Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 105:1-6

યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
    તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
    તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
    યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
    સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
    અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
    અને તમે યહોવાની પસંદગીના લોકો છો.

ગીતશાસ્ત્ર 105:37-45

37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
    સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
    અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
    કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
    અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
    અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
    જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
    પોતાના વચનનું સ્મરણ કર્યુ.
43 તેઓ પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને,
    ખુશીથી પાછા લઇ આવ્યાં.
44 તેમણે તેઓને પરદેશીઓની ભૂમિ આપી;
    અને તે અન્ય લોકોએ બનાવેલી વસ્તુઓ તેમને વારસારૂપે મળી.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
    અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;

હાલેલૂયા!

નિર્ગમન 16:1-21

ઇસ્રાએલીઓની ફરિયાદ, તેથી દેવે ખોરાક મોકલ્યો

16 ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજે એલીમથી યાત્રાનો આરંભ કર્યો અને તેઓ એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના રણપ્રદેશમાં આવ્યા. મિસરમાંથી નીકળ્યા પછી બીજા મહિનાનો તે 15 મો દિવસ હતો. તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી. તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.”

ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ. રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.”

એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે. કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.”

પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”

પછી મૂસાએ હારુનને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને સંબોધન કર, તેમને કહે, યહોવાની સમક્ષ સૌ ભેગા થાઓ, કારણ કે તેમણે તમાંરી ફરિયાદો સાંભળી છે.”

10 હારુને ઇસ્રાએલના સમગ્ર લોકસમુદાયને સંબોધન કર્યું; તે બધા એક જ સ્થાન પર ભેગા થયા હતા. તે સભાને કહેતો હતો તે દરમ્યાન તેમણે રણ તરફ જોયું, તો તે લોકોને વાદળમાં યહોવાનાં ગૌરવનાં દર્શન થયાં,

11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.’”

13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું. 14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના પડ જેવું બારીક નાનો ગોળ પદાર્થ રણની સપાટી પર હતો. 15 ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે. 16 યહોવાની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાનાથી ખાઈ શકાય તેટલું ભેગું કરી લો, માંથાદીઠ બે પાયા પ્રમાંણે તમાંરા તંબુમાં રહેનારા માંણસોના પ્રમાંણે લઈ લો.’”

17 અને ઇસ્રાએલના લોકોએ એ પ્રમાંણે કર્યું, કેટલાકે વધુ તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું. 18 અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું.

19 પછી મૂસાએ તેમને કહ્યું, “તમાંરામાંથી કોઈએ સવારને માંટે રાખી મૂકવું નહિ.” 20 પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો.

21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાનાથી ખવાય તેટલો ખોરાક ભેગો કરતાં, અને સૂર્ય તપતો ત્યારે જે વધતું હોય તે બધું ઓગળી જતું.

2 કરિંથીઓ 13:5-10

તમે પોતાને ધ્યાનથી જુઓ. તમે વિશ્વાસમાં છો કે નહિ તેની પરીક્ષા કરો. તમે જાણો છો કે ઈસુ ખ્રિસ્ત તમારામાં જીવે છે. પરંતુ જો તમે પરીક્ષામાં નિષ્કળ જશો, તો ખ્રિસ્ત તમારામાં સમાવિષ્ટ નથી. પરંતુ મને આશા છે કે તમે જોશો કે અમે પરીક્ષામાં નિષ્કળ નથી ગયા. અમે દેવને પ્રાર્થના કરીએ છીએ કે તમે કોઈ દુષ્કર્મો ન કરો. તે મહત્વનું નથી કે અમારી પરીક્ષણની સફળતા લોકો જુએ. પરંતુ એ મહત્વનું છે કે તમે જે યોગ્ય છે તે જ કરો, પછી ભલેને લોકો વિચારે કે અમે પરીક્ષણ માં નિષ્ફળ ગયા છીએ. અમે સત્યની વિરુંધ્ધ કશું જ કરી શકીએ નહિ. અમે માત્ર એ જ કરી શકીએ જે સત્ય માટે છે. જો તમે શક્તિશાળી છો તો, નિર્બળ થવામાં અમને આનંદ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વધુ ને વધુ પ્રબળ બનો. 10 હું જ્યારે તમારી સાથે નથી ત્યારે આ વાતો લખું છું. હું લખું છું જેથી જ્યારે હું આવું ત્યારે તમને શિક્ષા કરવા માટે મારા સાર્મથ્યનો ઉપયોગ ના કરવો પડે. પ્રભુએ મને તે સાર્મથ્ય તમને પ્રબળ કરવા આપ્યું છે નહિ કે તમારો ધ્વંશ કરવા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International