Revised Common Lectionary (Semicontinuous)
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
ગિદિયોનની મુલાકાતે યહોવાનો દૂત
11 એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો. 12 યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે.”
13 ત્યાર પછી ગિદિયોને કહ્યું, “માંરા યહોવા, જો યહોવા સાચે જ માંરી અને ઈસ્રાએલીઓની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમાંરા પિતૃઓએ અમને યહોવાના પ્રચંડ કાર્યો વિષે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતાં, અને જ્યારે તેઓએ આ વિષે વાત કરી ત્યારે તેઓએ અદભૂત શોર્ય અને મહાન ઘટનાનું વર્ણન કર્યુ હતું. તે બધાં કયાં ગયા? હવે આજે તો યહોવાએ અમાંરો ત્યાગ કર્યો છે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
14 પછી યહોવાએ તેના તરફ વળીને કહ્યું, “જા, અને તારી તાકાતથી તું ઈસ્રાએલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ. હું પોતે જ તને મોકલું છું.”
15 ગિદિયોને કહ્યું, “પણ, યહોવા હું ઈસ્રાએલીઓને કેવી રીતે છોડાવી શકું? તમે જાણો છો કે માંરું કુળસમૂહ મનાશ્શાના વંશમાં નબળામાં નબળું છે, અને માંરા બાપના કુટુંબમાં હું સૌથી નાનો માંણસ છું.”
16 ત્યારે યહોવાએ કહ્યું, “હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માંણસ હોય તેમ કચડી શકીશ.”
17 ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો; 18 અને જયાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા જશો નહિ.”
યહોવાએ કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.”
19 આથી ગિદિયોને જલ્દી ઘેર જઈને એક લવારું લઈને રાંધ્યું તથા એક એફ્રાહ[a] લોટની બેખમીર રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું. રસો તપેલીમાં લીધો અને તે બધું તે ઓકના ઝાડ નીચે લાવ્યો અને તેણે યહોવાને ધરાવ્યું.
20 યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ.
21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.
22 ગિદિયોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે એ યહોવાનો દૂત હતો. અને તે બોલી ઊઠયો, “મને અફસોસ! ઓ યહોવા સર્વસમર્થ, કારણ કે મે યહોવાના દૂતને મોંઢા મોંઢ જોયો છે.”
23 પણ યહોવાએ તેને કહ્યું, “શાંતિ રાખ, ડરીશ નહિ, તું મરી નહિ જાય.”
24 ત્યારબાદ ગિદિયોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માંટે એક વેદી બાંધી અને તેનું નામ “યહોવાની શાંતિ” પાડયું. આજના દિવસે પણ એ વેદી “યહોવાની શાંતિ” યહોવા શાલોમ: ઓફ્રાહ નગરમાં છે જ્યાં અબીએઝરીનું કુટુંબ વસે છે.
6 તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી. 7 તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો. 8 ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો. 9 પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે. 10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો. 11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે. 13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. 14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે. તેથી જ અમે કહીએ છીએ:
“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ!
મૃત્યુમાંથી ઊભો થા,
ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International