Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
23 “આ પૃથ્વી ઉપર તમાંરી ઇસ્રાએલી પ્રજા જેવા બીજા લોકો છે જેમને તમે ગુલામીમાંથી મુકિત અપાવી અને તમાંરા પોતાના લોકો બનાવ્યા? તમે મિસરમાં અમને ગુલામીમાંથી મુકત કર્યા. તમે અમને બીજા દેશો અને તેઓના દેવોમાંથી છોડાવ્યા, તમે મહાન અને અદ્ભૂત કાર્યો તમાંરી પ્રજા અને ઇસ્રાએલ માંટે કર્યા. 24 તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો.
25 “પણ હવે, ઓ યહોવા દેવ! તમે તમાંરા સેવકને માંટે અને ફકત એને માંટે નહિ પણ તેના ભવિષ્યના વંશજો માંટે પણ વચન આપ્યું છે તો, હવે મહેરબાની કરી, તમે વચન આપેલ બાબતો પૂર્ણ કરો; માંરા કુળને રાજાનુંકુળ સદા માંટે બનાવો. 26 જેથી સદાકાળ તમાંરા નામનો મહિમાં થાય, અને લોકો કહેશે કે, ‘સર્વસમર્થ યહોવા દેવ, ઇસ્રાએલ પર રાજ્ય કરે છે! આમ તમાંરી સમક્ષ તમાંરા સેવક દાઉદનું કુળ સદા સ્થિર સ્થાવર સ્થાપિત રહે.’
27 “ઓ સર્વસમર્થ યહોવા, ઇસ્રાએલના દેવ, તમે આ બાબતો માંરી સામે પ્રગટ કરી, તમે કહ્યું: ‘હું તારા કુળને મહાન બનાવીશ,’ તેથી હવે હું તમાંરો સેવક તમાંરી આગળ આ પ્રાર્થનાની અભ્યર્થના કરું છું. 28 ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે. 29 કૃપા કરીને તમાંરા સેવકના કુળને તમાંરી સમક્ષ સદા રહેવા માંટે આશીર્વાદ આપો, કારણકે તમે માંરા દેવે આમ કહ્યું હતું, તમે માંરા કુળને યુગો પર્યંત કાયમ રહે એવા આશીર્વાદ આપ્યા છે.”
તે એક જે આકાશમાંથી આવે છે
31 “તે એક જે ઉપરથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. જે વ્યક્તિ પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે. તે વ્યક્તિ પૃથ્વી પર જે છે તેના વિષે વાત કરે છે. પણ તે એક (ઈસુ) જે આકાશમાંથી આવે છે તે બીજા બધા લોકો કરતા વધારે મહાન છે. 32 તે તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ કહે છે. પરંતુ લોકો તે જે કહે છે તે સ્વીકારતા નથી. 33 જે વ્યક્તિ તેની (ઈસુની) સાક્ષીનો સ્વીકાર કરે છે તેણે સાબિતી આપી છે કે દેવ સત્ય છે. 34 દેવે તેને (ઈસુ) મોકલ્યો છે. અને તે દેવ જે કહે છે તે જ કહે છે. દેવે તેને અમાપ આત્મા આપ્યો છે. 35 પિતા દીકરા પર પ્રીતિ કરે છે. પિતાઓ દીકરાને બધી વસ્તુઓ પર અધિકાર આપેલ છે. 36 જે વ્યક્તિને દીકરામાં વિશ્વાસ છે તેને અનંતજીવન છે. પણ જે વ્યક્તિ દીકરાની આજ્ઞા પાળતો નથી તેને કદાપિ તે જીવન મળશે નહિ. દેવનો કોપ તે વ્યક્તિ પર રહે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International