Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યહોશુઆ 13-15

હજી સુધી ન મળેલી ભૂમિ

13 હવે યહોશુઆ ખૂબ વૃદ્ધ થયો હતો અને યહોવાએ તેને કહ્યું, “તું વયોવૃદ્ધ થયો છે, અને હજી બીજાં ઘણાં રાજ્યો જીતવાના બાકી છે, જે આ પ્રમાંણે છે: પલિસ્તીઓનો સમગ્ર પ્રદેશ. ગશૂરીઓનો સમગ્ર પ્રદેશ, મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ, દક્ષિણમાં કનાનીઓની બધી ભૂમિ અને મઆરાહ જે સિદોની લોકોના કબજમાં હતો તથા એમોરીઓની સરહદમાં આવેલ એફેક, અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,

“લબાનોન થી મિસ્રેફોથ-માંઈમ સુધીના પર્વતીય દેશમાં રહેતા બધા સિદોની લોકો, ઇસ્રાએલી લોકોની સામે હું પોતેજ તેઓને હાંકી કાઢીશ. મેં તમને આજ્ઞા કરી હતી તેમ તમે ઇસ્રાએલીઓ વચ્ચે ભૂમિના ભાગલા પાડો ત્યારે આ ભૂમિ આવરી લેવાની ખાતરી કરો. હવે આ ભૂમિને નવ કુળસમૂહો અને મનાશ્શાના અર્ધા કુળસમૂહ વચ્ચે વહેંચી આપ.”

જમીનની ફાળવણી

રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી. તેણે આ ભૂમિ આર્નોન ખીણની ધારે આવેલ અરોએરથી અને શહેર કે જે ખીણની વચ્ચે છે અને દીબોનથી મેદબા સુધીનો સમગ્ર સપાટ પ્રદેશ કબ્જે કર્યા હતાં. 10 અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર. 11 અને ગિલયાદ; ગશૂર અને માંઅખાથ પ્રદેશ; હેર્મોન પર્વતનો સમગ્ર પ્રદેશ; બધું બાશાન છેક સાલખાહ, 12 ઓગ જેણે બાશાનમાં આશ્તારોથમાં અને એડ્રેઈમાં રાજ્ય કર્યુ તેનું સમગ્ર રાજ્ય તે ભૂમિ પર હતું. તે રફાઈઓનાં છેલ્લામાંનો એક હતો, કારણ મૂસાએ રેફાઈઓ પર હુમલો કર્યો હતો અને તેમને દૂર ખસેડી દીધાં હતાં. 13 પણ ઇસ્રાએલીઓએ ગશૂરીઓને અને માંઅખાથીઓને હાંકી કાઢયા ન હતાં. તેઓ આજે પણ ઇસ્રાએલના લોકો વચ્ચે રહે છે.

14 ફક્ત લેવી કુળસમૂહને કોઈ પણ ભૂમિ મળી ન હતી. તેઓનો ભાગ ફક્ત ઇસ્રાએલના દેવ યહોવાને અર્પાતા દહનાર્પણો માંથી જ મળતો હતો જેમ યહોવાએ તેમને વચન આપ્યું હતું.

15 મૂસાએ રૂબેનના કુળસમૂહને ભૂમિ આપી તેમની ટોળીઓ દ્વારા. 16 તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ. 17 અને હેશ્બોનની સપાટ ભૂમિ અને તેના બધા નગરો, દીબોન, બામોથ-બઆલ, બેથ-બઆલમેઓન, 18 યાહાસ, કદેમોથ, મેફાઆથ, 19 કિર્યાથાઈમ, સિબ્માંહ, ખીણમાંના ડુંગર ઉપરનું સેરેથશાહાર, 20 બેથ-પેઓર, પિસ્ગાહ અને બેથયશીમોથની ટેકરીઓ, 21 ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનના[a] રેબાને પણ હરાવ્યા હતા. 22 જે લોકોને ઇસ્રાએલીઓએ યુદ્ધમાં માંરી નાખ્યા હતાં તેમાં બયોર ના દીકરા બલામ કે જે એક ભૂવો હતો તેનો પણ સમાંવેશ થતો હતો. 23 રૂબેનીઓની સરહદ યર્દન નદી અને તેના કાંઠાનો પ્રદેશ હતો, રૂબેનીઓને આ રગ્યા તેમની ટોળીઓ દ્વારા આપવામાં આવી હતી. જેઓને આ શહેરો ગામો સાથે આપવામાં આવ્યા હતાં.

24 મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.

25 તેમની પાસે યાઝેરની ભૂમિ, ગિલયાદના બધાં શહેરો અને અમોરીઓની અડધી ભૂમિથી છેક અરોએર સુધી, જે રાબ્બાહની પૂર્વે છે તે હતાં. 26 એ પ્રદેશ હેશ્બોનથી તે રામાંથ-મિસ્પાહ અને બટોનીમ સુધી અને માંહનાઈમથી દબીરની સરહદ સુધી વિસ્તરેલો હતો. 27 અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી. 28 ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો.

