Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પુનર્નિયમ 19-21

આશ્રયનગરો

19 “જે પ્રજાઓની ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપે, અને તમાંરા દ્વારા ત્યાં રહેતી પ્રજાઓને હાંકી કાઢી તેમનો નાશ કરે, ત્યારબાદ તમે તેનો કબજો મેળવી તેઓનાં નગરોમાં અને ઘરોમાં વસવાટ કરો. ત્યારે તમાંરે તેમાંનાં ત્રણ નગરોને આશ્રયનગરો તરીકે અલગ રાખવાં. તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેને ત્રણ વિભાગોમાં વહેંચી નાખજો અને તે દરેકમાં એક નગર પસંદ કરો. કોઈ વ્યકિત જેણે અજાણતાં બીજી વ્યકિતનું ખૂન કર્યુ હોય તો તે સુરક્ષા માંટે તે શહેરમાં દોડ્યો જાય. અને આ નગરમાં લઈ જતા બધા રસ્તાઓ સારી સ્થિતિમાં રાખવા.

“જો કોઈ વ્યકિત બીજી વ્યકિતને અજાણતા અથવા, પહેલાંના કોઈ વેર વગર, માંરી નાખે અને પછી આમાંના કોઇ એક શહેરમાં આશ્રય લે તો તેનો જીવ બચી રહે, કોઈ વ્યકિત પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, અને ત્યાં લાકડાં કાપતાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને અન્ય વ્યકિતને વાગે અને એનું મૃત્યુ થાય, અને એવો ખૂની આ ત્રણ શહેરમાંથી કોઈમાં આશ્રય લે, તો તેનો જીવ બચી રહે. એમ બને કે બદલો લેવા માંટે મરનારનો નજીકનો સગો ગુસ્સાથી તેની પાછળ દોડે, તે આ ખાસ શહેર પહોચે તે પહેલા પકડી લે અને માંરી નાખે કારણ કે તે ઘણુ દુર છે. આમ નિર્દોષ વ્યકિતનું લોહી વહેવડાવાય કારણ કે એ ખૂની દેહાંતદંડને પાત્ર ન હતો. તેણે જે માંણસને માંરી નાખ્યો તે તેને ઘૃણા કરતો ન હતો. તેથી હું જણાવું છું તે મુજબ તમાંરે એ ત્રણે નગરો એકબીજાથી અમુક અંતરે રાખવાં.

“અને જયારે તમાંરા દેવ યહોવા, તમાંરા પિતૃઓને આપેલા વચન પ્રમાંણે, તમાંરી સરહદો વધારે અને વચન મુજબ સમગ્ર દેશ તમને સુપ્રત કરે. યારે તમાંરે આ ત્રણ શહેરમાં બીજા ત્રણ શહેરોનો ઉમેરો કરવો. (જો તમે આજે હું તમને લોકોને જે આજ્ઞાઓ કરું છું તે બધાનું તમે પાલન કરશો અને તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખીને હંમેશા તેને માંગેર્ ચાલશો તો તે તમને એ દેશ આપશે.) 10 આ રીતે તમે યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં નિર્દોષ લોકોના લોહી વહેતાં અટકાવી શકશો અને એ અન્યાયી રકતપાત માંટે તમે દોષિત ગણાશો નહિ.

11 “પરંતુ જો કોઈ વ્યકિત પોતાના પડોશીની ઇર્ષ્યા કરે કે દ્વેષ રાખે અને લાગ તાકીને છુપાઈ રહે અને તેને તક મળતાં તેના પડોશીની હત્યા કરી નાખે અને પછી આ ત્રણ નગરોમાંથી કોઈ એકમાં આશ્રય લે, 12 તો તેના પોતાના નગરના આગેવાનોએ તેને પકડાવી મંગાવવો અને તેને મરનારના નજીકના સગાંને સુપ્રત કરવો પછી તે તેની હત્યા કરે. 13 તેવા ગુનેગાર પ્રત્યે લેશ માંત્ર દયા બતાવવી નહિ. અને ઇસ્રાએલમાંથી તમાંમ ખૂનીઓનું કાસળ કાઢી નાખશો તો જ શાંતિ અને સુખથી રહી શકશો.

સરહદ હઠાવશો નહિ

14 “તમાંરા દેવ યહોવાએ તમને સોંપેલા પ્રદેશમાં, પહેલાંના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમાંરા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.

સાક્ષી અંગેના નિયમો

15 “કોઈ એક જ વ્યકિતની સાક્ષીને આધારે કોઈને દોષિત ન ઠરાવી શકાય. ગુનેગાર સાબિત કરવા માંટે બે કે ત્રણ સાક્ષીઓની જુબાની આવશ્યક છે.

