Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
5 તે રાત્રે યહોવાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી લે, હું તને તે આપીશ.”
6 ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે. 7 હવે, ઓ માંરા યહોવા દેવ, તમે તમાંરા આ સેવકને માંરા પિતા દાઉદ પછી રાજા બનાવ્યો છે, જો કે હું તો હજી છોકરો છું. કયાં જવું અને શું કરવું એ હું જાણતો નથી. 8 હું અહીં તમાંરા પસંદ કરેલા લોકો વચ્ચે આવી પડયો છું. આ એક મહાન પ્રજા છે અને તેઓની સંખ્યા અગણિત છે! 9 તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?”
10 સુલેમાંનની વિનંતીથી યહોવા પ્રસન્ન થયા. 11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે, 12 અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. 13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ! 14 અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.”
ઈસુ જગતનો પ્રકાશ છે
12 પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”
13 પરંતુ ફરોશીઓએ ઈસુને કહ્યું, “જ્યારે તું તારી જાત વિષે કહે છે ત્યારે તું જ ફક્ત એક એકલો એવો છે જે આ વાતો સાચી છે એમ કહે છે. તેથી અમે આ વાતો જે તું કહે છે તે અમે સ્વીકારી શકીએ તેમ નથી.”
14 ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું મારી જાત વિષે આ વાતો કહું છું. પરંતુ હું જે વાતો કહું છું, તે લોકો માની શકશે. શા માટે? કારણ કે હું ક્યાંથી આવ્યો તે હું જાણુ છું, અને હું ક્યાં જાઉં છું તે પણ હું જાણું છું, હું તમારા લોકો જેવો નથી. હું ક્યાંથી આવ્યો છું. અને ક્યાં જાઉં છું તે જાણતા નથી. 15 તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો. હું કોઈ માણસનો ન્યાય કરતો નથી. 16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે. શા માટે? કારણ કે જ્યારે હું ન્યાય કરું ત્યારે હું એકલો હોતો નથી. મને મોકલનાર પિતા મારી સાથે હોય છે. 17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ. 18 હું સાક્ષીઓમાંનો એક છું કે હું મારી જાત વિષે બોલું છું, અને મને જેણે મોકલ્યો છે તે પિતા મારા બીજા સાક્ષી છે.”
19 લોકોએ પૂછયું, “તારો પિતા ક્યાં છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “તમે મને કે મારા પિતાને જાણતા નથી. પણ જો તમે મને જાણ્યો હોત તો પછી તમે મારા પિતાને પણ જાણતા હોત.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International