમૂહમાંથી આગળ લાવ્યો, અને ઝેરાહના પુત્ર જાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાનને શોધી કાઢવામાં આવ્યો.

19 પછી યહોશુઆએ આખાનને કહ્યું, “પુત્ર, ઇસ્રાએલના દેવ યહોવાને આદર આપ અને તેં જે કાંઈ કર્યું હોય તે મને કહે. માંરાથી કશું છુપાવીશ નહિ.”

20 આખાને કહ્યું, “હું કબૂલાત કરું છું કે, મેં ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, માંરો ગુનો આ છે: 21 લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.”

22 તેથી યહોશુઆએ તે શોધવા માંટે કેટલાક માંણસો મોકલ્યા. તેઓ દોડતા તંબુમાં ગયા અને આખાને કહ્યું હતું તે જ રીતે ચોરેલી વસ્તુઓ અને સૌથી નીચે ચાંદી જમીનમાં દાટેલા હતાં. 23 તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.

24 ત્યાર પછી યહોશુઆ ઝેરાહના પુત્ર આખાનને ચાંદી, ઝભ્ભો અને સોનાની લગડી તથા તેનાં છોકરાછોકરી, ઢોર, ગધેડાં, તંબુ તથા તેના સર્વસ્વ સાથે આફતની ખીણમાં લઈ ગયો, અને બધા ઇસ્રાએલીઓ તેની સાથે ગયા. 25 યહોશુઆએ આખાનને કહ્યું, “તેં અમાંરા ઉપર આ આફત કેમ ઉતારી? હવે યહોવા તમાંરા ઉપર આફત ઉતારશે.” પછી બધા ઇસ્રાએલીઓએ તેને ઈંટાળી કરીને માંરી નાખ્યો. તે લોકોએ તે બધાંને બાળી મૂકયાં, અને ઈંટાળી કરીને માંરી નાખ્યાં. 26 પછી તેઓએ તે જગ્યાએ પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. તે જગ્યા આખોરની ખીણ[b] ને નામે ઓળખાય છે. ત્યાર પછી યહોવા ગુસ્સે ન હતા.

આયનગરનું પતન

યહોવાએ યહોશુઆને કહ્યું, “ભયભીત કે નાહિમ્મત થઈશ નહિ, સમગ્ર સેના સાથે તું આયનગર ઉપર ચઢાઈ કર. મેં આયનગરના રાજાને, તેની પ્રજાને, તેના શહેરને અને તેના પ્રદેશને તને સોંપી દીધાં છે. તેં યરીખો અને તેના રાજાના જે હાલ કર્યા તે જ ‘આય’ ના અને એના રાજાના કરજે, પરંતુ આ વખતે તમે તેમાંનો માંલસામાંન તથા ઢોર-ઢાંખર પોતાને માંટે રાખી શકો છો, અને એ નગરની પાછળની બાજુએથી હુમલો કરવા સૈનિકોને છુપાવી રાખજે.”

તેથી યહોશુઆએ આખી સેના સાથે આય નગર ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. તેણે રાતોરાત 30,000 શૂરવીર યોદ્ધાઓને ચૂંટી કાઢીને મોકલી આપ્યા, અને તેણે તેઓને હુકમ કર્યો, “નગરની પાછળના ક્ષેત્રમાં છૂપાઈ જાઓ નગરથી બહુ દૂર જશો નહિ અને હુમલો કરવા તૈયાર રહેજો.” હું પોતે બાકીની સેના સાથે બહાર આવું એટલે અમે ભાગવા માંડીશું. તેઓ અમાંરો પીછો પકડશે અને અમે તેમને નગરથી દૂર લઈ જઈશું. તેઓ એમ માંનશે કે અમે પહેલાની જેમ તેમનાથી ડરીને નાસી જઈએ છીએ, એ વખતે તમે જયાં સંતાઈ રહ્યાં હો ત્યાંથી નીકળી આવજો અને નગરનો કબજો લઈ લેજો, તમાંરા દેવ યહોવા તમને વિજય આપશે.

“તમે વિજયી થશો અને પછી યહોવાની આજ્ઞા પ્રમાંણે શહેર બાળી મૂકજો. યાદ રાખો આ માંરો આદેશ છે.”

આમ કહીને યહોશુઆએ તેઓને મોકલી દીધા અને તેઓ “આય”ની પાછળની બાજુએ બેથેલ અને આયની વચ્ચે સંતાઈ રહ્યા. પરંતુ યહોશુઆ અને બાકી રહેલું સૈન્ય યરીખોની છાવણીમાં રોકાયું.