29 મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો.

30 તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો, 31 અને અડધું ગિલયાદ, બાશાનના નગરો આશ્તારોથ અને એડેઈ જ્યાં ઓગ રાજા રહેતો આ બધી ભૂમિ મૂસાએ મનાશ્શાના દીકરા માંખીરના અડધા કુટુંબોને આપી હતી.

32 તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો. 33 પરંતુ મૂસાએ લેવીના કુળસમૂહને કોઈ ભૂમિ આપી ન હતી. યહોવાએ પોતે જ તેમનો ભાગ થવાનું વચન તેમને આપ્યું હતુ. ઇસ્રાએલનો દેવ યહોવા એ જ તમાંરો ભાગ છે વતન વારસો છે, તમાંરી સર્વ જરૂરિયાતોનો સ્ત્રોત માંત્ર છે; અને તેથી યહોવા જ તેઓની પ્રત્યેક જરૂરિયાતની કાળજી રાખશે.

14 આ ભૂમિઓ કનાનમાં છે જે ઇસ્રાએલીઓએ ફાળવણી દ્વારા મેળવી. વહેચણી યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહોના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી. મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો. યૂસફના વંશજો બે કુળસમૂહોમાં વહેંચાયેલા હતા: મનાશ્શા અને એફ્રાઈમ. તેઓમાંના દરેકે થોડી જમીન મેળવી. પણ લેવીઓને જમીનનો કોઈ ભાગ ન મળ્યો. રહેવા અને તેમનાં ઢોરઢાંખર માંટે, તેઓએ અમુક શહેરો અને તેમના ખેતરો મેળવ્યાં. જે પ્રમાંણે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, તે મુજબ ઇસ્રાએલીઓએ ભૂમિ વહેંચી લીધી.

કાલેબને ભૂમિ પ્રાપ્તિ

એક દિવસ યહૂદાના કુળસમૂહના લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યાં. તેઓમાંના એક કનિઝઝી, કાલેબે તેમને કહ્યું, “દેવના માંણસ મૂસાએ કાદેશ-બાર્નેઆમાં તમાંરા અને માંરા વિષે શું કહ્યું હતું તે તમે જાણો છો? યહોવાના સેવક મૂસાએ મને અમે જઈ રહ્યાં હતાં તે ભૂમિ જોવા મોકલ્યો. તે સમયે હું 40 વર્ષનો હતો. જ્યારે હું પાછો આવ્યો મે મૂસાને જમીન વિશે જે વિચાર્યુ તે કહ્યું. હું એક પ્રમાંણિક અહેવાલ લાવ્યો, પણ માંણસો જે માંરી સાથે આવ્યા હતાં, તેઓએ લોકોને તેમના અહેવાલ વડે નિરૂસ્તાહ કર્યા. પણ હું માંરા યહોવા દેવમાં શ્રદ્ધા રાખી રહ્યો. પછી તે દિવસે મૂસાએ મને વચન આપ્યું હતું, ‘તમે યહોવા માંરા દેવને સંનિષ્ઠ હતાં. તેથી જે કોઈ જમીન પર તમે ચાલો, તે તમને અને તમાંરા વંશજોને સદાને માંટે આપી દેવામાં આવશે.’

10 “હવે જો, યહોવાએ મને હજી 45 વર્ષ સુધી જીવતો રાખ્યો છે. તેના મૂસાના વચન પ્રમાંણે જે ઇસ્રાએલીઓ રણમાંથી મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે આપવામાં આવ્યું હતું. અને હવે હું 85 વર્ષનો છું. 11 આજે હું 85 વર્ષનો થયો છું. અને મૂસાએ મને જાસૂસી કરવા મોકલ્યો ત્યારે હતો, તેવો જ હું મજબૂત છું. આજે પણ માંરામાં યુદ્ધમાં જવાની ને બધાં કામો કરવાની શક્તિ તે વખતે હતી તેટલી જ છે. 12 હવે મને પર્વત દેશ આપ જેનુ વચન યહોવાએ બહુ પહેલા આપ્યું હતું. તે સમયે તમને માંહિતગાર કરવામાં આવ્યાં હતાં કે, અનાકીઓ ત્યાં રહેલાં અને તેઓનાં શહેરો બહું મોટાં અને કિલ્લેબંધ હતાં. કદાચ મને યહોવાનો સાથ મળી રહેશે અને હું યહોવા દ્વારા અપાયેલા વચન પ્રમાંણે તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”

13 તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો. 14 આજે પણ હેબ્રોનની ભૂમિ યફૂન્નેહના દીકરા કાલેબના કુટુંબના હાથમાં છે, કારણ તેણે ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞાનું નિષ્ઠાથી પાલન કર્યું હતું. 15 આ પહેલા હેબ્રોન કિર્યાથ-આર્બા તરીકે જણીતું હતું. આર્બા અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.

