Old/New Testament
પાસ્ખાપર્વની સમીક્ષા
16 “આબીબ[a] ના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા. 2 યહોવાએ પસંદ કરેલા પવિત્રસ્થાને તમાંરે તમાંરા દેવ યહોવાને બલિદાન તરીકે એક નર ગાડરુ, લવારું કે વાછરડું ધરાવવું. 3 તમાંરે એના પ્રસાદ સાથે બેખમીર રોટલી ખાવી. મિસરમાંથી તમે નાસી છૂટયા ત્યારે જે રોટલી ખાધી હતી તેની સ્મૃતિમાં તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાઓ. કારણ કે, તમાંરે મિસરમાંથી બહુ ઉતાવળમાં નીકળવું પડયું હતું અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે જે દિવસે બહાર આવ્યા તેની સ્મૃતિ જીવનભર તાજી રાખશો. 4 સાત દિવસ પર્યંત તમાંરા ઘરમાં ખમીરનો છાંટો પણ ન હોવો જોઈએ. તેમજ પહેલે દિવસે સાંજે વધેરેલા પશુનું થોડું પણ માંસ સવાર સુધી વાસી રહેવું જોઈએ નહિ.
5 “પાસ્ખાના બલિદાનનું પશુ તમાંરે તમાંરા દેવ યહોવાએ તમને આપેલા કોઈ પણ ગામમાં વધેરવું નહિ. 6 પરંતુ તમાંરે યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને જ વધેરવું. તમાંરે એ પશુને પાસ્ખાના બલીને સંધ્યાકાળે જે સ્દ્માંમયે તમે મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે માંરવું. 7 અને યહોવાએ પસંદ કરેલ પવિત્રસ્થાને જ તમાંરે તે રૌંધીને ખાવું અને સવારમાં પાછા પોતપોતાને ઘેર જવા નીકળવું. 8 છ દિવસ સધી તમાંરે બેખમીર રોટલી જ ખાવી. સાતમાં દિવસે પ્રત્યેક નગરમાં લોકો યહોવા તમાંરા દેવ સમક્ષ તેમના માંનમાં ઉત્સવની પૂર્ણાહૂતિ કરે, તે દિવસે કોઈ કામ કરવું નહિ.
કાપણીનો ઉત્સવ
9 “ઊભા પાકને લણવાની શરૂઆત કરો ત્યારથી તમાંરે સાત અઠવાડિયાં ગણવાં, 10 ત્યાર બાદ તમાંરા દેવ યહોવાના માંનમાં કાપણીનો ઉત્સવ ઊજવવો, અને યહોવાના તમાંરા પરના આશીર્વાદોના કારણે થયેલી ઊપજના પ્રમૅંણમાં તમાંરે ઐચ્છિકાર્પૈંણ લાવવું. 11 યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને તમાંરે અને તમાંરાં સંતાનોએ, તમાંરાં દાસદાસીઓએ, તમાંરા ગામમાં વસતા લેવીઓએ, અને તમાંરા ભેગા વસતા વિદેશીઓ, અનૅંથો તથા વિધવાઓએ મળીને આ આનંદોત્સવ મૅંણવો. 12 તમે મિસરમાં ગુલામ હતા, તેથી આ આજ્ઞાનું પાલન કરીને કાળજીપૂર્વક નિયમોનું પાલન કરવાનું યાદ રાખજો.
માંડવાપર્વ
13 “તમે તમાંરાં ખળામાં અનાજ ઉપણવાનું અને દ્રાક્ષા પીલવાનું કામ પૂંરુ કરો તે પદ્ધી કાપણીની ઋતુના અંત ભાગમાં સાત દિવસ સધી માંડવાપર્વ ઊજવવું. 14 તમાંરે, તમાંરાં સંતાનો, દાસદાસીઓ, લેવીઓ તથા તમાંરા ગામમાં વસતા વિદેશીઓ, અનાથો અને વિધવાઓ સાથે એ ઉત્સવનો આનંદ મૅંણવો. 15 તમાંરા દેવ યહોવાના માંનમાં તમાંરે યહોવાએ પસંદ કરેલા સ્થાને સાત દિવસ સધી ઉત્સવ ઊજવવો. તમાંરા દેવ યહોવાના આશીર્વાદથી તમને તમાંરા પાકમાં તેમ જ તમાંરાં બધાં કાર્યોમાં થયેલ લાભ માંટે તમાંરે આનૈંદથી ઉત્સવ ઊજવવો, તેથી આનંદ કરો, ને ખુશ રહો.