10 યહોશુઆ સવારમાં વહેલો ઉઠયો અને તેના લશ્કરને ભેગું કર્યુ અને આય નગર ઉપર હુમલો કર્યો. તો પોતે અને ઇસ્રાએલીઓના આગેવાનો લશ્કરની આગળ ગયા. 11 આખું લશ્કર તેની સાથે ઊપડયું અને શહેરની નજીક પહોંચી ગયું. તેઓ નગરની ઉત્તરે આવેલી ખીણ પાસે થોભ્યા.

12 યહોશુઆએ તે રાત્રે નગરની પશ્ચિમે બેથેલ અને આયની વચ્ચે સંતાવા માંટે બીજા 5,000 માંણસોને મોકલ્યા. 13 એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી.

14 આયના રાજાએ યહોશુઆના માંણસોને જોયા એટલે તે અને તેના માંણસો ઇસ્રાએલી સેના સાથે લડવા માંટે ઉતાવળે બહાર નિકળ્યા. તેઓએ શહેર છોડ્યું અને યર્દનની ખીણ તરફ ગયા. આયના રાજાને ખબર નહોતી કે નગરની પાછલી બાજુએ માંણસો બધાને માંરી નાખવા માંટે અને શહેર પર હુમલો કરવા સંતાયેલા હતા.

15 યહોશુઆ પોતે અને તેના માંણસો જાણે તેઓ હાર પામ્યા હોય તેમ નગરમાંથી રણ તરફ ભાગવા લાગ્યા. 16 નગરના બધા લડવૈયાઓને તેઓનો પીછો પકડવા માંટે બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડવા માંટે તેઓને બોલાવવામાં આવ્યા અને યહોશુઆનો પીછો પકડતા તેઓ નગરથી દૂર નીકળી ગયા. 17 આય કે બેથેલમાં એક પણ યોદ્ધો રહ્યો નહિ બધા જ ઇસ્રાએલીઓની પાછળ ગયા હતા અને નગરનું રક્ષણ કરનાર કોઈ રહ્યું ન હતું અને નગરના દરવાજા પણ ખુલ્લા હતા.

18 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “તારા હાથમાં ભાલો છે તેને આય નગર તરફ તાક, કારણ કે આ નગર મેં તને સોંપી દીધું છે.” તેથી યહોશુઆએ તે પ્રમાંણે કર્યું. 19 તેણે ભાલો ખેંચ્યો અને તરત જ સંતાઈ રહેલા માંણસો આગળ આવ્યા અને નગર તરફ દોડ્યાં અને તેમાં દાખલ થઈ ગયા, તેઓએ નગર કબજે કરીને આગ લગાડી દીધી.

20 આયના માંણસોએ પાછળ જોયું તો તેમણે નગરમાંથી ધુમાંડો આકાશમાં ચઢતો જોયો. તેઓ કયાંય ભાગી જઈ શકે એમ રહ્યું નહિ, કારણ જે ઇસ્રાએલીઓ વગડા તરફ ભાગી ગયા હતા તેમણે પાછા ફરીને પીછો પકડનારાઓ ઉપર હુમલો કર્યો. 21 જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને “આય” ના માંણસો પર હુમલો કર્યો. 22 તે જ સમયે નગરથી બહાર આવેલા સૈનિકોએ પણ તેમના ઉપર હુમલો કર્યો, આથી “આય” ના માંણસો બધી બાજુઓ ઘેરાઈ ગયા. ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો. એક પણ માંણસ જીવતો ના રહ્યો કે ના ભાગી જવા પામ્યો. 23 પણ “આય” નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો.

યુદ્ધનો ચિત્તાર

24 જ્યારે ઇસ્રાએલની સેનાએ નગરની બહાર સર્વ માંણસોનો સંહાર કરવાનું કાર્ય પુરું કર્યુ ત્યારે તેઓ પાછા આવ્યા અને નગરની અંદર બાકી રહેલા સર્વનો સંહાર કર્યો. 25 તે દિવસે “આય” નગરના બધા લોકો જેઓને માંરી નાખવામાં આવ્યાં તે 12,000 સ્ત્રી પુરુષો હતા. 26 યહોશુઆએ ભાલો તેના હાથમાં હતો અને તેણે તેને ઉપાડ્યો અને જ્યાં સુધી તેના બધા લોકો નાશ ન પામ્યાં ત્યાં સુધી તેને તેના તરફ તાક્યે રાખ્યો. 27 ઇસ્રાએલીઓએ બધા પ્રાણીઓ અને બીજી વસ્તુઓ જે નગરમાંથી લૂંટાઈ હતી તે પોતાના માંટે રાખી લીધી. તેઓએ આ યહોવાએ યહોશુઆને કરેલ આજ્ઞા પ્રમાંણે કર્યું.

