Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 116:1-2

યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
    અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
    માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.

ગીતશાસ્ત્ર 116:12-19

12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
    હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
    હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
    અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
    તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.

15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
    મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
    હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
    તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
    અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
    તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
    મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.

યહોવાની સ્તુતિ થાઓ.

ઉત્પત્તિ 24:10-52

શોધખોળ શરુ

10 પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો. 11 તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.

12 નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર. 13 હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે. 14 હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”

વહુ પ્રાપ્ત થઈ

15 પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો. 16 કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી. 17 અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?”

18 રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.” 19 જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” 20 એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું.

21 નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે. 22 ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી. 23 પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”

24 રિબકાએ જવાબ આપ્યો, “માંરા પિતા બથુએલ છે, જે મિલ્કાહ અને નાહોરના પુત્ર છે.” 25 પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.”

26 નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી. 27 નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.”

28 પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું, 29 રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે, 30 તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો. 31 લાબાને કહ્યું, “પધારો શ્રીમાંન, આપનું સ્વાગત કરું છું, તમે અહીં બહાર કેમ ઊભા છો? મેં તમાંરા ઊંટોને માંટે એક જગ્યા તૈયાર રાખી છે, અને તમાંરા માંટે સૂવાનો ઓરડો પણ તૈયાર કરી દીધો છે.”

32 તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું. 33 પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.”

લાબાન બોલ્યો, “તો કહો.”

રિબકા ઇસહાકની પત્ની બની

34 નોકરે કહ્યું, “હું ઇબ્રાહિમનો નોકર છું, યહોવાએ અમાંરા ધણી ઉપર દરેક બાબતમાં કૃપા કરી છે. માંરા ધણી મહાન વ્યકિત થઈ ગયા છે. 35 યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે. 36 માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે. 37 માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ. 38 એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’ 39 મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’ 40 પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે. 41 એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’

42 “આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો. 43 જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.” 44 અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ.” એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’

45 “માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો. 46 તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું. 47 પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી. 48 પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું. 49 હવે તમે શું કરશો? તે કહો. શું તમે માંરા ધણી પ્રત્યે દયાળુ અને શ્રધ્ધાળુ બનશો અને તમાંરી પુત્રી તેને આપશો? કે, પછી તમાંરી પુત્રી આપવાની ના પાડશો? એ મને જણાવો, જેથી માંરે કયે રસ્તે જવું તેની ખબર પડે.”

50 પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ. 51 આ રિબકા તમાંરી આગળ છે, એને લઈ જાઓ અને તમાંરા ધણીના પુત્ર સાથે પરણાવો.”

52 ઇબ્રાહિમના નોકરે આ સાંભળ્યું અને તેણે યહોવાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

માર્ક 7:1-13

દેવના નિયમો અને લોકોએ બનાવેલા કાયદાઓ

(માથ. 15:1-20)

કેટલાએક ફરોશીઓ અને કેટલાએક શાસ્ત્રીઓ યરૂશાલેમમાંથી આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા. ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (“ચોખ્ખા નહિ” નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.) ફરોશીઓ અને બધા યહૂદીઓ તેમની વિશિષ્ટ રીતે હાથ ધોયા વિના કદાપિ ખાતા નથી. તેઓ તેમની અગાઉ થઈ ગયેલા મહાન લોકોએ આપેલા ઉપદેશને અનુસરવા આ કરતા. અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે. ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી. તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા. તેઓ પ્યાલાઓ, ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે.

ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, “તારા શિષ્યો અમારા મહાન લોકો જે અમારી અગાઉ જીવી ગયા તેઓએ અમને આપેલા નિયમોને અનુસરતા નથી. તારા શિષ્યો જે હાથો ચોખ્ખા નથી તેના વડે તેમનું ખાવાનું ખાય છે. તેઓ આમ શા માટે કરે છે?”

ઈસુએ જવાબ આપ્યો, “તમે બધા દંભી છો. યશાયા તમારા વિષે સાચું જ કહે છે. યશાયાએ લખ્યું છે,

‘આ લોકો કહે છે તેઓ મને માન આપે છે,
    પણ તેઓ ખરેખર મને તેમના જીવનનો મહત્વનો ભાગ બનાવતા નથી.
તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે.
    જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’(A)

તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.”

પછી ઈસુએ તેઓને કહ્યું, “તમે ધારો છો કે તમે ચાલાક છો! તમે દેવની આજ્ઞા અવગણો છો જેથી તમે તમારા પોતાના ઉપદેશકને અનુસરી શકો. 10 મૂસાએ કહ્યું, ‘તમારે તમારા માતાપિતાને માન આપવું જોઈએ.’ પછી મૂસાએ કહ્યું, ‘જે કોઈ વ્યક્તિ તેના પિતા કે માની નિંદા કરે તેને મારી નાખવો જોઈએ.’ 11 પણ તમે ઉપદેશ આપો છો કે વ્યક્તિ તેના પિતા અને માને કહી શકે, ‘મારી પાસે થોડુંક છે. હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ કરી શકુ. પણ હું તમને મદદ કરવા માટે તેનો ઉપયોગ નહિ કરું. હું તે દેવને અર્પણ કરીશ.’ 12 તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી. 13 તેથી તમે ઉપદેશ આપો છો કે દેવે જે કહ્યું છે તે મહત્વનું નથી. તમે ધારો છો કે તમે લોકોને જે ઉપદેશ આપો છો તે નિયમોને અનુસરવું તે વધારે મહત્વનું છે અને તમે તેના જેવું ઘણું કરો છો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International