Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
3 ફરી એક વખત યરૂશાલેમ
એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
4 ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
7 ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
તારામાં શાંતિ થાઓ.
9 યહોવા અમારા દેવના મંદિરને માટે
હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.
15 “હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ. 16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.
17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો. 18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. 19 હે યહોવા, સાંભળો, હે યહોવા, ક્ષમા કરો, હે યહોવા, મારું સાંભળો અને કઇંક કરો. તમારા પોતાને માટે હે મારા દેવ, કારણકે તમારા લોકો અને તમારું નગર તમારા નામે ઓળખાય છે.”
દેવને તમારી જાત સોંપો
4 તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાાંથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે. 2 તમારી પાસે જે નથી તે પ્રાપ્ત કરવા તમે સ્વાર્થી ઈચ્છા રાખો છો અને તે મેળવવા અદેખાઇ કરો છો અને તેથી તમે હત્યા કરો છો પરંતુ કશું મેળવી શકતા નથી. વળી તે માટે તમે વિવાદ અને ઝઘડા કરો છો. તમારે જે જોઈએે છે તે તમને મળતું નથી કારણ તમે દેવ પાસે માંગતા નથી. 3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.
4 તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએ કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે. તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગ[a] બનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે. 5 તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો જ અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.” 6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. અને શાસ્ત્ર કહે છે કે; “જે લોકો અભિમાની છે, તેઓની વિરૂદ્ધ દેવ છે. પરંતુ જેઓ વિનમ્ર છે તેઓના પર દેવની કૃપા છે.”(A)
7 તેથી તમારી જાત દેવને સોંપી દો. શેતાનની સામા થાઓ, અને શેતાન તમારી પાસેથી નાસી જશે. 8 દેવની નજીક આવો અને દેવ તમારી પાસે આવશે. તમે પાપી છો. તેથી તમારા જીવનમાંથી પાપ દૂર કરો. તમે દુનિયા અને દેવ બંનેને એક સાથે અનુસરવા માગો છો. તમારી વિચારધારાને નિર્મળ બનાવો. 9 તમે ઉદાસ થાઓ, શોક કરો, અને રડો! તમારા હાસ્યને શોકમાં ફેરવો. તમારા આનંદને વિષાદમય બનાવો. 10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International