Old/New Testament
ઇસ્રાએલીઓ તેમની ભૂમિમાં પાછા ફરશે
30 “મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો. 2 અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો. 3 તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે. 4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે. 5 તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે. 6 તમાંરા દેવ યહોવા તમાંરાં તથા તમાંરાં સંતાનોનાં હદય પરિવર્તન કરશે, જેથી તમે તેને પૂર્ણ હૃદય અને આત્માંથી પ્રેમ કરો અને જેથી તમે જીવતા રહેશો.
7 “ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે. 8 અને તમે ફરીથી તેને આધિન થશો અને આજે હું તમને તેની જે આજ્ઞાઓ જણાવું છું તેનું ફરીથી પાલન કરશો, 9 તેથી તમાંરા યહોવા દેવ તમે જે કોઈ કામ કરશો તેમાં તમને સફળતા આપશે, અને તમને ઘણાં સંતાનો, પુષ્કળ ઢોરઢાંખર તથા ઉત્તમ પાકની ઉપજ આપશે. યહોવા તમાંરા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તમાંરા પર પણ ફરી પ્રસન્ન થશે અને તમાંરું કલ્યાણ કરશે; 10 પણ તમાંરે તેને કાળજીપૂર્વક સાંભળવો જ. આ નિયમના ગ્રંથમાં તમાંરા દેવે લખેલી આજ્ઞાઓ અને નિયમો પાળો. અને તેની તરફ પૂર્ણ હદય અને આત્માંથી પાછા ફરો ત્યારે તે બહું પ્રસન્ન થશે.
ઇસ્રાએલ સામેના બે વિકલ્પો
11 “હું આજે તમને જે આજ્ઞાઓ જણાવું છું તે તમાંરી શકિત બહારની નથી, તેમ તમાંરાથી છેક દૂરની પણ નથી. 12 આ નિયમો આકાશમાં ઉંચે નથી કે તમે કહો કે, ‘કોણ એટલું ઉપર જશે અને આપણા માંટે તે લાવશે, કે જેથી આપણે તે સાંભળી તેનું પાલન કરીએ.’ 13 તેમ એ દરિયાપાર પણ નથી કે તમને એવું થાય કે, ‘દરિયાપાર જઈને કોણ અમાંરે માંટે એ લઈ આવે? અને અમને જણાવે, જેથી અમે તેનું પાલન કરી શકીએ?’ 14 પરંતુ તે તો છેક તમાંરી નજીક છે, તમાંરે હોઠે અને હૈયે છે, તેથી તમે તેમને આધિન થાઓ.
15 “જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું. 16 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનો અમલ કરશો, તમાંરા દેવ યહોવા પર પ્રેમ રાખશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદાઓનું પાલન કરીને તેને માંગેર્ ચાલશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પર આશીર્વાદ વરસાવશે, તમે જે દેશનો કબજો લેવા માંટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં સદાને માંટે રહી શકશો, તથા વૃદ્ધિ અને સમૃદ્ધિ પામશો. 17 પરંતુ જો તમાંરા હૃદય યહોવાથી વિમુખ થઈ જાય અને તમે તેની અવજ્ઞા કરો અને તેનું ન સાંભળો, અને અન્ય દેવોની તમે સેવા પૂજા કરવા માંટે દોરવાઈ જાઓ, 18 તો આજે હું તમને જણાવી દઉ છું કે તમે નાશ પામશો, અને યર્દન ઓળંગીને તમે જે દેશમાં કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં વધારે આયુષ્ય ભોગવી નહિ શકો.”
19 “આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો. 20 તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખજો; તેમને આધિન રહો, અને તેમને કદી છોડી દેશો નહિ, કારણ કે યહોવા તમાંરું જીવન છે. અને તે તમને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપેલા વચન પ્રમાંણે આપેલા દેશમાં દીર્ધાયુ પ્રદાન કરશે.”
