Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં
તમને મદદ માટે પોકાર કર્યો.
2 હે યહોવા, મારી હાકલ સાંભળ;
અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.
3 હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત,
તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
4 પરંતુ તમે લોકોને માફી આપો છો,
તેથી તમે આદર પામશો.
5 તેથી હું મોટી આશા સાથે યહોવાની વાટ જોઉ છું,
મારો આત્મા તેમની રાહ જુએ છે,
હું તેમના વચન પર આધાર રાખું છું.
6 પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ
હું યહોવાની રાહ જોઉં છું.
7 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો વિશ્વાસ મૂકો,
કારણ, તે દયાળુ ને કૃપાળુ છે
અને તે આપણને બચાવવા આપણી પાસે આવે છે.
8 તેઓના બધાં પાપોને માટે તે પોતે ઇસ્રાએલને માફ કરશે.
ગુમ થયેલો પ્યાલો
44 પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો; 2 સૌથી નાના ભાઈની ગૂણમાં પૈસાની સાથે માંરો પેલો ચાંદીનો પ્યાલો પણ મૂકી દેજો.” અને તેણે યૂસફના હુકમ પ્રમાંણે કર્યુ.
3 બીજે દિવસે વહેલી સવારે એ લોકોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા. 4 જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો? 5 આ એ જ પ્યાલો છે જે માંરા ધણી પીવા માંટે અને રહસ્યો જાણવા માંટે વાપરે છે. તમે ખરેખર ખોટું કર્યુ છે.’”
6 પછી જયારે તેણે તેમને પકડી પાડયા ત્યારે તેણે તેમને આ જ વચનો કહ્યાં.
7 પણ તેમણે તેને પૂછયું, “અમાંરા ધણી આવું શા માંટે કહે છે? અમને આમ કરવાનો વિચાર સરખોય આવે ખરો! 8 જરા જુઓ તો ખરા, જે પૈસા અમને અમાંરી ગૂણોના મોઢા આગળથી મળ્યા તે અમે છેક કનાન દેશથી તેમને આપવા પાછા લાવ્યા; પછી તારા ધણીના ઘરમાંથી સોનાચાંદીની ચીજો ચોરીએ એવું બને ખરું? 9 તારા સેવકો એવા અમાંરી પાસેથી જેની પાસે એ નીકળે તેને ફાંસીની સજા કરજો. અમે પણ અમાંરા ધણીના ગુલામો થઇશું.”
10 આ સાંભળીને કારભારીએ કહ્યું, “તમાંરી વાત બરાબર છે; જેની પાસેથી એ નીકળે તે માંરો ગુલામ થાય; અને બાકીના નિર્દોષ પુરવાર થશે.”
કાવતરાને લીધે બિન્યામીનનું પકડાઇ જવું
11 પછી તરત જ તે બધાએ પોતપોતાની ગુણો નીચે ઉતારી, ને દરેકે, પોતપોતાની ગુણ ઉઘાડી. 12 એટલે કારભારીએ મોટાથી શરૂ કરીને તે નાના સુધીની બધાની ગુણો તપાસી તો બિન્યામીનની ગુણમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો. 13 જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓએ દુ:ખના માંર્યા પોતાનાં કપડાં ફાંડી નાખ્યાં અને દરેક જણે પોતપોતાનાં ગધેડાં બાધ્યા. અને પછી તેઓ નગરમાં પાછા ફર્યા.
14 જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા. 15 યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”
16 યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિર્દોષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિર્દોષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.”
17 પછી યૂસફે કહ્યું, “માંરાથી એવું થાય કેવી રીતે? માંત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ માંરો ગુલામ બનશે; અને બાકીના તમે બધા તો શાંતિથી તમાંરા પિતાની પાસે જાઓ.”
યહૂદાનું બિન્યામીનને માંટે વિનવવું
18 પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો. 19 માંરા ધણીએ સેવકોને સવાલ કર્યો હતો કે, ‘તમાંરે પિતા અથવા ભાઈ છે?’ 20 તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’ 21 અને તમે અમને સેવકોને જણાવેલું કે, ‘તેને માંરી પાસે લઈને આવો એટલે તેને હું જોઉં તો ખરો.’ 22 અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’ 23 અને તમે અમને તમાંરા સેવકોને કહ્યું હતું, ‘જો તમે તમાંરા સૌથી નાના ભાઇને તમાંરી સાથે ન લાવો તો તમે માંરું મુખ ફરી નહિ જોશો.’ 24 પછી અમે આપના સેવકો-અમાંરા પિતા પાસે ગયા અને તેમને અમે ધણીના શબ્દો કહી સંભળાવ્યા,
25 “અને પછી જયારે અમાંરા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.’ 26 એટલે અમે કહ્યું, ‘અમાંરાથી કેવી રીતે જવાય? અમાંરો સૌથી નાનો ભાઈ જો અમાંરી સાથે આવતો હોય તો જ અમે જઇ શકીએ, કારણ, અમાંરો નાનો ભાઇ અમાંરી સાથે ના હોય, તો અમે તે માંણસનું મુખ જોઈ શકીશું નહિ.’ 27 એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા. 28 અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, “જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે.” અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી. 29 અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’ 30 તેથી કરીને હવે તમાંરા સેવકની એટલે કે, માંરા પિતાની પાસે હું જાઉં, અને એ છોકરો અમાંરી સાથે નહિ હોય તો 31 તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે.
32 “વાત એવી છે કે, હું માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’ 33 એટલે હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમાંરા સેવકને માંરા ધણી પાસે સેવક થઈને રહેવા દો; અને પેલા છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો. 34 કારણ કે એ છોકરો જો આપણી સાથે ના હોય, તો આપણાથી પિતા પાસે જવાય શી રીતે? માંરા પિતાનું શું થશે એનો મને બહુ જ ડર લાગે છે.”
13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.
17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.
22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.
25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:
“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (A)
28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International