Revised Common Lectionary (Semicontinuous)
નુન
105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે;
મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
106 એવી પ્રતિજ્ઞા મેં કરી હતી,
“હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
107 હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું;
તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો;
અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે;
છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
110 દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે;
છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
111 હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ,
તે મારા હૃદયનો આનંદ છે.
112 મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે
મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
32 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો,
અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.
2 માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે,
માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે
ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ,
ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.
3 હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.
4 “યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે,
તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે.
તે સર્વદા વિશ્વાસપાત્ર છે!
તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
5 તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા.
તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!
6 ઓ મૂર્ખ લોકો!
જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો?
એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો?
અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.
7 “ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો;
કેવા હતા તમાંરા પૂર્વજો!
પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે;
પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.
8 પરાત્પર યહોવાએ પૃથ્વી પર,
પ્રજાઓને વિભાજીત કર્યા,
પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી,
સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.
9 પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા,
કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.
10 “વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું,
અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.
પાઉલ પોતાના કાર્ય વિષે કહે છે
14 મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો. 15 એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ. 16 એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.
17 આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે. 18 મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે. 19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે. 20 જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું. 21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે:
“જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે,
અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International