16 “તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ. 17 પ્રત્યેકે યહોવાએ આપેલા આશીર્વાદના પ્રમાણમાં પોતપોતાની શકિત મુજબ અર્પૈંણો લાવવા.
લોકોના ન્યાયૅંધીશો અને ઉપરીઓ
18 “તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો. 19 તેમણે ન્યાયના કામમાં ઘાલમેલ કરવી નહિ. કોઈની શરમમાં ખેંચાવું નહિ, લાંચ લેવી નહિ, કારણ લાંચ શૅંણા મૅંણસને પણ અંધ બનાવી દે છે. અને ન્યાયી મૅંણસ પાસે પણ ખોટા ચુકાદા અપાવે છે. 20 સારાપણું અને નિષ્પક્ષપણું મહત્વનાં છે, હંમેશા સારા અને નિષ્પક્ષ રહેવા ઇચ્દ્ધો. તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે જેમાં તમે કાયમ માંટે વસવાટ કરવાના છો તેના પર જીવતા રહેવાનો આ એક જ માંર્ગ છે.
દેવ યહોવા મૂર્તિઓને ધિક્કારે છે
21 “તમે તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધો તો તેની પાસે કોઈ પણ સંજોગોમાં શરમજનક મૂર્તિઓ કે અશેરાદેવીઓનું કોઈ પણ લાકડાનું પ્રતીક રોપવું નહિ. 22 તેમજ કોઈ પૂજાસ્તંભ ઊભો કરવો નહિ. કારણ કે; તમાંરા દેવ યહોવા તેઓને ધિક્કારે છે.
ફકત સારા પ્રૅંણીઓનું બલિદાન
17 “તમાંરા દેવ યહોવાને તમાંરે ખોડખાંપણવાળાં બળદ કે ઘેટું અર્પણ કરવાં નહિ. કારણ કે આવાં બલિદાનો યહોવાને ધૃણાપાત્ર છે.
મૂર્તિપૂજાની સજા
2 “તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે, 3 અને મેં જે વિષે સખત ના જણાવી છે તેવા અન્ય દેવો એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારાઓનું-નક્ષત્રોનું પૂજન કરે છે. 4 અને તમને એ વાતની ખબર પડે તો તમાંરે તેની કાળજીપૂર્વક તપાસ કરવી. અને જો એ વાત સાચી ઠરે અને એવું સાબિત થાય કે, એવી ઘૃણાપાત્ર ઘટના ઇસ્રાએલમાં બનવા પામી છે, 5 તો એવું દુષ્ટકૃત્ય કરનાર સ્ત્રી કે પુરૂષને શહેરના દરવાજા આગળ લાવી, ઇટાળી કરી તેને માંરી નાખવો. 6 પરંતુ એકાદ સાક્ષીના આધારે કોઈ વ્યકિતને માંરી નાખવી નહિ; તે માંટે ઓછામાં ઓછા બે અથવા ત્રણ સાક્ષી હોવા જ જોઈએ. 7 ઇટાળી કરતી વખતે સાક્ષીઓએ પ્રથમ પથ્થર માંરવો અને ત્યારબાદ બીજાઓએ માંરવા; આ રીતે તમાંરે એ અનિષ્ટ દૂર કરવું.
મુશ્કેલ ન્યાય ચૂકાદાઓ
8 “કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી. 9 લેવી કુળસમૂહના યાજકોની કે તે વખતના ન્યાયાધીશની પાસે જઈ તેમને પૂછવું, તેઓ તમને સાચો નિર્ણય કહેશે. 10 ત્યાં યહોવાની પસંદ કરેલી જગ્યા પર તેઓ તેમનો ચુકાદો તમને કહેશે. તમાંરે તે ચુકાદાને સ્વીકારવો અને યથાર્થ તેનું અનુસરણ કરવું, તેઓ તમને જે કઇ કરવા કહે તે કરવા નિશ્ચિત બનો. 11 તેઓ જે ચુકાદો આપે તેને સ્વીકારવો, અને તેમની તમાંમ સૂચનાઓનો અમલ કરવો. તેઓ કહે તેમાં કઇ પણ બદલશો નહિ.
