Revised Common Lectionary (Semicontinuous)
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
12 ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો. 13 ઇશ્માંએલના પુત્રો તેમના જન્મના ક્રમ પ્રમાંણે આ છે: તેનો મોટો પુત્ર નબાયોથ હતો. પછી કેદાર, 14 પછી આદબએલ, પછી મિબ્સામ, પછી 15 મિશમાં, પછી દુમાંહ, અને પછી માંસ્સા, પછી હદાદ, પછી તેમાં, પછી યટુર, પછી નાફીશ, અને પછી કેદમાંહ, આ ઇશ્માંએલના પુત્રો છે. 16 અને એમનાં ગામો અને છાવણીઓનાં નામ એમનાં નામ પરથી જ પડયા છે. અને એ બારે વ્યકિતઓ પોતપોતાના કબીલાના આગેવાન હતા. એ બારે પુત્રો લોકોમાં બાર રાજકુમાંરો સમાંન હતા. 17 ઇશ્માંએલની ઉંમર 137 વર્ષની થઈ ત્યારે તેનું અવસાન થયું. 18 ઇશ્માંએલના વંશજો આશૂરને રસ્તે મિસરની પૂર્વ દિશામાં હવીલાહથી શૂર સુધીની ભૂમિમાં વસ્યાં હતા. ઇશ્માંઇલના વંશજોએ તેના ભાઇના લોકો પર ધણી વખત હુમલાઓ કર્યા.
સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર
8 “સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:
“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.
9 “તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.
11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International