મૂસાના અનુગામી યહોશુઆ
31 ઇસ્રાએલી પ્રજાને ઉદેશીને મૂસાએ આ બધી બાબતો અંગે વધુમાં કહ્યું, 2 “હું હવે 120 વર્ષનો થયો છું, તેથી તમને સૌને દોરવા માંટે હું શકિતમાંન નથી. યહોવાએ મને કહ્યું છે કે, ‘હું યર્દન નદી પાર કરી શકીશ નહિ.’ 3 પરંતુ તમાંરા દેવ યહોવા તમાંરી આગળ રહીને યર્દન નદી ઓળંગશે અને તમાંરી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેમનો પ્રદેશ કબજે કરશો. અને યહોવાની આજ્ઞા પ્રમાંણે યહોશુઆ તમાંરી આગેવાની લેશે.
4 “યહોવાએ અમોરીઓના રાજાઓ સીહોન અને ઓગ અને તેમના દેશોનો નાશ કર્યો તે રીતે તે આ દેશમાં રહેતા લોકોનો નાશ કરશે. 5 અને યહોવા તે લોકોને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમાંરે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6 તમાંરે બળવાન અને હિંમતવાન થવું, તેઓથી ગભરાવું નહિ, કારણ કે, તમાંરા યહોવા દેવ તમાંરી સાથે છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે પણ નહિ.”
7 ત્યારબાદ મૂસાએ યહોશુઆને બોલાવડાવીને બધા ઇસ્રાએલીઓ સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થજે, દૃઢ રહેજે, કારણ, તારે આ લોકોને યહોવાએ એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં લઈ જવાના છે. અને તારે એ લોકોને તે દેશની ભૂમિ વહેંચી આપવાની છે, 8 યહોવા જાતે તારી આગેવાની લેશે, તે તારી સાથે રહેશે, તે તારા પ્રત્યે અવિશ્વાસુ બનશે નહિ; કે તને એકલોે પણ મૂકશે નહિ, માંટે તું જરાય ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”
નિયમનું પારાયણ
9 મૂસાએ આ નિયમ લખીને યહોવાના નિયમના ગ્રંથમાં ઉપાડનાર લેવી યાજકોને અને બધા આગેવાનોને પણ તે નિયમની એક એક નકલ આપી. 10 અને તેઓને એવી આજ્ઞા કરી કે, “દર સાતમે વર્ષે, એટલે કે મુકિત માંટે નક્કી કરેલા વર્ષે માંડવાન ઉત્સવ વખતે, 11 જયારે બધા ઇસ્રાએલીઓ યહોવા તમાંરા દેવે પસંદ કરેલા સ્થાને દેવને મળવા આવે ત્યારે તમાંરે આ નિયમો જાહેરમાં વાંચી સંભળાવવો, કે જેથી ઇસ્રાએલના લોકો તેઓને સાંભળી શકે. 12 તમાંરે સૌ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તમાંરા ભેગા વસતા વિદેશીઓને આ સાંભળવા માંટે સભામાં એકત્ર કરવાં, જેથી તેઓ યહોવાથી ગભરાઇને જીવતાં શીખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને આ નિયમથી જાણીતા નહિ એવા તેમના વંશજો પણ એ સાંભળશે, યર્દન નદીની સામેની ભૂમિ કે જે તમે કબજે કરવા જઇ રહ્યાં છો તેમાં યહોવા તમાંરા દેવથી ગભરાતા શીખે.”
યહોવાની છેલ્લી સૂચનાઓ
14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.
15 મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાએ મેઘસ્તંભમાં દર્શન આપ્યા. 16 યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે. 17 ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’ 18 પણ અન્ય દેવોની પૂજા કરીને તેઓએ કરેલાં પાપને કારણે હું તેમનાથી તે દિવસે માંરું મુખ તેઓથી સંતાડીશ.
19 “હવે આ ગીત તું લખી લે, અને પછી તું તે ઇસ્રાએલીઓને શીખવજે, તેમનો તે શીખવા અને રટણ કરવા કહે કે જેથી આ ગીત માંરા માંટે તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે ઉભુ રહેશે. 20 જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે. 21 અને તેઓના પર ભયંકર વિનાશ આવી પડે ત્યારે આ ગીત તે લોકોને તેમના દુ:ખનું કારણ યાદ કરાવશે. (કારણ કે આ ગીત પેઢી દર પેઢી ગવાશે.) તેઓ તે દેશમાં પ્રવેશે તે અગાઉ હું જાણું છું કે, આ લોકો કેવા મનસૂબા ઘડે છે.”
