Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.
1 અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
2 તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
3 તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.
4 તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
5 પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.
6 નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
7 “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”
8 પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
9 હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.
10 જે પ્રબોધકો ન્યાયાલયમાં અન્યાયનો સામનો કરે છે તે પ્રામાણિક ન્યાયાધીશોને અને જે પ્રબોધકો સત્ય બોલે છે
તેનો તમે તિરસ્કાર કરો છો.
11 તમે ગરીબોને પગ તળે કચડો છો
અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો,
તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે,
તેમાં તમે રહેવા નહિ પામો.
તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે,
પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;
12 કારણકે તમારાં પાપો ઘણા છે અને ખૂબ ત્રાસદાયક છે.
હું જાણું છું કે જે ન્યાયના માર્ગને અનુસરે છે,
તેને હેરાન કરો છો,
ને તમે લાંચ લો છો
અને ગરીબને ન્યાયાલયમાં ન્યાયથી વંચિત રાખો છો.
13 આથી, એ કારણે શાણા લોકો તમારી શિક્ષાના
ભયંકર દિવસે યહોવા સમક્ષ ચૂપ રહેશે,
કેમ કે આ સમય ભૂંડો છે.
14 જીવવું હોય તો ભલાઇને શોધો, બૂરાઇને નહિ,
જેથી તમે કહો છો તેમ,
સૈન્યોનો દેવ યહોવા તમારી જોડે રહે.
15 બૂરાઇને ધિક્કારો, ને ભલાઇ ઉપર પ્રેમ રાખો,
અને ન્યાયાલયમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો.
તો કદાચ સૈન્યોનો દેવ યહોવા બાકી
રહેલા લોકો ઉપર દયા કરે.
ઘણોજ દુ:ખી સમય આવી રહ્યો છે
16 આથી સૈન્યોનો યહોવા મારા માલિક કહે છે,
“શેરીને ખૂણે ખૂણે શોક થશે, શેરીએ શેરીએ હાય! હાય! ના પોકારો સંભળાશે.
લોકો ધંધાદારી રાજિયા ગાનારાઓ સાથે ખેડૂતોને
પણ આક્રંદ કરવા બોલાવશે;
17 દ્રાક્ષની બધી વાડીઓમાં શોક થશે.
કારણ કે હું આ સર્વ જગ્યાઓથી પસાર થઇશ
અને બધી વસ્તુનો નાશ કરીશ.”
એમ યહોવ્ કહે છે.
5 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. 2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. 3 તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.
4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. 5 ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,
“તું મારો પુત્ર છે;
આજે હું તારો પિતા બન્યો છું.” (A)
6 અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International