Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83:1-4

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

ગીતશાસ્ત્ર 83:9-10

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.

ગીતશાસ્ત્ર 83:17-18

17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ન્યાયાધીશો 4:8-24

બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં.”

તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ; પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”

ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ. 10 બારાક નફતાલી અને ઝબુલોનના કુળસમૂહો પાસે ગયો અને લોકોને બોલાવ્યા અને લગભગ 10,000 માંણસોને સૈન્ય માંટે લઈને તે ગયો દબોરાહ પણ તેની સાથે ગઈ.

11 કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો. કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.

12 સીસરાને સમાંચાર મળ્યાં કે અબીનોઆમના પુત્ર બારાક તેના સૈન્ય સાથે તાબોર પર્વત ઉપર ગયા છે. 13 એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.

14 ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો. 15 યહોવાએ બારાકને સીસરા પર હુમલો કરવા મદદ કરી અને તેના બધા રથ સૈનિકોને બારાકનું લશ્કર જોઈને બેબાકળાં બનાવી દીધાં. સીસરા પોતે રથમાંથી કૂદીને ભાગી ગયો. 16 બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.

17 સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં. 18 સીસરાને મળવા માંટે યાએલ સામે આવીને ઊભી રહી અને બોલી, “આવો, નામદાર, અંદર આવો, ડરશો નહિ.” આથી તે તંબુમાં ગયો અને તેણીએ તેને ધાબળા વડે ઢાંકી દીધો.

19 સીસરાએ યાએલને કહ્યં, “મને તરસ લાગી છે, મને પીવા માંટે થોડું પાણી આપ.” તેથી તેણીએ તેને દૂધની ભરેલી મશક આપી અને ફરી તેને ઢાંકી દીધો.

20 પછી સીસરાએ યાએલને કહ્યું, “તંબુના બારણામાં ઊભી રહે, અને કોઈ માંરી તપાસ કરવા આવે અને પૂછે કે અંદર કોઈ છે, તો કહેજે, ‘ના.’”

21 પણ તે ખૂબ થાકેલો હતો અને જલદીથી ઘસઘસાટ સૂઈ ગયો ત્યારે હેબરની પત્ની યાએલે એક હથોડો અને તંબુનો ખીલ્લો લઈને સીસરાના માંથામાં ઠોકી દીધો તેથી સીસરો આમ મૃત્યુ પામ્યો.

22 જ્યારે સીસરાને શોધતો શોધતો બારાક ત્યાં આવ્યો ત્યારે યાએલે આવીને તેને કહ્યું, “આવો, તમે જે માંણસને શોધો છો તે હું બતાવું.” તે તેની સાથે તંબુમાં ગયો અને ત્યાં તંબુનો ખીલ્લો જોયો જે સીસરાના માંથામાં હતો અને તે મૃત પડયો હતો.

23 તેથી તે દિવસે દેવે કનાનના રાજા યાબીનને ઈસ્રાએલીઓ માંટે હરાવ્યો. 24 ત્યારબાદ ઈસ્રાએલીઓ કનાનના રાજા યાબીન સામેના હુમલાઓમાં વધુને વધુ બળવાન થતા ગયા અને આખરે તેમણે તેનો નાશ કર્યો.

રોમનો 2:1-11

તમે યહૂદિઓ પણ પાપી છો

જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો. જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે. જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી. દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.

પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે. દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે. પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે. 10 પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ. 11 કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International