Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 114

જ્યારે ઇસ્રાએલીઓ વર્ષો પૂવેર્ મિસરમાંથી નીકળ્યા,
    તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
પછી યહૂદિયા દેવનું નવું ઘર
    અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો;
    યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા
    અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.

અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો?
    યર્દન નદી, શું થયું તારા પાણીનું?
    શા માટે તમે પાછા હઠી ગયા?
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા?
    અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ,
    તું થરથર કાંપ.
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું.
    તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.

નિર્ગમન 14:1-18

14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો. ફારુન વિચારશે કે, ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે. હું ફારુનને હઠે ચઢાવીશ જેથી તે તમાંરો પીછો કરશે અને તેના લશ્કરનો પરાજય કરીને હું માંરો મહિમાં વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું યહોવા છું.” અને ઇસ્રાએલીઓએ એ મુજબ કર્યુ.

ઇસ્રાએલીઓનો પીછો કરતો ફારુન

જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇસ્રાએલના લોકો ભાગી ગયા છે. ત્યારે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું આપણે શું કર્યુ, “ઇસ્રાએલીઓને આપણે જવા કેમ દીધાં? આપણે આપણા ચાકરોને ગુમાંવ્યા છે.”

એટલે ફારુને પોતાનો રથ તૈયાર કર્યો અને પોતાનું લશ્કર ભેગું કર્યુ. ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો. અને યહોવાએ મિસરના રાજા ફારુનને હિંમતવાન બનાવ્યો, તેથી તે ઇસ્રાએલી લોકોની પાછળ પડ્યો જે પોતાના હાથ ઉચા કરી નીકળી રહ્યાં હતા.

મિસરના લશ્કરમાં અસંખ્ય ઘોડા, સૈનિકો અને રથો હતા. તે બધાએ એટલે કે ઘોડેસવારોએ તથા રથ સવારોએ તથા સૈનિકોએ ઇસ્રાએલીઓનો પીછો પકડયો. અને તેઓ બાલસફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા.

10 જે સમયે ફારુન તેમની નજીક આવી પહોંચ્યો, તે સમયે ઇસ્રાએલીઓએ નજર કરીને જોયું તો ખબર પડી કે તેમની પાછળ મિસરીઓ પડ્યા છે! ત્યારે તેઓ ખૂબ ભયભીત થયા અને સહાય માંટે યહોવાને પોકાર કર્યો. 11 તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી. 12 અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો?’ આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.”

13 પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ. 14 તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.”

15 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર. 16 તું તારી લાકડીને રાતા સમુદ્ર ઉપર ઉઠાવી, હાથ લાંબો કર. સમુદ્રના બે ભાગ થઈ જશે. જેથી ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17 પછી હું મિસરવાસીઓને હિંમતવાન બનાવીશ એટલે તેઓ તમને સમુદ્રમાં હાકી કાઢશે. અને ફારુન તથા તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીશ અને તેઓ મને માંન આપે તેમ કરીશ. 18 એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવા છું. અને જ્યારે હું ફારુન, તેના ઘોડેસવારો અને રથપતિઓને હરાવીશ ત્યારે તેઓ માંરું સન્માંન કરશે.”

પ્રેરિતોનાં કૃત્યો 7:9-16

“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો. 10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી. 11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ.

12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.) 13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું. 14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે) 15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. 16 પાછળથી તેઓના શરીરોને શખેમ લઈ જવામાં આવ્યા. તેઓને કબરમાં મૂકવામાં આવ્યા. (તે એ જ કબર હતી જે ઈબ્રાહિમે હમોરના દીકરાઓ પાસેથી શખેમમાંથી ખરીદી હતી. તેણે તેઓને રૂપાનું નાણું પણ ચૂકવ્યું હતું.)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International