Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 રાજાઓનું 10

શેબાની રાણીની મુલાકાત

10 સુલેમાંનની કીર્તિ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો. તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા. સુલેમાંને તેના તમાંમ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેને માંટે એકેય પ્રશ્ર બહુ મુશ્કેલ ન હતો, તેથી તે તેને બધું જ કહી શક્યો. પછી રાણીને ખાતરી થઈ કે રાજા સુલેમાંન ખૂબ શાણો હતો. રાજાએ બંધાવેલો સુંદર મહેલ પણ તેણે જોયો. વળી તેના ભાણામાં પીરસાતી વિવિધ વાનગીઓ તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો, તેમનો પોષાક અને તેમના વસ્રો, તેના પાત્રવાહકો અને જુદી જુદી જાતના યજ્ઞો જે યહોવાના મંદિરમાં અર્પણ કર્યા હતા તે જોઈને રાણી સ્તબ્ધ થઈ ગઈ.

અને તેણે રાજાને કહ્યું, “મેં માંરા દેશમાં તમાંરે વિષે તથા તમાંરા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. હું અહીં આવી એ પહેલાં આ સઘળું માંરા માંન્યામાં આવતું ન હતું; પણ હવે તો મેં પોતે જોયું છે! અને સાચે જ. આમાંનું અડધું પણ મને કહેવામાં આવ્યું ન હતું; મેં સાંભળ્યું હતું તેના કરતા તમાંરું જ્ઞાન અને સમૃદ્ધિ ઘણાં વધારે છે. તમાંરા લોકો કેટલાં સુખી છે! સદા તમાંરી હાજરીમાં રહેતા અને તમાંરી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ કેટલા ભાગ્યશાળી છે! તમાંરા દેવ યહોવાની સ્તુતિ થજો, જેણે તમાંરા પર પ્રસન્ન થઈને તમને ઇસ્રાએલની ગાદીએ બેસાડયા! કારણકે ઇસ્રાએલ પર યહોવાને કાયમ પ્રેમ હોવાથી તેણે તમને ઇસ્રાએલમાં ન્યાય અને સત્ય પરાયણતા મેળવવા માંટે ઇસ્રાએલના રાજા બનાવ્યા છે.”

10 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું અને પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યુ. શેબાની રાણીએ રાજા સુલેમાંનને ભેટ ધરેલાં અત્તરો જેવાં પહેલાં ક્યારેય જોવામાં આવ્યા નહોતા.

11 આ ઉપરાંત હીરામનાં વહાણોનો જે કાફલો ઓફીરથી સોનું લાવ્યો હતો, તે ત્યાંથી પુષ્કળ સુખડનું લાકડું અને ઝવેરાત લઈ આવ્યો હતો. 12 રાજાએ એ લાકડું યહોવાના મંદિર અને તેના પોતાના મહેલના પાયા બનાવવા માંટે અને સંગીતકારો માંટે વાજિંત્રો બનાવવામાં વાપર્યુ હતું; ત્યાર પછી એવું લાકડું ક્યારેય લવાયું નથી, કે જોવામાં સુદ્ધાં આવ્યું નથી.

13 રાજા સુલેમાંને શેબાની રાણી અને તેના સેવકોને તેણે જે જે માંગ્યું તે બધું આપ્યું, તેણે રાણીને જે એક રાજા આપી શકે તે બધું ઉદારતાથી આપ્યું હતું અને પછી રાણી પોતાના દેશમાં પાછી ફરી.

14 સુલેમાંન રાજાને પ્રતિવર્ષ લગભગ 22,644 કિલો સોનું મળતું હતું. 15 તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું.

16 રાજા સુલેમાંને સોનાની 200 મોટી ઢાલો બનાવી; અને દરેક મોટી ઢાલમાં લગબગ 7 કિલો સોનું વપરાયું હતું. 17 વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં “લબાનોનના વનગૃહ” નામની જગ્યામાં રાખી હતી.

18 વળી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને શુદ્વ સોનાથિ મઢાવ્યું. 19 એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો, 20 અને દરેક પગથિયાને સામે છેડે સિંહો ઉભેલા હતા બધું મળીને કુલ બાર સિંહો હતા, બીજા કોઈ પણ રાજયમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.

21 રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.

22 સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વર્ષે એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.

23 સમૃદ્ધિ અને જ્ઞાનની બાબતમાં પૃથ્વી પરના તમાંમ રાજાઓ કરતાં સુલેમાંન રાજા ચઢિયાતો હતો. 24 સમગ્ર વિશ્વમાંથી લોકો તેની દેવદત્ત જ્ઞાનની વાતો સાંભળવા માંટે આવતા હતા. 25 તેને મળવા આવનાર પ્રત્યેક વ્યકિત સોના-ચાંદીના પાત્રો, સુંદર વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા અને ખચ્ચરો રાજાને માંટે વાર્ષિક વસૂલી તરીકે લાવતા હતા.