22 તેથી તે જ દિવસે મૂસાએ એ ગીતના શબ્દો લખી લીધા અને તે ઇસ્રાએલીઓને શીખવ્યું.
23 પછી યહોવાએ નૂનના પુત્ર યહોશુઆને કહ્યું, “બળવાન થજે અને દૃઢ રહેજે, કારણ કે, ઇસ્રાએલીઓને મેં જે દેશ આપવા કહ્યું હતું ત્યાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”
મૂસા ઇસ્રાએલીઓને ચેતવણી સાથે છે
24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો અથથી ઇતિ સૂધી એક પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું. 25 ત્યાર પછી આમ કહીં તેણે યહોવાના કરારકોશને ઉપાડવાની લેવીઓને આજ્ઞા કરી, 26 “આ નિયમના ગ્રંથમાં લો અને તેને તમાંરા દેવ યહોવાની કરારકોશની જોડે રાખો, જેથી એ ઇસ્રાએલી પ્રજાને ગંભીર ચેતવણી તરીકે તે ત્યાં જ રહે. 27 મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો! 28 હવે તમાંરા બધા કુળસમૂહોના આગેવાનો, વડીલો અને અમલદારોને માંરી આગળ ભેગા કરો, જેથી હું તેઓ સાથે વાત કરું. અને આકાશ તથા પૃથ્વીને તેઓની વિરુદ્ધ સાક્ષી તરીકે રાખું. 29 મને ખબર છે કે માંરા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો, મેં તમને જે માંર્ગ અપનાવવાની આજ્ઞા કરી હતી તે માંર્ગ છોડી દઈને તમે યહોવાથી તથા તેમની આજ્ઞાઓથી ભટકી જશો, તેથી ભવિષ્યમાં તમાંરા પર આફત ઊતરવાની છે, કારણ કે યહોવાની નજરમાં જે ભૂંડું છે તે તમે કરશો અને તમે યહોવાને ખૂબ ગુસ્સે કરશો.”
મૂસાનું વિદાયગીત
30 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજના સાંભળતાં એ આખા ગીતનો પાઠ કર્યો:
હાકેમ પિલાત ઈસુને પ્રશ્રો પૂછે છે
(માથ. 27:1-2, 11-14; લૂ. 23:1-5; યોહ. 18:28-38)
15 વહેલી સવારમાં મુખ્ય યાજકો, વડીલ યહૂદી આગેવાનો, શાસ્ત્રીઓ અને યહૂદિઓની આખી ન્યાયસભાએ ઈસુનું શું કરવું તે અંગે નિર્ણય કર્યો. તેઓએ ઈસુને પિલાતને સોંપ્યો.
2 પિલાતે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.”
3 મુખ્ય યાજકોએ ઈસુ પર ઘણાં તહોમત મૂક્યાં. 4 તેથી પિલાતે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો. પિલાતે કહ્યું, “તું જોઈ શકે છે કે આ લોકોએ કેટલાં બધાં તારા પર તહોમત મૂક્યાં છે. તું ઉત્તર કેમ આપતો નથી?”
5 પણ ઈસુએ હજી પણ ઉત્તર આપ્યો નહિ. પિલાતને ઘણું આશ્ચર્ય થયું હતું.
ઈસુને મુક્તિ આપવામાં પિલાતનો નિષ્ફળ પ્રયત્ન
(માથ. 27:15-31; લૂ. 23:13-25; યોહ. 18:39–19:16)
6 પ્રતિવર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ એક વ્યક્તિને કારાવાસમાંથી મુક્ત કરી શકતો હતો. લોકો જેને મુક્તિ આપવા ઈચ્છતા હોય તે વ્યક્તિને તે મુક્ત કરી શકે. 7 તે વખતે જેલમાં બરબ્બાસ નામનો માણસ હતો. તે કારાવાસમાં હુલ્લડખોરો સાથે હતો. આ હુલ્લડખોરો હુલ્લડ દરમ્યાન ખૂન માટે ગુનેગાર હતા.