12 “જો કોઈ તે વખતે દેવ યહોવાની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચૂકાદાઓ અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તેને દેહાતદંડ આપવો. આમ, તમાંરે એ પાપીઓને ઇસ્રાએલમાંથી દૂર કરવા. 13 પછી બીજા બધા લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ગભરાઇ જશે અને એવી દુષ્ટતા કદી કરશે નહિ.
રાજાઓનો રાજધર્મ
14 “તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપે છે ત્યાં પહોંચી જાઓ અને તેનો કબજો લઈ ત્યાં વસવાટ કરો, પછી તમને એમ લાગે કે, ‘અમાંરી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમાંરે પણ રાજા હોવો જોઈએ.’ 15 તો તમાંરે તમાંરા યહોવા દેવ જે વ્યકિતને પસંદ કરે તેને જ તમાંરે રાજા તરીકે નિયુકત કરવો. પરંતુ તે ઇસ્રાએલી હોવો જોઈએ, વિદેશી નહિ. 16 તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’ 17 વળી તેણે વધારે પત્નીઓ પણ કરવી નહિ. નહિ તો તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ જવાનો ભય છે. વળી તેણે વધારે સોનું; ચાંદી પણ સંઘરવુ નહિ. તે અતિ શ્રીમંત ન હોવો જોઈએ.
18 “તેના રાજ્યાભિષેક પછી તેણે લેવી યાજકો પાસે રહેલ નિયમની એક નકલ પોતાને માંટે કરાવી લેવી. 19 અને તેણે એ જીવનપર્યત પોતાની પાસે રાખવી અને દરરોજ એનો પાઠ કરવો, જેથી તે પોતાના દેવ યહોવાથી ગભરાઇને ચાલતાં શીખે અને આ નિયમના પ્રત્યેક નિયમોનું પાલન કરે. 20 એમ કરવાથી તે પોતાના દેશબંધુઓને ઉતરતી કોટિના ગણશે નહિ, તથા આ આજ્ઞાઓથી વિમુખ થશે નહિ અને આમ કરવાથી તેઓ લાંબો સમય શાસન કરશે, અને તેના વંશજો ઇસ્રાએલ પર પેઢીઓ સુધી રાજ્ય કરશે.
યાજકો તથા લેવીવંશીઓને સહાય
18 “યાદ રાખજો, યાજકો તથા લેવી કુળસમૂહના અન્ય સર્વ સભ્યોને ઇસ્રાએલમાં કોઈ પ્રદેશ ફાળવવામાં નહિ આવે, તેઓ યહોવાને ચઢાવેલાં યજ્ઞ અને બીજા બલિદાન ઉપર ગુજરાન ચલાવે. 2 તેઓને તેમના બીજા કુળસમૂહોની જેમ પ્રદેશનો કોઈ ભાગ મળે નહિ, યહોવાએ આપેલા વચન પ્રમાંણે યહોવા જ તેમનો ભાગ છે.
3 “બલિદાન માંટે લાવવામાં આવતાં પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને જ આપવામાં આવે. 4 તદુપરાંત આભારસ્તુતિ અથેર્ કાપણીનો જે ભાગ યહોવા સમક્ષ લાવવામાં આવે તે યાજકોને મળે-અનાજનો, નવા દ્રાક્ષારસનો જૈતતેલનો અને ઘેટાનું ઊન ઉતારે ત્યારે તેનો પ્રથમ ફાલ. 5 કારણ કે યહોવાએ તમાંરા બધા વંશોમાંથી તેના હિતમાં રહી સેવા કરવા લેવીના વંશજોને કાયમને માંટે પસંદ કરેલા છે.
6 “ઇસ્રાએલમાં કોઈ પણ જગ્યાએ રહેતા લેવીને કોઇ પણ સમયે દેવના ખાસ સ્થાનમાં આવવાનો હક્ક છે. 7 ત્યાં નિયમિત સેવા કરતા તેના સાથી લેવીઓની જેમ તે યહોવાના નામમાં સેવા કરી શકે છે. 8 યજ્ઞમાંથી તેમનો જેટલો જ ભાગ છે તેટલાનો જ એ હક્કદાર છે. એના કુટુંબને સામાંન્ય રીતે જે ભાગ મળે છે, આ તેની ઉપરાંતનું હશે.
