Revised Common Lectionary (Semicontinuous)
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
17 કદોરલાઓમેરને અને તેની સાથેના રાજાઓને હરાવીને ઇબ્રામ પાછો આવ્યો ત્યારે સદોમનો રાજા તેને મળવા માંટે શાવેહની ખીણમાં, એટલે કે, રાજાની ખીણમાં સામો ગયો.
મલ્ખીસદેકનો આશીર્વાદ
18 શાલેમનો રાજા મલ્ખીસદેક પણ ઇબ્રામને મળવા ગયો. મલ્ખીસદેક પરાત્પર દેવનો યાજક હતો. મલ્ખીસદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો હતો. 19 અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું:
“પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર
દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો.
20 તમને તમાંરા દુશ્મનોને હરાવીને પઢડવા માંટે મદદ
કરનાર પરાત્પર દેવની આપણે સ્તુતિ કરીએ.”
અને ઇબ્રામે યુદ્વ દરમ્યાન લધેલી બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો. 21 પદ્ધી સદોમના રાજાએ કહ્યું, “તમે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખી શકો છો. ફકત માંરા જે મૅંણસોને દુશ્મનો પઢડીને લઈ ગયા હતા તે મને સુપ્રત કરો.”
22 પરંતુ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “મેં પૃથ્વી અને આકાશના સર્જનહાર યહોવા, પરાત્પર દેવ સમક્ષ સમ લધા છે કે, 23 જે તમાંરી વસ્તુઓ છે તેમાંથી કંઈ પણ લઈશ નહિ. તારો એક તાંતણો કે, જોડાની વૅંધરી સુદ્વાં નહિ લઉ. હું એ નથી ઈચ્દ્ધતો કે, તું એમ કહે કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’ 24 હું તો ફકત એ જ ભોજનનો સ્વીકાર કરીશ જે માંરા જુવાનોએ ખાધું છે. પરંતુ તમે બીજા લોકોને તેનો ભાગ આપો. આપણી લડાઈમાં જીતેલી વસ્તુઓ તમે લઈ લો અને તેમાંથી થોડીક આનેર એશ્કોલ અને માંમરેને આપો. આ લોકોએ લડાઈમાં મને મદદ કરી હતી.”
પાઉલ માલ્ટાના ટાપુ પર
28 જ્યારે અમે જમીન પર સલામત હતા અમે જાણ્યું કે ટાપુ માલ્ટા કહેવાતો હતો. 2 તે વખતે વરસાદ વરસતો હતો અને ખૂબ ઠંડી હતી. પણ જે લોકો ત્યાં રહેતા હતા તે અમારા પ્રત્યે ઘણા સારા હતા. તેઓએ અમારા માટે અગ્નિ સળગાવ્યો અને અમારા બધાનું સ્વાગત કર્યુ. 3 પાઉલે આગ માટે થોડીક સૂકી લાકડીઓ ભેગી કરી. પાઉલ તે અગ્નિમાં લાકડા નાખતો હતો ત્યારે ગરમીને કારણે એક ઝેરી સાપ બહાર આવ્યો અને પાઉલના હાથે કરડ્યો. 4 ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”
5 પણ પાઉલે તે સાપને અજ્ઞિમાં ઝટકી નાખ્યો. પાઉલને કોઇ ઇજા થઈ નહિં. 6 લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!”
7 ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા. 8 પબ્લિયુસનો પિતા ઘણો બિમાર હતા. તે તાવને લીધે પથારીવશ હતો. તેને મરડો થયો હતો. પરંતુ પાઉલ તેની પાસે ગયો અને તેના માટે પ્રાર્થના કરી. પાઉલે તેના હાથો તે માણસના માથા પર મૂક્યા અને તેને સાજો કર્યો. 9 આ બનાવ પછી ટાપુ પરના લોકો જેઓ બિમાર હતા તેઓ પાઉલ પાસે આવ્યા. પાઉલે તેઓને પણ સાજા કર્યા.
10-11 ટાપુ ઉપરના લોકોએ અમને ઘણા માન સાથે ઘણી ભેટો આપી. ત્યાં અમે ત્રણ માસ રહ્યા. જ્યારે અમે વિદાય થવા તૈયાર થયા, લોકોએ અમને અમારી જરુંરી વસ્તુઓ આપી.
પાઉલનું રોમમાં ગમન
અમે આલેકસાંદ્રિયા શહેરમાંથી એક વહાણમાં બેઠા. તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International