Revised Common Lectionary (Semicontinuous)
ઝાઇન
49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
10 “તમાંરા દેવ યહોવા કે જેમણે જે દેશ આપવાનું, તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાકને અને યાકૂબને વચન આપ્યું હતું તે દેશમાં તમને લઈ જશે. ખ્યાં મોટાં સુંદર નગરો છે, જે તમે બાંધ્યાં નથી. 11 ત્યાં સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર છે, જે તમે વસાવ્યાં નથી. પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે, જે તમે ખોઘ્યા નથી; તથા દ્રાક્ષની અને જૈતૂનની વૅંડીઓ છે, જે તમે વાવેલી નથી, ત્યાં તમે પુષ્કળ પ્રમૅંણમાં ખાશો ને તૃપ્ત થશો.
12 “ખબરદાર રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના દેશમાંથી તમને કાઢી લાવનાર યહોવાને તમે ભૂલી જાવ. 13 તમાંરા દેવ યહોવૅંથી ડરો, તેની સેવા કરવી અને તમાંરા બધા વચનોમાં ફકત તેમનું જ નામ વાપરવું. 14 તમાંરે પડોશી પ્રજાઓના દેવોની પૂજા કરવી નહિ. 15 કારણ કે, તમાંરી સૅંથે રહેનાર તમાંરા દેવ યહોવા એકનિષ્ઠા માંગતા દેવ છે. જો તમે અવજ્ઞા કરશો તો તમાંરા પર રોષે ભરાશે અને તમને પૃથ્વીના પડ પરથી ભૂંસી નાખશે અને તમાંરું નામનિશાન રહેશે નહિ.
16 “તમે માંસ્સાહમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને ઉશ્કેર્યા હતા અને તેમની ધીરજની પરીક્ષા કરી હતી તેવી યહોવાની કસોટી કરશો નહિ. 17 તમાંરા દેવ યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓનું તમાંરે ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું. 18 અને યહોવાની નજરમાં જે યોગ્ય અને સારું છે તે જ્યારે તમે કરશો, ત્યારે જ તમાંરું ભલું થશે અને યહોવાએ તમાંરા પિતૃઓને જે સારો દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં દાખલ થઈને તેનો કબજો તમે મેળવી શકશો. 19 વળી દેવના કહ્યા પ્રમૅંણે તેમની મદદથી તમે તમાંરા દેશમાંથી તમાંરી સામેના બધા દુશ્મનોને કાઢી શકશો.
ઘ્ર્ેવના કાર્યોનું સંતાનોને શિક્ષણ
20 “ભષિષ્યમાં તમાંરો પુત્ર તમને પૂછે કે; ‘આપણા દેવ યહોવાએ તમને કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ શા માંટે જણાવ્યાં હતા?’ 21 ત્યારે તમાંરે કહેવું, ‘અમે મિસરમાં ફારુનના ગુલામ હતા. યહોવા તેમના મહાન પરાક્રમ વડે અમને મિસરમાંથી મુકત કરીને બહાર લાવ્યા. 22 તેમણે ભારે પરચાઓ બતાવી મિસરવાસીઓ, ફારુન અને તેમના બધા અમલદારો પર ભયંકર આફતો ઉતારી હતી, એ બધું અમે પ્રત્યક્ષ નજરે નિહાળ્યું છે. 23 પરંતુ આપણને તો તે ત્યાંથી બહાર લઈ આવ્યાં, જેથી આપણા પિતૃઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું તેમાં આપણને લઈ આવે અને તેનો કબજો આપણને સોંપે. 24 તે વખતે યહોવાએ આ બધા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી હતી, જેથી આપણે તેનો ભય રાખીને ચાલીએ અને તેથી આજ સધી આપણે જેમ સુખસમુદ્વિમાં રહેતા આવ્યા છીએ તેમ સદાને માંટે રહેવા પામીએ. 25 જો આપણે કાળજીપૂર્વક આ બધા નિયમોનું પાલન કરીએ જે યહોવા, આપણા દેવે આપણને આજ્ઞા કરેલી, તે આપણા માંટે સદાચારી કૃત્ય થશે.’
ઈસુને મારી નાખવાની યહૂદિ આગેવાનોની યોજના
(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂ. 22:1-2)
45 ત્યાં ઘણા યહૂદિઓ મરિયમની મુલાકાતે આવ્યા હતા. આ યહૂદિઓએ ઈસુએ જે કર્યુ તે જોયું અને આ યહૂદિઓમાંના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 46 પરંતુ કેટલાક યહૂદિઓ ફરોશીઓ પાસે ગયા. તેઓએ ઈસુએ જે કર્યુ તે ફરોશીઓને કહ્યું. 47 પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી. તેઓએ કહ્યું, “આપણે શું કરવું જોઈએ? આ માણસ (ઈસુ) ઘણા ચમત્કારો કરે છે. 48 જો આપણે તેને આ ચમત્કારો કરવાનું ચાલુ રાખવા દઈશું, તો બધા લોકો તેનામાં વિશ્વાસ કરશે. પછી રોમનો આવશે અને આપણા મંદિર અને રાષ્ટ્રને લઈ લેશે.”
49 ત્યાં કાયાફા નામનો એક માણસ હતો. તે વરસે તે પ્રમુખ યાજક હતો. કાયાફાએ કહ્યું, “તમે લોકો કશું જાણતા નથી! 50 લોકોના માટે એક માણસનું મરવું તે આખા રાષ્ટ્રનો વિનાશ થાય વે કરતાં વધારે સારું છે. પરંતુ તમને આનો ખ્યાલ આવતો નથી.”
51 કાયાફાએ આ વિષે તેની જાતે આનો વિચાર કર્યો નહિ. તે વરસનો તે મુખ્ય યાજક હતો. તેથી તેણે ખરેખર ભવિષ્ય કહ્યું હતું કે ઈસુ યહૂદિઓના રાષ્ટ્ર માટે મૃત્યુ પામશે. 52 હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.
53 તે દિવસે યહૂદિ આગેવાનોએ ઈસુને મારી નાખવાની યોજના કરવાનું શરું કર્યુ. 54 તેથી ઈસુએ યહૂદિઓમાં આજુબાજુ જાહેરમાં ફરવાનું બંધ કર્યુ. ઈસુએ યરૂશાલેમ છોડ્યું અને રણની નજીકની જગ્યાએ ગયો. ઈસુ એફ્રાઈમ નામના શહેરમાં ગયો. ઈસુ ત્યાં તેના શિષ્યો સાથે રહ્યો.
55 યહૂદિઓના પાસ્ખાપર્વનો લગભગ તે સમય હતો. તે દેશમાંથી ઘણા લોકો પાસ્ખાપર્વ પહેલા યરૂશાલેમ ગયા. તેઓ પાસ્ખાપર્વ પહેલા પોતાને શુદ્ધ કરવા માટે ખાસ વસ્તુઓ કરવા ગયા હતા. 56 લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા, “શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?” 57 પરંતુ મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ વિષે ખાસ હુકમ આપ્યો હતો. તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ. પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International