Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા શાસન કરે છે.
હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
સુખી થાઓ!
2 તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
5 પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
6 તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓનું પૂજન કરનારા
અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
અને યહોવાની ઉપાસના કરશે.
8 હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
9 હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
અને તેનાં પવિત્ર નામને માન આપો!
“હું તમાંરી સાથે નહિ આવું”
33 યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ. 2 હું તારી આગળ માંરા એક દેવદૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ. 3 હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.”
4 લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. 5 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?’” 6 તેથી ઇસ્રાએલીઓએ પોતાનાં ઘરેણાં ઉતારી નાખ્યાં અને હોરેબ પર્વત છોડયા પછી ફરી પહેચાં નહિ.
13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે. 16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.
17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. 18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું. 19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે. 20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.
કેટલીક કરવાની વસ્તુઓ
4 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International