Revised Common Lectionary (Semicontinuous)
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
18 પછી તે બાળક મોટો થયો, એક દિવસ એના પિતા ખેતરમાં લણનારાઓ સાથે કામ કરતા હતા, ત્યાં તેમની મુલાકાતે ગયો. 19 એકાએક માંથું દુ:ખતા તેણે તેના પિતાને ફરિયાદ કરી,
તેથી તેના પિતાએ પોતાના એક નોકરને કહ્યું, “તું છોકરાને તેની માંતા પાસે ઘેર લઈ જા.”
20 તેથી તે છોકરાને ઘેર લઈ ગયો, તે (છોકરો) તેની માંતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મૃત્યુ પામ્યો.
શૂનેમની સ્ત્રી એલિશાને મળવા જાય છે
21 પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ. 22 પછી તેણે પોતાના પતિને કહ્યું, “મને એક ગધેડો અને એક નોકર મોકલી આપો, કારણ કે હું જલ્દીથી દેવના માંણસ પાસે જઇ શકું અને પાછી આવી શકું.”
23 તેના પતિએ પૂછયું, “આજે કેમ? આજે નથી અમાંવાસ્યા કે નથી વિશ્રામવાર.”
પણ સ્રીએ જવાબ આપ્યો, “બધું સારું થશે, સૌ સારા વાનાં થશે.”
24 ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”
25 આમ, તે નીકળી પડી અને કામેર્લ પર્વત પર આવી ત્યારે એલિશાએ તેને દૂરથી જોઈને ગેહઝીનને કહ્યું, “જો શૂનેમથી પેલી સ્ત્રીઆવી રહી છે. 26 દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?”
તે સ્રીએ જવાબ આપ્યો, “હા.”
27 તે ટેકરી પર દેવભકત એલિશાના પગમાં પડી, તેને દૂર કરવા ગેહઝીન આગળ આવ્યો પણ એલિશાએ કહ્યું, “એ છો રહેતી, એના માંથે ભારે દુ:ખ છે, અને યહોવાએ એ વાત માંરાથી છુપાવી છે, મને કહ્યું નથી.”
28 તે સ્ત્રી બોલી, “માંરા મુરબ્બી! મેં આપની પાસે પુત્ર માંગ્યો હતો? મેં એમ નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”
29 એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.”
30 પણ છોકરાની માંતાએ કહ્યું, “યહોવાના સમ, તમાંરા સમ; હું આપને છોડવાની નથી.”
આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
31 ગેહઝીને તે લોકો કરતાં વહેલાં પહોંચી જઈને લાકડી છોકરાના મોં પર મૂકી, પણ જીવનાં કોઈ લક્ષણ જણાયાં નહિ, આથી તેણે પાછા જઈ એલિશાને જણાવ્યું કે, “છોકરો, હજુ જાગ્યો નથી.”
આપણું દાન
8 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, મકદોનિયાની મંડળીઓ પર દેવની જે કૃપા છે તે વિષે અમે તમને જણાવવા ઈચ્છીએ છીએ. 2 કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું. 3 હું તમને કહી શકુ કે તેઓમાં જેટલી શક્તિ હતી, જે તેઓએ અર્પણ કર્યુ તે તેઓને પોષાય તેના કરતાં પણ વધુ તેઓએ આપ્યું. આ સ્વૈચ્છિક રીતે કર્યુ. આમ કરવાને કોઈ વ્યક્તિએ તેમને કહ્યું નહોતું. 4 પરંતુ તેઓએ અમને વારંવાર પૂછયું-તેઓએ દેવના ભક્તોની સેવામાં ભાગીદાર થવા અમને આજીજી કરી. 5 અમે અપેક્ષા નહોતી રાખી તે રીતે તેમણે આપ્યું. પોતાનું ધન આપતા પહેલા પોતાની જાતને તેઓએ પ્રભુને અને અમને સમર્પિત કરી. દેવ આવું ઈચ્છે છે.
6 તેથી કૃપાના આ ભલાઈના વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમને મદદરૂપ થવા અમે તિતસને કહ્યું. તિતસે જ સૌ પ્રથમ આ કાર્યનો પ્રારંભ કર્યો. 7 તમે ઘણી વસ્તુઓમાં-વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, અને ખરેખર મદદ કરવામાં, અને અમારી પાસે શીખ્યા તે પ્રેમમાં સમૃદ્ધ છો. અને તેથી આપવાના કૃપા દાનમાં પણ તમે સમૃદ્ધ બનો તેવી અમે આશા રાખીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International