8 લોકો પિલાત પાસે આવ્યા. અને તેને હંમેશા તે જેમ કરતો હતો તે પ્રમાણે એક કેદીને મુક્ત કરવા કહ્યું. 9 પિલાતે લોકોને કહ્યું, “તમે યહૂદિઓના રાજાને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો?” 10 પિલાતે જાણ્યું કે મુખ્ય યાજકોએ તેને ઈસુને સોંપ્યો હતો કારણ કે તેઓને ઈસુની ઇર્ષા હતી. 11 પરંતુ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા કે તેઓ પિલાતને બરબ્બાસને મુક્ત કરવાનું કહે, ઈસુને નહિ.
12 પિલાતે લોકોને ફરીથી પૂછયું, “તેથી મારે આ માણસ જેને તમે યહૂદિઓનો રાજા કહો છો તેની સાથે શું કરવું?”
13 તે લોકોએ ફરીથી બૂમો પાડી, “તેને વધસ્તંભ પર ચઢાવો અને મારી નાખો!”
14 પિલાતે પૂછયું, “શા માટે? તેણે શું કર્યુ છે?”
પરંતુ લોકોએ મોટેથી બૂમો પાડી, “વધસ્તંભ પર તેને મારી નાખો!”
15 પિલાત લોકોને ખુશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.
16 પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા (પ્રૈતોર્યુમ કહેવાતા). તેઓએ બીજા બધા સૈનિકોને સાથે બોલાવ્યા. 17 તે સૈનિકોએ ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. પછી તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. 18 પછી તેઓએ ઈસુને બોલાવ્યો. અને કહ્યું, “હે યહૂદીઓના રાજા સલામ!” એમ કહીને તેઓ તેને પ્રણામ કરવા લાગ્યા. 19 સૈનિકોએ ઈસુને તેના માથા પર લાકડી વડે ઘણી વખત માર્યો. તેઓ પણ તેના પર થૂંક્યા. પછી તેઓ ઈસુને ઘૂંટણે પડ્યા. અને નીચે પડીને નમસ્કાર કરીને તેના ઠઠ્ઠા કર્યા. 20 તેઓએ ઈસુનાં ઠઠ્ઠા કરી રહ્યાં પછી તે સૈનિકોએ જાંબલી રંગનો ઝભ્ભો ઉતારીને તેને તેનાં કપડાં ફરીથી પહેરાવ્યા. પછી તેઓ ઈસુને મહેલમાંથી બહાર કાઢીને વધસ્તંભ પર મારી નાખવા માટે લઈ ગયા.
ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ
(માથ. 27:32-44; લૂ. 23:26-39; યોહ. 19:17-19)
21 ત્યાં કુરેનીનો એક માણસ શહેરમાં ચાલતો આવતો હતો. તે માણસ સિમોન આલેકસાંદર અને રૂફસનો બાપ હતો. સિમોન ખેતરોમાંથી શહેરમાં ચાલતો હતો. તે સૈનિકોએ ઈસુ માટેનો વધસ્તંભ બળાત્કારે સિમોન પાસે ઉંચકાવ્યો. 22 તેઓ ગુલગુથા નામની જગાએ ઈસુને દોરી ગયા. (ગુલગુથાનો અર્થ “ખોપરીની જગ્યા.”) 23 ગુલગુથામાં સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા આપ્યો. આ દ્રાક્ષારસ બોળ સાથે ભેળવેલો હતો. પરંતુ ઈસુએ તે પીવાની ના પાડી. 24 સૈનિકોએ ઈસુને વધસ્તંભે ખીલે જડ્યો. પછી સૈનિકોએ ઈસુના કપડાં તેમની જાતે અંદરો અંદર વહેંચી લીધા. પહેરેલા કયા કપડાંનો કયો ભાગ કયા સૈનિકે લેવો તે નક્કી કરવા માટે તેઓ પાસા વડે જુગાર રમ્યા.
25 જ્યારે ઈસુને તેઓએ વધસ્તંભ પર જડ્યો તે વખતે સવારના નવ વાગ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International