Revised Common Lectionary (Semicontinuous)
દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.
1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
3 હું બેહોશ થવાનો હોઉં,
ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
4 જ્યારે હું આજુબાજુ જોઉં છું,
હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
“યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
6 મારા પોકારો સાંભળો,
કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
7 મને બંદીવાસમાંથી બહાર લાવો,
જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
12 “ધિક્કાર છે તેને રકતપાત કરીને શહેર બાંધે છે, ને અન્યાયથી નગર વસાવે છે! 13 શું આ સૈન્યોનો દેવ યહોવાએ કર્યુ છે? લોકોએ પોતાની જાતે જે બધો પરિશ્રમ કર્યો છે, તે બળી ગયો છે, પ્રજાએ કારણ વગર સખત પરિશ્રમ કર્યો છે. 14 કારણકે જેમ સમુદ્ર પાણીથી છલોછલ ભરેલો છે તેમ યહોવાના ગૌરવના જ્ઞાનથી છલોછલ ભરાઇ જશે. 15 તમે તમારા પાડોશીને દારૂડીયો બનાવ્યો તમે તમારો કોપ તેના પર વરસાવ્યો જેથી તમે તેને નગ્ન જોઇ શકો, તમને શ્રાપ મળે!
16 “તમે કીર્તિને બદલે શરમથી ભરપૂર હશો, તું પીશે અને તારી જાતને ખુલ્લી કરશે; યહોવાના જમણા હાથનો પ્યાલો તારા તરફ વળશે, ને તને અપકિતીર્ મળશે.
17 “કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”
મૂર્તિઓ વિષે સંદેશ
18 માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી. 19 જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.
20 પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.
9 મેં તમને મારા પત્રમાં લખેલું કે જે લોકો વ્યભિચારનું પાપ કરતાં હોય તેવા લોકો સાથે તમારી જાતને સંડોવશો નહિ. 10 પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો. જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે, અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે, અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે. તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે. 11 હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.
12-13 જે લોકો મંડળીના ભાગરૂપ નથી તેવા લોકોને ન્યાય કરવાનું કામ મારું નથી. દેવ તેવા લોકોનો ન્યાય કરશે. પરંતુ તમારે જે લોકો મંડળીના ભાગરૂપે છે તેઓને ન્યાય કરવો જ પડશે. શાસ્ત્રલેખ કહે છે, “દુષ્ટ વ્યક્તિને તમારા જૂથમાંથી દૂર કરો.”(A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International