ઇસ્રાએલ, અન્ય દેશોના અનુકરણથી સાવધાન!
9 “જયારે તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યા છે ત્યાં પહોંચો, ત્યારે ત્યાંની અન્ય પ્રજાઓના ધિક્કારપાત્ર દુષ્ટ રિવાજોનું અનુકરણ કરીને ભ્રષ્ટ થશો નહિ. 10 કોઈ પણ ઇસ્રાએલીએ પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલી તરીકે હોમવાં નહિ, કોઇ પણ ઇસ્રાએલી જ્યોતિષ, જાદુગર, ડાકણ, કે માંયાવી જાદુગર બને નહિ. 11 મદારીનું કામ કરવું નહિ, ભૂવાનું કે જંતરમંતરની જાદુક્રિયા કરીને પ્રેતાત્માંઓને બોલાવવા નહિ, 12 જે લોકો આવાં કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર રિવાજોને કારણે જ તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરા માંર્ગમાંથી દૂર કરે છે. 13 તેથી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ દોષરહિત જીવન જીવવું અને યહોવાને અનન્ય નિષ્ઠાથી વળગી રહેવું.
યહોવાનો વિશિષ્ટ યાજક
14 “જે પ્રજાઓનું સ્થાન તમે લઈ રહ્યા છો તે પ્રજાઓ જોષીઓ તથા શુકન અપશુકન જોનારાઓની વાત કાને ધરે છે, પણ તમને તો તમાંરા દેવ યહોવા એવી છૂટ આપતા નથી. 15 પરંતુ દેવ તમાંરામાંથી જ માંરા જેવો એક પ્રબોધક ઇસ્રાએલમાંથી પેદા કરશે. અને તેમની વાત જ તમાંરે સાંભળવી. 16 કારણ કે તમે આ જ માંગણી હોરેબ પર્વત આગળ દેવ પાસે કરી હતી. ત્યાં પર્વતની તળેટી આગળ તમે માંગ્યું હતું કે, ‘તમાંરે દેવનો આવો ભયજનક અવાજ ફરી ન સાંભળવો પડે અથવા પર્વત પર ભયજનક અગ્નિ જોવો ન પડે, રખેને તમે મૃત્યુ પામો.’
17 “યહોવાએ મને કહ્યું, ‘તેઓ માંગે છે તે સારૂં છે. તેઓએ જે વિનંતી કરી છે તે પ્રમાંણે હું કરીશ. 18 હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે; 19 અને જો કોઈ માંરા નામે એ જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’
જૂઠા પ્રબોધકની ઓળખ
20 “પણ જો કોઈ પ્રબોધક ખોટો દાવો કરશે કે મેં તેને કઇ સંદેશો આપ્યો છે, તો તેને માંરી નાખવો અને અન્ય દેવો તરફથી તેને સંદેશો મળ્યો છે એમ કોઇ પ્રબોધક કહે તેને માંરી જ નાખવો. 21 છતાં તમાંરા મનમાં જો એમ થતું હોય કે, ‘અમુક વચનો યહોવાના નથી, એ અમાંરે કેવી રીતે જાણવું?’ 22 તો એનો ઉત્તર છે, જયારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને તે જો સાચું ન પડે તો સમજવું કે, એ યહોવાનું વચન નથી. એ પ્રબોધકની ખોટી વાણી છે, પોતે ઉપજાવી કાઢેલી છે, તેથી તમાંરે તેનાથી ગભરાવું નહિ.
મંદિરનું વિનાશાત્મક ભાવિ
(માથ. 24:1-25; લૂ. 21:5-24)
13 ઈસુ મંદિરમાંથી વિદાય લેતો હતો તેના શિષ્યોમાંના એકે કહ્યું, “જો, ઉપદેશક! આ મંદિરમાં ઘણા આકર્ષક મકાનો અને ઘણા મોટા પથ્થરો છે.”
2 ઈસુએ કહ્યું, “તમે આ મોટાં બાંધકામો જુઓ છો? આ બધાં બાંધકામોનો વિનાશ થશે. દરેક પથ્થર જમીન પર ફેંકવામાં આવશે. એક પણ પથ્થર ત્યાં રહેવા દેવામાં આવશે નહિ.”
