Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
લોકોના ન્યાયૅંધીશો અને ઉપરીઓ
18 “તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો. 19 તેમણે ન્યાયના કામમાં ઘાલમેલ કરવી નહિ. કોઈની શરમમાં ખેંચાવું નહિ, લાંચ લેવી નહિ, કારણ લાંચ શૅંણા મૅંણસને પણ અંધ બનાવી દે છે. અને ન્યાયી મૅંણસ પાસે પણ ખોટા ચુકાદા અપાવે છે. 20 સારાપણું અને નિષ્પક્ષપણું મહત્વનાં છે, હંમેશા સારા અને નિષ્પક્ષ રહેવા ઇચ્દ્ધો. તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે જેમાં તમે કાયમ માંટે વસવાટ કરવાના છો તેના પર જીવતા રહેવાનો આ એક જ માંર્ગ છે.
સત્કર્મ કરવાને કારણે પડતું દુ:ખ
8 તેથી તમારે બધાએ ઐક્ય ભાવથી રહેવું જોઈએ. અને એક બીજાને સમજવાનો અને ભાઈની જેમ અકબીજાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દયાળુ અને વિનમ્ર બનો. 9 એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો. 10 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે
અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે
તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ,
અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
11 તે વ્યક્તિએ દુષ્ટ કાર્ય કરવાં ન જોઈએ અને સત્કર્મ કરવાં જોઈએ;
તેણે શાંતિની શોધ કરવી જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
12 પ્રભુની નજર સારા લોકો પર હોય છે,
અને દેવ તેઓની પ્રાથૅનાઓ સાંભળે છે;
પરંતુ દેવ દુષ્ટતા કરનારની વિરૂદ્ધ છે.” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International