28 યહોશુઆએ “આય” ને બાળી મુકયું અને તેને કાયમ માંટે ખંડેરોનો ઉજજડ ઢગલો બનાવી દીધું, તે આજે પણ એવું જ છે. 29 યહોશુઆએ “આય” ના રાજાને સાંજ સુધી જાડ પર ઉંધે માંથે લટકાવી રાખ્યો, પરંતુ સૂર્યાસ્ત સમયે તેના શરીરને જાડ ઉપરથી ઉતાર્યું અને યહોશુઆના આદેશ પ્રમાંણે નગરના દરવાજા આગળ નાખીને તેના પર પથ્થરોનો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં જ છે.

આશીર્વાદ અને શાપનું વાંચન

30 ત્યારબાદ યહોશુઆએ એબાલ પર્વત પર ઇસ્રાએલના યહોવા દેવ માંટે એક વેદી બનાવી. 31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.

32 પછી પથ્થરો ઉપર યહોશુઆએ મૂસાનો નિયમ લખ્યો ત્યારે ઇસ્રાએલનાં બધા લોકો તેને જોઈ રહ્યાં હતાં. 33 સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.

34 યહોશુઆએ નિયમશાસ્ત્રનાં બધાં શબ્દો આશીર્વાદો અને શ્રાપો સહિત વાંચ્ચાં જેમ તેઓ નિયમશાસ્ત્રમાં લખેલા હતાં ફક્ત તેમજ. 35 મૂસા દ્વારા આપવામાં આવેલી દરેક આજ્ઞાઓ યહોશુઆએ ઇસ્રાએલના લોકો સમક્ષ વાંચી. તે વખતે તમાંમ ઇસ્રાએલીઓ સ્ત્રીઓ બાળક તેમજ તેમની સાથે વસતા વિદેશીઓ પણ ઉપસ્થિત હતા.

યહોશુઆની વિરુદ્ધ ગિબયોનીઓની ચાલાકી

આ વસ્તુઓને યર્દન નદીની પશ્ચિમ દિશાના બધા રાજાઓ દ્વારા સાંભળવામાં આવી હતી. હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, હિવ્વીઓના રાજાઓ. તેઓએ તેમનું રાજ્ય પર્વતીય દેશમાં અને ભુમધ્ય સમુદ્રના સમગ્ર કિનારાથી છેક લબાનોન. યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.

પણ જયારે ગિબયોનના લોકોએ યહોશુઆએ યરીખો અને “આય” ના નગરના શા હાલ કર્યા હતા તે સાંભળ્યું. ત્યારે તેઓએ તેની સાથે કપટ કરવાનું નકકી કર્યું. તેઓ થોડું ભાથું લઈને નીકળ્યા, તેઓએ ગધેડા પર જૂની ગુણપાટો તથા દ્રાક્ષારસની જૂની ને ફાટલી મશકો લાદી હતી. તેઓએ પોતાના એલચીઓને ફાટેલાં તથા થીગડાં માંરેલાં કપડાં પહેરાવીને યહોશુઆ પાસે મોકલ્યા, જેથી એવું લાગે કે તેઓ ઘણી લાંબી મુસાફરી કરીને આવ્યા છે. તેઓએ જૂના સાંધેલા પગરખાં પહેર્યા હતાં, તેમણે સાથે લીધેલા રોટલા સૂકા અને ફુગાઈ ગયેલા હતા. પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ. અમાંરી સાથે સંધિ કરો.”

પરંતુ ઇસ્રાએલીઓએ હિવ્વીઓને કહ્યું, “તમે કદાચ અમાંરી પડોશમાં જ રહેતા હોવ એમ પણ બને. અને તમે પડોશમાં રહ્યાં હોય તો અમે તમાંરી સાથે સંધિ કેવી રીતે કરી શકીએ?”

એટલે તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમાંરા સેવકો છીએ.”

યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો અને તમે કયાંથી આવ્યાં છો?”

તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે. 10 અને તમાંરા દેવ યહોવાએ અને યર્દન નદીની પૂર્વેના બે અમોરી રાજાઓ: હેશ્બોનના રાજા સીહોન અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગને શું કર્યું છે તે અમે સાંભળ્યું છે. 11 તેથી અમાંરા આગેવાનોએ અને અમાંરા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરી માંટે જરૂરી ભાથું લઈને એ લોકોને જઈને મળો’ અને કહો કે, ‘અમે તમાંરા દાસ છીએ એટલે અમાંરી સાથે કૃપા કરીને સંધિ કરો. આ અમાંરા રોટલા જુઓ.’”

