Revised Common Lectionary (Semicontinuous)
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
તમે સત્યને જોઇ શકો છો.
3 તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
અને મારો પગ કદી લપસ્યો નથી.
6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
અને તેનો જવાબ આપો.
7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
ઇસ્રાએલ પર દેવની કૃપાદૃષ્ટિ થશે
14 કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે. 2 ઘણી પ્રજાઓ તેમને તેમના પોતાના વતનમાં જવામાં સાથ આપશે, અને યહોવાની આપેલી ભૂમિમાં ઇસ્રાએલીઓએ લોકોને દાસ અને દાસીઓ તરીકે રાખશે; અને તેમને કેદ પકડનારાઓને તેઓ કેદ પકડશે અને તેમના પર અન્યાય કરનારાઓ પર તેઓ રાજ્ય કરશે.
પાઉલ ફિલિપીના ખ્રિસ્તીઓનો આભાર માને છે
10 હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી. 11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. 12 દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું. 13 ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
14 પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે. 15 તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International