16 “જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં, 17 તો એ બંને પક્ષકારોને યહોવાના મંદિરમાં યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ન્યાય માંટે ઊભા કરવા. 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવી, અને જો આરોપ મૂકનાર સાક્ષી ખોટો છે એમ પુરવાર થાય, 19 તો એણે જે શિક્ષા સામી વ્યકિતને કરવા ધારી હતી તે શિક્ષા તેને કરવામાં આવે, આ રીતે તમાંરે એ અનિષ્ટનું કાસળ કાઢી નાખવું. 20 એટલે બાકીના જેમ જેમ આ જાણશે તેમ તેમ ગભરાઇને ચાલશે; અને ભવિષ્યમાં તમાંરા લોકોમાં કોઈ આવું અધમ કાર્ય કરીને ખોટી સાક્ષી આપતા બીશે.

21 “ખોટી સાક્ષી આપનાર વ્યકિતના પ્રતિ તમાંરે જરાય દયા દર્શાવવી નહિ. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાત, હાથને બદલે હાથ અને પગને બદલે પગ લેવો. આવા કિસ્સાઓમાં તમાંરા લોકો માંટે આ નિયમ છે.

યુદ્ધ વિષેના સૈનિકોને સૂચનો

20 “જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા દુશ્મનો સામે યુદ્ધે ચઢો અને તમાંરા કરતાં મોટી સંખ્યામાં રથો, ઘોડાઓ અને સેના જુઓ તો ગભરાઇ જશો નહિ, કારણ કે, તમને મિસરમાંથી બહાર લાવનાર તમાંરા દેવ યહોવા તમાંરી સાથે રહેશે.

“તમે યુદ્ધ શરૂ કરો તે પહેલાં યાજકે ઇસ્રાએલી સેના આગળ આવીને આ રીતે સંબોધન કરવું, ‘હે ઇસ્રાએલના પ્રજાજનો, સાંભળો; આજે તમે દુશ્મન સામે યુદ્ધે ચઢો છો, જયારે તેમનો સામનો કરો ત્યારે હિંમત હારશો નહિ; કે ગભરાશો નહિ, કે ભયભીત થશો નહિ: કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરી સાથે આવનાર છે, તે તમાંરા પક્ષે રહીને દુશ્મનો સામે લડશે. અને તમને વિજય અપાવશે.’

“ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે. શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે દ્રાક્ષની વાડી રોપી હોય અને હજી તેનાં ફળ ન ચાખ્યાં હોય? જો હોય તો તે ઘેર પાછો જાય! કારણ કે, જો તમે લડાઈમાં કદાચ માંર્યા જાઓ તો તેનાં ફળ બીજા કોઈ ખાશે! શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઇ કરી હોય પણ તેની સાથે હજી લગ્ન ન કર્યા હોય? અને જો હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો કદાચ તે યુદ્ધમાં માંર્યો જાય અને બીજો કોઈ પુરુષ તેની સ્ત્રી સાથે લગ્ન કરે.’

“વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’ અને અધિકારીઓ સેનાને સંબોધન કર્યા બાદ સેનાની ટુકડીઓના સેનાનાયકો નિયુકત કરીને તેઓ તેમનાં નામ જાહેર કરે.

10 “જયારે તમે કોઈ નગર સામે યુદ્ધ કરવા જાઓ ત્યારે પહેલાં તેને સંધિનું કહેણ મોકલવું. 11 જો તે સંધિનો સ્વીકાર કરે અને તમાંરા માંટે નગરના દરવાજા ઉઘાડે, તો તે નગરના તમાંમ લોકો તમાંરા ગુલામ બની જાય. 12 પરંતુ જો તેઓ સંધિનો અસ્વીકાર કરે અને યુદ્ધે ચઢાવા માંગે તો તમાંરે તે નગરને ઘેરો ઘાલવો. 13 અને જયારે તમાંરા યહોવા દેવ તે નગરને તમાંરે હવાલે કરશે, તમાંરે તે નગરના તમાંમ પુરૂષોનો સંહાર કરવો. 14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંખર અને બીજું બધું લૂંટી લેવું. તમાંરા દેવ યહોવાએ દુશ્મનો પાસેથી અપાવેલી લૂંટ તમે ભોગવી શકો છો. 15 જે પ્રજાઓની ભૂમિમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ના હોય એવાં દૂરના નગરો સાથે તમાંરે એ રીતે વર્તવું.

