Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
દાઉદની દેવને પ્રાર્થના
18 ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી,
“હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે? 19 અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો? 20 અને હવે હું બીજું કહું પણ શું? હું કેવો છું, તે તમે કયઁા નથી જાણતા. તમે તમાંરા સેવકને બરાબર ઓળખો છો. 21 તમે આ બધા અદ્ભૂત કાર્યો કરો છો કારણકે તમે કહ્યું, તમે તે કરશો કારણકે એમ કરવાની તમાંરી ઇચ્છા હશે. આ બાબત મને તમાંરા સેવકને જણાવવાનું તમે કહ્યું હતું. 22 ઓ યહોવા દેવ, તમે મહાન છો, અમે જે સાંભળ્યું છે તે પ્રમાંણે તમે જ એક માંત્ર દેવ છો અને તમાંરા વિના અન્ય કોઈ દેવ નથી.
4 મારે તમને આ કહેવું છે: જ્યાં સુધી વારસદાર બાળક છે, ત્યાં સુધી તેનામાં અને ગુલામમાં કોઈ ફેર નથી. એનો કશો જ અર્થ નથી કે વારસદાર બધી જ વસ્તુનો માલિક છે. શા માટે! 2 કારણ કે જ્યાં સુધી તે બાળક છે, તેણે જે લોકોને તેની સંભાળ રાખવા પસંદ કર્યા છે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડે છે. પરંતુ બાળક જ્યારે તેના પિતાએ નક્કી કરેલી ઉમરનો થાય છે ત્યારે તે મુક્ત બને છે. 3 આપણે માટે પણ આવું જ છે. આપણે એક સમયે બાળકો જેવા હતા. આપણે આ દુનિયાના બિનઉપયોગી કાયદાઓના ગુલામ હતા. 4 પરંતુ જ્યારે યોગ્ય સમય આવ્યો, દેવે તેના દીકરાનો મોકલ્યો. દેવના દીકરાને જન્મ એક સ્ત્રી થકી થયો. દેવનો દીકરો નિયમની આધિનતા પ્રમાણે જીવ્યો. 5 દેવે આમ કર્યુ કે જેથી જે લોકો નિયમને આધિન હતા તેમની સ્વતંત્રતા ખરીદી શકે. દેવનો હેતુ આપણને તેના સંતાન બનાવવાનો હતો.
6 તમે દેવના સંતાન છો. તેથી દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, બાપ” એમ કહીને હાક મારે છે. 7 તેથી તમે હવે પહેલાની જેમ ગુલામ નથી. તમે દેવનું બાળક છો તેથી તેણે જે વચન આપ્યું છે તે તમને આપશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International