Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
8 અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”
9 એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”
ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”
10 હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો. 11 પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”
12 પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા. 13 ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો. 14 પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો; 15 પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,
“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા,
જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
16 જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
તે આ છોકરાઓને આશીર્વાદ આપો;
અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો.
અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”
17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. 18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”
19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
ઈસુનું 5,000 થી વધારે માણસને જમાડવું
(માથ. 14:13-21; લૂ. 9:10-17; યોહ. 6:1-14)
30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું. 31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”
32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. 33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા. 34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International