Revised Common Lectionary (Semicontinuous)
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
દશ આજ્ઞાઓ
20 પછી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે,
2 “હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે:
3 “માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ.
4 “તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ. 5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ. 6 પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.
7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી.
8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો. 9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે. 10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે, 11 છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.
12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો.
13 “તમાંરે ખૂન કરવું નહિ.
14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ.
15 “તમાંરે ચોરી કરવી નહિ.
16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ.
17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”
લોકોને દેવ પ્રત્યે ભય
18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા. 19 પછી તેઓએ મૂસાને કહ્યું, “અમાંરી સાથે તમે જ બોલો, તો અમે સાંભળીશું, પણ દેવ અમાંરી સાથે ન બોલે. નહિ તો અમે બધા મરી જઈશું.”
20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે દેવ તો તમાંરી કસોટી કરવા આવ્યા છે, જેથી તમે બધા ગભરાતા રહો અને પાપ ન કરો.”
21 પરંતુ લોકો તો તેમ છતાં દૂર જ ઊભા રહ્યાં, ને મૂસા ઘનઘોર વાદળ નજીક જયાં દેવ હતા ત્યાં ગયો.
વિશ્વાસ અને ડાહપણ
2 મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. 3 શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. 4 અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.
5 પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. 6 પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International