16 “પરંતુ દેવ યહોવા જે ભૂમિ તમને તમાંરા કબજામાં આપે છે, તેમાં તમાંરા દ્વારા કોઇ પણ જીવતું છોડાઇ જવું ન જોઇએ. તમાંરે તમાંમ મનુષ્ય અને પ્રાણીઓનો નાશ કરવો. 17 હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝઝીઓ અને યબૂસીઓનો તમાંરે સંપૂર્ણ નાશ કરવો. તમાંરા યહોવા દેવની આ આજ્ઞા છે. 18 જેથી તેઓ પોતે પોતાના દેવોની પૂજામાં જે ધૃણાજનક વિધિઓ કરે છે એનું અનુકરણ કરવા તમને લલચાવે નહિ અને શીખવે નહિ, તેથી તમે તમાંરા દેવ યહોવાના ગુનેગાર ન બનો.

19 “કોઈ નગરને જીતી લેવા માંટે લાંબા સમય સુધી ઘેરો ઘાલવો પડે તો, તમાંરે આજુબાજુનાં વૃક્ષોના નાશ ન કરવા, ફળાઉવૃક્ષોનાં ફળ ખાવાં, પરંતુ તે વૃક્ષોનો નાશ ન કરો. વૃક્ષો તમાંરાં દુશ્મનો નથી કે તેમને કાપી નાખવા પડે. 20 ફળો ના આપે તેવાં વૃક્ષોને તમે કાપી શકો. કિલ્લામાં અંદર અથવા બહાર જવાના રસ્તાને રોકવામાં તેને વાપરો અને યુદ્ધમાં વપરાતા ઓજારો માંટે વાપરો, તમે શહેરને કબજે કરવા સમર્થ થાવ ત્યાં સુધી.

જો કોઈ વ્યકિતની લાશ મળે તો

21 “વચન અનુસાર તમાંરા દેવ યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે ત્યાં કોઈનું ખૂન થયું હોય અને તેની લાશ ખુલ્લા ખેતરમાં મળી આવે અને એનો માંરનાર કોણ છે એની ખબર ના હોય, તો તમાંરા આગેવાનો અને ન્યાયાધીશો તે લાશથી આસપાસના નગરોનું અંતર માંપે અને કયું નજીક છે તે નક્કી કરે. ત્યારબાદ તે નગરના વડીલો એ એવી ગાય લાવવી કે જેણે ખેતરમાં કામ કર્યું નથી અને કદી ઝૂંસરીએ જોડાઇ ના હોય. અને તેઓએ તેને જયાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય તેવી ખીણમાં લઇ જવી, વહેતા જળના વહેળામાં તેને લઈ જાય અને તેની ડોક ત્યાં ભાંગી નાખવી. પછી લેવીવંશી યાજકોએ આગળ આવવું; કારણ, તમાંરા દેવ યહોવાએ તેમને પોતાની સેવા કરવા માંટે તથા યહોવાના નામે આશીર્વાદ આપવા પસંદ કરેલા છે, તથા બધા જ ઝઘડાઓ તથા માંરામાંરીના બનાવોનો તેમની આજ્ઞા પ્રમાંણે ચુકાદો આપવાનો છે. ત્યારબાદ લાશની સૌથી નજીકના ગામના વડીલો તે ગાય પર પોતાના હાથ ધોઈ નાખે,કે જેની ડોક ખીણમાં તેમણે ભાંગી છે. અને પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરે કે, ‘અમાંરે હાથે આ લોહી રેડાયું નહોતું તેમ અમે એના સાક્ષી પણ નહોતા. હે યહોવા, તમે જેમને ગુલામીમાંથી મુકિત અપાવી છે તમાંરા પોતાના ઇસ્રાએલી બંધુઓને માંફ કરો, અને આ નિર્દોષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો.’ આ રીતે યહોવાએ જે નિયમ ઠરાવ્યો છે તેને અનુસરીને યહોવાની નજરમાં જે ન્યાય છે તે કરશો તો તમે નિર્દોષના ખૂનના દોષમાંથી મુકત થશો.