ત્યારે તે પ્રદેશમાં શાંતિ હતી.

યહૂદા માંટેની ભૂમિ

15 યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે. તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી. ત્યાંથી સરહદ સ્કોર્પિયન ઘાટની દક્ષિણ સુધી જાય છે, સીનની પાસે થઈને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને અને પછી હેસ્રોન પચાસ થઈને આદાર સુધી અને ત્યાંથી તે કાર્કા તરફ વળી જાય છે. પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.

તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.

પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે. પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી. પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે. પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે. 10 પછી સરહદ[b] બાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે. 11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે. 12 પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.

13 જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો. 14 કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા. 15 કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું. 16 કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”

17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે એ શહેર કબજે કર્યું. તેથી કાલેબે તેને પોતાની દીકરી આખ્સાહ પરણાવી. 18 જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

19 તેણીએ કહ્યું, “મને આશીર્વાદ આપો! તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો હતો. તેથી મને થોડી ભૂમિ આપો જેમાં પાણી હોય” આથી કાલેબે તેણીને ઉપરનાં અને નીચેનાં ઝરણાંઓ આપ્યાં.

20 યહૂદાના કુળસમૂહને મળેલ ભૂમિ આ છે. દરેક કુટુંબને જમીનનો ભાગ મળ્યો હતો:

21 આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો:

કાબ્સએલ, એદેર, યાગૂર, 22 કીનાહ, દીમોનાહ, આદઆદાહ, 23 કેદેશ, હાસોર, પિથ્નાન, 24 ઝીફ, ટેલેમ, બેઆલોથ, 25 હાસોર હદાત્તાહ, ફરીયોથ-હેસ્રોન એટલે કે હાસોર. 26 અમાંમ, શમાં, મોલાદાહ, 27 હસાર-ગાદાહ તથા શ્હેમોન, બેથ-પેલેટ, 28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ. 29 બાઅલાહ, ઈયીમ, એસેમ, 30 એસ્તોલાદ, કસીલ, હોર્માંહ, 31 સિકલાગ, માંદમાંન્નાહ, સાન્સાન્નાહ, 32 લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29 શહેરો હતા,

33 પશ્ચિમ ટેકરીના ઢોળાવમાં શહેરો:

એશ્તાઓલ, સોરાહ, આશ્નાહ હતાં. 34 જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ. 35 યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ, 36 શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરાહ, અને ગદરોથાઈમ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 14 નગરો હતા.

37 એ ઉપરાંત,

સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ, 38 દિલઆન-મિસ્પાહ, યોક્તએલ, 39 લાખીશ, બોસ્કાથ, એગ્લોન, 40 કાબ્બોન, લાહમાંમ, કિથ્લીશ, 41 ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ 16 નગર,

42 તદુપરાંત

લિબ્નાહ, એથેર આશાન, 43 યફતા, આશ્નાહ, નસીબ, 44 કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 નગરો હતા. 45 યહુદાના લોકોને એકોનનું નગર પણ મળ્યું અને બધાં શહેરો અને નજીકમાંના ગામો પણ મળ્યાં. 46 તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો, તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી. 47 પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.

48 પર્વતીય પ્રદેશના 44 નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં.

શામીર, યાત્તીર, સોખોહ, 49 દાન્નાહ, કિર્યાથ-સાન્નાહ (એટલે કે દબીર); 50 અનાબ, એશ્તમોહ, આનીમ, 51 ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.

52 અરાબ, દુમાંહ, એશઆન, 53 યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ, 54 હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 શહેરો હતાં.

55 માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ, 56 યોકદઆમ, જાનોઆહ, યિજાએલ, 57 કાઈન, ગિબયાહ અને તિમ્નાહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 10 શહેરો હતા.

58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર, 59 માંઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, આજુબાજુના ગામો સહિત કુલ ત્યાં 6 શહેરો હતા.

60 કિર્યાથ-બઆલ, (કિર્યાથ-યઆરીમ) રાબ્બાહ અને તેની નજીકનાં ગામો. સાથે ત્યાં બે શહેરો હતાં.

61 રણમાં:

બેથ-અરાબાહ, મિદીન તથા સખાખાહ; 62 નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 6 શહેરો હતા.

63 પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.

લૂક 1:57-80

યોહાનનો જન્મ

57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.

59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”

61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”

63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.

ઝખાર્યાનું દેવને સ્તુતિગાન

67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.

68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
    તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
    ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
    લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
    તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
    અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74     દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
    તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75     જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.

76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
    તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.

78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
    નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”

80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International