Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે?
તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય
અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને
આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી
અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે,
તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
28 શું વરસાદનો કોઇ જનક છે?
ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29 કોના ગર્ભમાંથી હિમ ને
કોણ જન્મ આપે છે?
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે,
અને મહાસગાર પણ થીજી જાય છે.
31 “આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?
34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’
તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?
36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.
પવિત્ર આત્માનું વચન
15 “જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો. 16 હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધક[a] આપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે. 17 તે સંબોધક સત્યનો આત્મા[b] છે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International