26 સુલેમાંને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી, તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા. એમાંના કેટલાક એણે ચોક્કસ નિયુકત નગરોમાં રાખ્યા અને બાકીના યરૂશાલેમમાં રાખ્યા. 27 સુલેમાંને યરૂશાલેમમાં ચાંદી પથ્થર જેટલી સામાંન્ય બનાવી દીધી હતી; અને દેવદારનું લાકડું શેફેલાહના અંજીરના વૃક્ષના લાકડાના જેવું સામાંન્ય બનાવી દીધું હતું. 28 સુલેમાંનને માંટે ઘોડા મિસર અને કિલકિયાથી આયાત કરવામાં આવતા હતાં, રાજાના આડતિયાઓ કિલકિયાથી ઠરાવેલી કિંમતે ઘોડા ખરીદતા હતા. 29 રથોની કિંમત લગભગ સાત કિલો ચાંદી જેટલી મિસરથી લાવવામાં આવતી હતી, અને ઘોડા દરેક પોણા બે કિલો ચાંદી વડે ખરીદાયા હતા. હિત્તીઓના રાજાઓ અને અરામના રાજાઓ પણ ઘોડા અને રથો તે વેપારીઓ પાસેથી ખરીદતાં હતાં જેઓ તેની આયાત કરતાં હતાં.

ફિલિપ્પીઓ 1

ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તરફથી કુશળતા હો.

દરેક સંતો જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. અને ફિલિપ્પીમાં રહે છે. અને તમારા સર્વ વડીલો અને વિશિષ્ટ મદદગારોને.

દેવ આપણા બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

પાઉલની પ્રાર્થના

હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.

મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.

તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:

તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.

પાઉલની મુશ્કેલી પ્રભુના કાર્યને મદદરૂપ

12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે. 13 હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે. 14 હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે.

15 કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. 16 આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે. 17 પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે. 18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું.

હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. 19 તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે. 20 હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે. 21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે.[a] 22 જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું? 23 જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે. 24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. 25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ. 26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો.

27 એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો. 28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ. 29 દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે. 30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.

હઝકિયેલ 40

નવા મંદિરનું સર્જન

40 અમારા દેશવટાના પચ્ચીસમે વર્ષે એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વર્ષે, વર્ષની શરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા.

સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા. તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો. તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.”

એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં “લાંબો હાથ”[a] વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી.

ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી. રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી. તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી. તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી. 10 પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી. 11 તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી. 12 દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી.

13 એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું. 14 ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું. 15 પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી. 16 પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.

બહારનું મેદાન

17 ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી. 18 એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો. 19 થોડે ઊંચે એક દરવાજો હતો, તેમાંથી અંદરના ઓરડામાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ઉત્તર અને પૂર્વ દિશાનું માપ સરખું હતું.

20 ત્યાર બાદ તે માણસે બહારના ચોકમાં જવાનો ઉત્તર તરફનો દરવાજો માપ્યો. 21 આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી. 22 આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું. 23 પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.

24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં. 25 બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો. 26 સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. 27 અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું.

અંદરનું મેદાન

28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં. 29 આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 30 ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી. 31 માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી.

32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 34 મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું.

35 પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. 36 તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 37 તેની પરસાળ બહારના ચોકની સામે હતી અને તેની બંને તરફની ભીંતો ઉપર ખજૂરીવૃક્ષની કોતરણી હતી. દરવાજે પહોંચવા માટે આઠ પગથિયાં હતાં.

દહનાર્પણ ધોવાની ઓરડી

38 બહારના ચોકમાં અંદરના દરવાજાને અડીને એક નાની ઓરડી હતી જેમાં થઇને ઓસરીમાં જવાતું હતું. અહીં દહનાર્પણ માટેના પશુઓને ધોવામાં આવતા હતાં, 39 મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં. 40 ખંડની બહાર પણ ચાર મેજ હતાં-ઉત્તરના દરવાજાની બંને બાજુએ બબ્બે. 41 આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં. 42 ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.

યાજકોની ઓરડીઓ

44 પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું. 45 પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે. 46 અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.”

47 પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી.

મંદિરનો પ્રવેશ- કક્ષ

48 ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં. 49 પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.

ગીતશાસ્ત્ર 91

પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
    તે સર્વસમર્થની છાયામાં રહેશે.
હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
    હું તમારો વિશ્વાસ કરું છું.”
કારણકે તે તને સર્વ ફાંદાઓથી
    અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
    તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
    તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
હવે તું રાત્રે બીશ નહિ
    કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
    કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
તારી બાજુએથી હજાર
    અને તારે જમણે હાથ પડશે દશ હજાર,
    છતાં તને સ્પશીર્ શકશે નહિ.
તે તમે તમારી પોતાની આંખોથી જોશો
    કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો.
    તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ,
    તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
    જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર,
    તો પણ તું સુરક્ષિત રહેશે; હા,
    તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
    હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
    સંકટમાં હું તેની સાથે રહીશ
    અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
    અને હું મારું તારણ તેને આપીશ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International