યુદ્ધની સ્ત્રી કેદીઓ

10 “જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા યહોવા દેવ તમાંરા દુશ્મનોને તમાંરા કબ્જે કરાવે. 11 તેઓમાંના કેટલાકને તમે કેદ કરી અને એ કેદીઓની કોઈ રૂપાળી સ્ત્રી તમાંરી નજરે પડે અને તમને ગમી જાય અને તમાંરે તેની સાથે પરણવું હોય તો, 12 તમાંરે તેને તમાંરે ઘેર લઈ આવવી, ત્યાં તે પોતાનું માંથું મુંડાવે અને પોતાના નખ લેવડાવે 13 અને બંદીવાન થઈ ત્યારે જે વસ્ત્રો પહેર્યાં હોય તે બદલી નાખે; ત્યારબાદ તે તમાંરા ઘરમાં રહે અને એક માંસ સુધી તેના માંતાપિતા માંટે શોક કરે. પછી તમે તેની સાથે પરણી શકો, તેને પત્ની માંની તેની પાસે જવું. 14 પછી જયારે તે તમને ન ગમે તો તમાંરે તેને મુકત કરી દેવી. પરંતુ તમાંરે તેને વેચવી કે ગુલામ તરીકે રાખવી નહિ, કારણ કે તમે તેની આબરૂ લીધી છે.

વારસા હક્ક

15 “જો કોઈ પુરૂષને બે પત્નીઓ હોય, એક માંનીતી અને બીજી અણમાંનીતી, અને તે બંનેને પુત્ર જન્મે, અને અણમાંનીતી પત્નીનો પુત્ર મોટો હોય, 16 અને પછી જયારે પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો વખત આવે ત્યારે તેણે અણમાંનીતી પત્નીનો પુત્ર જે એનો સાચો મોટો પુત્ર છે તેની અવગણના કરીને માંનીતી પત્નીના પુત્રને મોટો પુત્ર ગણવો નહિ. 17 તેણે અણમાંનીતી સ્ત્રીના પુત્રના મોટા પુત્ર તરીકેના અધિકારો માંન્ય રાખવા તથા પોતાની બધી મિલકતમાંથી તેને બમણો ભાગ આપવો, કારણ, તે તેના પ્રથમ ખોળાનો પુત્ર છે, અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.

આજ્ઞાભંગ કરનાર સંતાનો

18 “જો કોઈ વ્યકિતનો પુત્ર જીદ્દી અને બંડખોર હોય, અને માંતાપિતાની અવજ્ઞા કરતો હોય, અને શિક્ષા કરવા છતાં ગણકારતો ના હોય, 19 તો તેનાં માંતાપિતાએ તેને પકડીને ગામના ચોરામાં ગામના વડીલો આગળ રજૂ કરવો. 20 અને તેમને કહેવું કે, ‘અમાંરો પુત્ર અમાંરા કહ્યામાં નથી, જીદ્દી અને બળવાખોર છે, તે લાલચુ અને પિયક્કડ છે, તે કાબૂ બહાર ચાલ્યો ગયો છે.’ 21 પછી તે ગામના બધા લોકોએ તેને ઇટાળી કરીને માંરી નાખવો. અને આ રીતે તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું. પછી સર્વ ઇસ્રાએલીઓ આ જાણશે અને ગભરાઇને ચાલશે.

અપરાધીને માંરીને ઝાડ પર લટકાવાય છે

22 “જો કોઈ વ્યકિત અપરાધ કરે જે તેના પર મૃત્યુ દંડ લાવે અને તે મરી જાય ત્યારે તમાંરે તેના શરીરને કોઈ વૃક્ષની ડાળીએ લટકાવવું. 23 પરંતુ તેના મૃતદેહને રાત્રિ સમયે લટકતો ન રાખવો, તે જ દિવસે તેને દાટી દેવો, કારણ કે વૃક્ષ પર લટકાવેલા માંણસ દેવથી શ્રાપિત થાય છે, જે ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપી રહ્યા છે તેને તમાંરે અશુદ્વ કરવી નહિ.

માર્ક 13:21-37

21 “તે સમયે કેટલીક વ્યક્તિઓ તમને કહેશે, ‘જુઓ, અહીં ખ્રિસ્ત છે!’ અથવા બીજી એક વ્યક્તિ કહેશે, ‘તે ત્યાં છે!’ પણ તેમનું માનશો નહિ. 22 જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે. તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે, જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે. 23 તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.”

24 “તે દિવસો દરમ્યાન આ વિપત્તિઓ પછી,

‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
    અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ.
25 આકાશના તારાઓ ખરવા લાગશે,
    અને આકાશના પરાક્રમો હલાવાશે.’[a]

26 “પછી લોકો માણસના પુત્રને ઘણાં પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. 27 માણસનો પુત્ર પૃથ્વીની ચારેબાજુ તેના દૂતોને મોકલશે. દૂતો પૃથ્વી પરના દરેક ભાગોમાંથી તેના પસંદ કરેવા લોકોને ભેગા કરશે.

28 “અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 29 આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય[b] નજીક છે. 30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે. 31 આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.

32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે. 33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.

34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. 35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે. 36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ. 37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International