Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
45 તેઓ ભરોસો કરે અને તેનાં વિધિઓનું પાલન કરે
અને તેના માર્ગોને અનુસરે તેથી યહોવાએ આ કર્યુ;
હાલેલૂયા!
16 યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે. 17 અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને દુર્દશામાંથી મુક્ત કરાવી કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ, જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.’
18 “વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.’
19 “પરંતુ મને ખબર છે કે મિસરનો રાજા તમને જવા નહિ દે. હા, માંત્ર મહાન શક્તિ જ તેને વિવશ કરશે અને તમને જવા દેશે. 20 આથી હું માંરું બળ બતાવીશ, અને ત્યાં વિવિધ પ્રકારનાં પરાક્રમો કરીને મિસરને ખોખરું કરીશ, ત્યાર પછી તે તમને જવા દેશે. 21 ઇસ્રાએલી લોકો પર મિસરના લોકોને દયા થાય તેમ હું કરીશ, પરિણામે જ્યારે તમે નીકળશો, ત્યારે ખાલી હાથે નહિ નીકળો.
22 “પણ દરેક સ્ત્રી તેની મિસરી પડોશણ પાસેથી અને તેના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનારૂપાનાં દાગીનાં અને સુંદર કિમતી વસ્ત્રો માંગી લેશે, અને તે તમે તમાંરાં પુત્રપુત્રીઓને પહેરવા આપશો; આમ તમે મિસરીઓનું ધન લૂંટી શકશો.”
7 દુષ્ટતાની છૂપી તાકાત જગતમાં ક્યારની પ્રવર્તી રહી છે. પરંતુ એવી એક વ્યક્તિ છે કે જે દુષ્ટતાની છૂપી તાકાતને અટકાવી રહી છે. અને જ્યાં સુધી દુષ્ટ માણસને માર્ગમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેશે. 8 પછી તે દુષ્ટ માણસ પ્રગટ થશે (આવશે). અને પ્રભુ ઈસુ તે દુષ્ટ માણસનો તેની ફૂંક્થી સંહાર કરશે. પ્રભુ ઈસુ પોતાના આગમનના પ્રભાવથી તે દુષ્ટ માણસનો નાશ કરશે.
9 ષ્ટ માણસ શેતાનની તાકાત વડે આવશે. તેની પાસે ઘણી તાકાત હશે. અને તે સર્વ પ્રકારનાં ખોટા પરાકમો, ચિહનો, તથા ચમત્કારો કરશે. 10 દુષ્ટ માણસ દરેક પ્રકારના પાપરુંપ કપટ સાથે પ્રયુક્તિઓમાં જે લોકો ભટકી ગયેલા છે તેમને મૂર્ખ બનાવવા માટે ઉપયોગ કરશે. તે લોકો ભટકી ગયા છે કારણ કે તેઓએ સત્યને ચાહવાનો ઈન્કાર કરી દીધો. (જો તેઓએ સત્યને ચાહ્યું હોત, તો તેઓનું તારણ થઈ શકયું હોત.) 11 પરંતુ તે લોકોએ તો સત્યને ચાહવાનો અસ્વીકાર કર્યો, તેથી દેવે તેઓની તરફ તેઓને સત્યથી વેગળા દોરી જાય તેવું કઈક શક્તિશાળી મોકલ્યું છે. દેવ તેઓની તરફ તે તાકાત મોકલે છે જેથી કરીને જે સત્ય નથી તેનો જ તેઓ વિશ્વાસ કરે. 12 તેથી બધા લોકો કે જે સત્યમાં વિશ્વાસ ધરાવતા નથી તેઓ ગુનેગાર ગણાશે. તેઓએ સત્યમાં વિશ્વાસ કર્યો નહિ, અને દુષ્ટ કાર્યો કરવામાં તેઓએ આનંદ માણ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International