12 “અમે જયારે તમને મળવા માંટે ઘેરથી નીકળ્યા ત્યારે એ ગરમ હતા, પણ અત્યારે તમે જુઓ કે એ કેવા સૂકા અને ફુગાઈ ગયા છે! 13 અમે જયારે આ મશકોમાં દ્રાક્ષારસ ભર્યો ત્યારે એ નવા હતા, પણ અત્યારે એ બધા ફાટી ગયા છે, અમાંરાં કપડાં અને પગરખાં પણ લાંબા પ્રવાસને કારણે ઘસાઈ ને ફાટી ગયાં છે.”

14 ઇસ્રાએલીઓના આગેવાનોએ તેમના થેલાઓમાંથી તેઓની રોટલીઓ ચાખી પણ યહોવાની સલાહ લીધી નહિ. 15 યહોશુઆએ તેમની સાથે શાંતિના કરાર કર્યા અને તેમને જીવનદાન આપવાનું વચન આપ્યું. અને ઇસ્રાએલના સમાંજના આગેવાનોએ તેને વચન આપીને મંજૂરી આપી.

16 પરંતુ સંધિ કર્યા બાદ ત્રણ દિવસ પછી સાચી હકીકત જાહેર થઈ કે એ લોકો તો તેમના નજીકના પાડોશીઓ જ હતા. 17 તેથી ઇસ્રાએલી લોકો ગિબયોનીઓ જ્યાં રહ્યાં તે જગ્યાએ જવા તૈયાર થયા. ત્રીજે દિવસે તે લોકોનાં નગરો ગિબયોન, કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ આવી પહોંચ્યા. 18 પરંતુ આગેવાનોએ ઇસ્રાએલના દેવ યહોવાના નામ પર શપથ લીધાં હતા કે તેઓ તેમના પર હુમલો નહિ કરે, એટલે તેઓ તેમને માંરી શક્યાં નહિ, બધા લોકોએ આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી. 19 તેથી આગેવાનોએ ભરી સભામાં જણાવ્યું, “આપણે ઇસ્રાએલના દેવ યહોવો સમક્ષ એ લોકોને સમ લઈને વચન આપ્યું છે, એટલે આ પ્રમાંણે કરીશું: 20 આપણે તેમને જીવતા રહેવા દઈશું; કારણ કે જો એમ વચનનો ભંગ કરીએ તો યહોવાનો કોપ આપણા પર આવી પડે. 21 તેથી એ લોકો જીવતા રહે. પણ તેઓએ સમાંજના કઠિયારા અને પખાલી થવું પડશે.” લોકો આગેવાનોના કહ્યાં પ્રમાંણે કરવાને કબૂલ થયા અને શાંતિના કરારનો ભંગ કર્યો નહિ.

22 યહોશુઆએ ગિબયોનના માંણસોને બોલાવડાવ્યા અને કહ્યું, “તમે અમાંરી નજીકમાં જ રહેતા હોવા છતાં, અમે દૂર દેશમાં રહીએ છીએ એ કહીને અમાંરી સાથે છેતરપિંડી શા માંટે કરી? 23 આથી તમે હવે શાપિત થયા છો. તમે બધા સદા માંટે અમાંરા ગુલામ થશો. તમે અમાંરા દેવના મંદિરના પખાલી અને કઠિયારા રહેશો.”

24 તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું. 25 પરંતુ હવે અમે તમાંરા હાથમાં છીએ, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.”

26 તેથી યહોશુઆએ તે લોકોને માંરી નાખવાની પરવાનગી ઇસ્રાએલી લોકોને આપી નહિં અને તેઓને ઉગારી લીધા. 27 પણ ત્યાર પછી યહોશુઆએ આ લોકોને લાકડું કાપવા અને ઇસ્રાએલના લોકો માંટે અને યહોવાના મંદિર માંટે પાણી લાવવા ફરજ પાડી. આજ દિવસ સુધી તેઓ યહોવાએ પસંદ કરેલ જગ્યાએ આજ કામ કરી રહ્યાં છે.

લૂક 1:21-38

21 બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો. 22 જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો. 23 જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો.

24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું: 25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.”

કુંવારી મરિયમ

26-27 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો. 28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તને આશીર્વાદ આપવા ઈચ્છે છે.”

29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”

30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. 31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે. 32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.”

34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!”

35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે. 36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે! 37 દેવ માટે કશું જ અશક્ય નથી!”

38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International