Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 21

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
    તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
    તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.

કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
    અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
    અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
    તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
    અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
    અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
    અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
    તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
    અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
    માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
    છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
    તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.

13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
    અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.

ઉત્પત્તિ 15:1-18

ઘ્ર્ેવનો ઇબ્રામ સૅંથેનો કરાર

15 આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”

પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા દેવ, એવું કશું જ નથી, જે તું મને આપશે અને તે મને પ્રસન્ન કરશે. કારણ કે માંરે પુત્ર નથી. હું તો આ વાંઝિયામહેણું લઈને જાઉં છું. અને માંરો દાસ અલીએઝેર દમસ્કનો છે, તે માંરા અવસાન બાદ માંરો વારસદાર થશે ને, તેને જ માંરું બધું મળશે.” ઇબ્રામે કહ્યું, “તું જ જોને, તેં મને કંઇ સંતાન આપ્યું નથી એટલે માંરા ઘરમાં જન્મેલો કોઇ ગુલામ માંરો વારસદાર થશે.”

પછી યહોવાએ ઇબ્રામ સાથે વાતો કરી. દેવે કહ્યું, “તમાંરી માંલમિલકત તમાંરો આ દાસ નહિ મેળવે. તને એક પુત્ર થશે, ને તે જ તારી માંલમિલકત પ્રાપ્ત કરશે.”

પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ. ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”

ઇબ્રામે દેવ પર વિશ્વાસ કર્યો અને દેવે એને તેના ન્યાયીપણા તરીકે, સ્વીકાર્યું. દેવે ઇબ્રામને કહ્યું, “હું જ એ યહોવા છું જે તને આ ભૂમિનો માંલિક બનાવવા માંટે ખાલદીઓના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું.”

પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા, માંરા માંલિક, માંરે કેવી રીતે વિશ્વાસ કરવો કે, આ પ્રદેશ મને જ મળશે?”

પછી દેવે ઇબ્રામને કહ્યું, “આપણે એક કરાર કરીશું. માંરી આગળ એક ત્રણ વર્ષની બકરી, એક ત્રણ વર્ષની ગાય, એક ત્રણ વર્ષનો ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લઈ આવ.”

10 ઇબ્રામ એ બધી વસ્તુઓ દેવની પાસે લાવ્યો. અને ઇબ્રામે તે પ્રાણીઓને માંરી નાખ્યાં. અને દરેકના વચ્ચેથી કાપીને તેણે બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓ સામસામે ગોઠવ્યા; પરંતુ પક્ષીઓને તેણે કાપ્યા નહિ. 11 થોડા સમય પછી એ માંસાહારી પક્ષીઓ વેદી પર ચઢાવેલા મૃત પ્રાણીઓને ખાવા માંટે તૂટી પડયા. પણ ઇબ્રામે તેમને ઉડાડી મૂકયાં.

12 પછી સૂરજ આથમતી વખતે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો. ઘનઘોર અંધકાર એને ચારેબાજુથી ઘેરી વળ્યો. 13 ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યાં ગુલામ બનશે. 400 વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે. 14 હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.

15 “તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે. 16 ચાર પેઢીઓ પછી તારા વંશજો આ પ્રદેશમાં પાછા આવશે. તે સમયે તમાંરા લોકો અમોરીઓને હરાવશે. અહીં રહેનારા અમોરીઓને સજા કરવા માંટે હું તમાંરા લોકોનો જ ઉપયોગ કરીશ. આ ઘટના ભવિષ્યમાં બનશે કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.”

17 જયારે સૂર્યાસ્ત થયો અને ગાઢ અંધકાર આજુબાજુ બધેય છવાઈ ગયો, ત્યારે પણ મૃત પ્રાણીઓ જમીન પર પડેલાં હતાં, તે પ્રત્યેક પ્રાણી બે ટુકડાઓમાં કપાયેલા હતાં. તે વખતે એક ધુમાંડાનો સ્તંભ અને અગ્નિની મશાલ પ્રાણીઓના બે ભાગ વચ્ચે થઈને પસાર થઈ.

18 આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –

માથ્થી 12:33-37

કાર્યથી માણસની ઓળખાણ

(લૂ. 6:43-45)

33 “જો તમારે સારું ફળ જોઈતું હોય તો સારું વૃક્ષ રોપવું જોઈએ, તમારું વૃક્ષ સારું નહિ હોય તો તેને ખરાબ ફળ મળશે. વૃક્ષની ઓળખાણ તેના ફળથી જાણી શકાય છે. 34 ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે. 35 સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે. 36 પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે. 37 તમે બોલેલા શબ્દોના આધારે જ તમારો ન્યાય કરવામાં આવશે, તમારી કહેલી કેટલીક વાતો તમને નિર્દોષ ઠરાવશે. અને તમારી કહેલી કેટલીક વાતો તમને દોષિત કરાવશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International