3 પાછળથી, ઈસુ જૈતૂનના પહાડ પર એક જગ્યાએ બેઠો હતો. તે પિતર, યાકૂબ, યોહાન તથા આંન્દ્રિયા સાથે એકલો હતો. તેઓ બધા મંદિરને જોઈ શક્યા. પેલા શિષ્યોએ ઈસુને પૂછયું. 4 “અમને કહે, આ ક્યારે બનશે? અને આ સમય બનવા માટેનો છે તે બાબતે અમને કઈ નિશાની બતાવશે?”
5 ઈસુએ શિષ્યોને કહ્યું, “સાવધાન રહો! કોઈ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે. 6 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કહેશે, ‘હું એ છું’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. 7 તમે યુદ્ધો વિષે સાંભળશો અને યુદ્ધોની અફવાઓ વિષે સાંભળશો. પણ ગભરાશો નહિ. આ વસ્તુઓ તેનો અંત થતા પહેલા થશે. 8 રાજ્યો બીજા રાજ્યો સામે લડશે. એવો સમય આવશે જ્યારે લોકોને માટે ખાવાનું પણ નહિ હોય. અને ત્યાં જુદા જુદા સ્થળોએ ધરતીકંપ થશે. મહા દુ:ખનો આ તો આરંભ છે. બાળક જન્મતા પહેલા થતી પીડાઓ જેવી આ વસ્તુઓ છે.
9 “પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો. 10 આ વસ્તુઓ બને તે પહેલા બધા લોકોને સુવાર્તા પહોંચવી જોઈએ. 11 તમને પકડવામાં આવશે અને ન્યાય થશે. પરંતુ તમારે શું કહેવું જોઈએ તેની ચિંતા અગાઉથી ના કરશો. તે સમયે દેવ તમને જે આપે તે કહેશો. તે વખતે ખરેખર તમે બોલશો નહિ પણ તે પવિત્ર આત્મા બોલનાર છે.
12 “ભાઈઓ પોતાના ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. પિતા પોતાના બાળકોની વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા સોંપશે. બાળકો તેમના માતાપિતાની વિરૂદ્ધ થશે અને તેમના માબાપને મારી નંખાવવાના રસ્તા શોધશે. 13 બધા લોકો તમને ધિક્કારશે. કારણ કે તમે મને અનુસરો છો. પણ જે વ્યક્તિ અંત સુધી ટકશે તેનું તારણ થશે.
14 “જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.” (જે આ વાંચે છે તેમણે સમજવું.) “તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ. 15 કોઈ પણ વસ્તુ માટે રોકાયા વિના સમય બગાડ્યા વિના લોકોએ ભાગી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તેના ઘરના છાપરા ઉપર હોય તો તેણે તેના ઘરમાંથી કઈ પણ લેવા સારું નીચે જવું જોઈએ નહિ. 16 જો કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તેણે તેનો ડગલો લેવા પાછા જવું ન જોઈએ.
17 “તે સમયે સ્ત્રીઓ જે ગર્ભવતી છે અથવા જેને ધાવણાં બાળકો છે, તેઓ માટે ઘણું ખરાબ હશે. 18 અને (તમારું નાસવુ) શિયાળામાં ન થાય તે માટે પ્રાર્થના કરો. 19 શા માટે? કારણ કે તે દિવસો દરમ્યાન ઘણી મુશ્કેલીઓ હશે. શરૂઆતમાં દેવે જ્યારે આ જગત બનાવ્યું ત્યારે જે કંઈ બન્યું હતું તેના કરતા વધારે મુશ્કેલીઓ ઊભી થશે અને આવી મુશ્કેલીઓ ફરીથી ક્યરેય બનશે નહિ. 20 તે ભયંકર સમયને ટૂંકો કરવાનો નિર્ણય દેવે કર્યો છે. જો તે સમયને ટૂંકો કરવામાં ન આવ્યો હોત તો પછી કોઈ વ્યક્તિ જીવતી રહી શકી ના હોત. પણ દેવે તેણે પસંદ કરેલા તેના ખાસ લોકોને માટે તે સમય ટૂંકો કર્યો છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International