Old/New Testament
અમાંલેકીઓનો નાશ કરતો શાઉલ
15 શમુએલે એક દિવસે શાઉલને કહ્યું, “યહોવાએ મને રાજા તરીકે તારો અભિષેક કરવા મોકલ્યો છે. હવે તું યહોવાના વચન સાંભળ. 2 યહોવા સર્વસમર્થ કહે છે, ‘ઇસ્રાએલીઓ, તે સમયે જ્યારે તેઓ મિસરમાંથી આવતા હતા, અમાંલેકના લોકોએ તેમને તેમની ભૂમિમાંથી પસાર થતાં રોકયા. અમાંલોકીઓએ શું કર્યું તે મે જોયું હતું. 3 હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”
4 આથી શાઉલે બધા લોકોને “ટલાઈમ” બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે. 5 પછી તેઓ અમાંલેકીઓના નગર પાસે ગયા, અને નદીના કોતરોમાં તેમની રાહ જોઇ. 6 તેમણે કેનીઓને સંદેશો મોકલ્યો કે, “તમે તો ઇસ્રાએલીઓ જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખ્યો હતો. તમે અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા જાઓ, નહિ તો માંરે તેમની સાથે તમને પણ માંરી નાખવા પડશે.” તેથી કેનીઓ અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા ગયા.
7 ત્યાર પછી શાઉલે અમાંલેકીઓને હરાવ્યા અને તેમને દૂર હાંકી કાઠયાં, હવીલાહથી શૂર સુધી, મિસરની સરહદે. 8 તેણે અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડયો પરંતુ બાકીના બધા લોકોની હત્યા કરીને સર્વનાશ કર્યો. 9 પછી શાઉલ અને તેના સૈન્યે અગાગને જીવતો છોડયો પછી શ્રેષ્ઠ જાડી ગાયો, ઘેટાઁ અને હલવાનોને માંર્યા નહિ. પણ તેઓએ નબળાં પ્રાણીઓ જેઓ મૂલ્યહીન હતા અને બીજી નકામી ચીજોનો નાશ કર્યો.
શાઉલ અયોગ્ય જાહેર થાય છે
10 પછી શમુએલને યહોવાની વાણી સંભળાઈ: 11 “હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.
12 શમુએલ સવારનાં વહેલો ઉઠયો; અને શાઉલને મળવા ગયો પણ લોકોએ તેને કહ્યું, “શાઉલ પોતાની ખ્યાતિમાં એક સ્માંરક ઊભું કરવા કામેર્લ ગયો છે. ત્યાથી તે બીજી જગ્યાઓએ જશે અને છેવટે ગિલ્ગાલ જશે.”
13 શમુએલ જ્યારે શાઉલ પાસે પહોંચ્યો; ત્યારે શાઉલે તેને આવકારતા કહ્યું, “યહોવા તમાંરું ભલું કરો; મેં યહોવાની આજ્ઞા પાળી છે.”
14 એટલે શમુએલે પૂછયું, “તો પછી માંરે કાને ઘેટાંના રડવાનો અને બળદ અને ગાયના ભાંભરવાનો અવાજ કેમ આવે છે? આવું કેમ છે?”
15 શાઉલે જવાબ આપ્યો, “માંરા માંણસોએ એ બધાં પ્રાણીઓ અમાંલેકીઓ પાસેથી પડાવી લીધાં છે. સારામાં સારાં ઘેટાં અને બળદને તેમણે જીવતાં રહેવા દીધાં છે જેથી તેઓ તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરી શકે. બાકીનાં બધાંનો અમે પૂરો નાશ કર્યા છે.”
16 શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.”
શાઉલ બોલ્યો, “કહો.”
17 શમુએલે કહ્યું, “જયારે તેઁ વિચાર્યુ તું કાઇ પણ નથી, યહોવાએ તને ઇસ્રાએલીઓનો રાજા બનાવ્યો, અને હવે તું ઇસ્રાએલના કુળસમૂહોનો મુખી છે. 18 યહોવાએ તને વિશિષ્ટ કામ સોંપીને મોકલ્યો હતો, તને જણાવ્યું હતું, ‘જા, અને દુષ્ટ અમાંલેકીઓનો નાશ કર. જયાં સુધી તેમનું નામનિશાન નાશ ના પામે ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’ 19 તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”
20 શાઉલે જવાબ આપ્યો, “પણ મેં યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ છે. મને યહોવાએ જયાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરો નાશ કર્યા છે. 21 માંરા માંણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલાં સારામાં સારાં ઘેટાં અને બળદોને માંરી નાખવાને બદલે ગિલ્ગાલમાં તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરવા લઈ લીધા છે.”
22 પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે. 23 પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”
24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યાં પ્રમાંણે વત્ર્યો, 25 પણ હવે કૃપા કરીને માંરું પાપ માંફ કરો. હું તમને પ્રાર્થના કરું છું કે તમે માંરી સાથે પાછા ફરો, જેથી હું યહોવાની ઉપાસના કરી શકું.”
26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”
27 શમુએલ જવા માંટે ફર્યો ત્યારે તેને અટકાવવા માંટે શાઉલે તેના ઝભ્ભાની ચાળ પકડી લીધી અને તે ફાટી ગઈ. 28 શમુએલે તેને કહ્યું, “તેં માંરો ઝભ્ભો ફાડ્યો છે. તે જ રીતે યહોવાએ આજે તારી પાસેથી ઇસ્રાએલનું રાજ્ય ફાડી લીધું છે અને જે તારા કરતાઁ સારી વ્યકિત છે તે તારા મિત્રોમાંથી એકને આપી દીધું છે. 29 ઇસ્રાએલનો મહાન દેવ યહોવા કદી જૂઠું બોલતો નથી કે, પોતાનો નિર્ણય બદલતો નથી. તે માંણસ જેવો નથી જે પસ્તાય અને તેનો નિર્ણય ફેરવે.”
30 શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે; પણ માંરા લોકોના આગેવાનો આગળ અને ઇસ્રાએલીઓ આગળ માંરું માંન જાળવો અને માંરી સાથે પાછા આવો, જેથી હું તમાંરા દેવ યહોવાની ઉપાસના કરી શકું.” 31 આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.
32 પછી શમુએલે કહ્યું, “અમાંલેકીઓના રાજા અગાગને માંરી પાસે લાવો.”
એટલે અગાગ લથડાતા પગે તેની સામે આવ્યો અને બોલ્યો, “ખરેખર, મૃત્યુની ઘડી હવે વીતી ગઈ છે અને માંરો જીવ બચી ગયો છે.”
33 શમુએલે કહ્યું, “તારી તરવારે ઘણી માંતાઓને પુત્રહીન બનાવી છે, એટલે હવે તારી માંતા પુત્રહીન બનશે.” અને તેણે ગિલ્ગાલની વેદી સામે અગાગને કાપી નાખ્યો.
34 પછી શમુએલ રામાંમાં ચાલ્યો ગયો અને, રાજા શાઉલ પોતાને ઘેર ગિબયાહમાં ગયો. 35 શમુએલે જીવનપર્યંત ફરી કદી શાઉલનું મોં જોયું નહિ. પરંતુ તેને માંટે તેને શોક ઘણો થયો. કારણ કે, તેને ઇસ્રાએલનો રાજા બનાવ્યો તે માંટે યહોવાને પસ્તાવો થયો હતો.
શમુએલ બેથલેહેમ ગયો
16 યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
2 શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.”
યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’ 3 યશાઇને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવાનું છે તે હું તને કહીશ. જે વ્યકિત હુઁ તને દેખાડું, તમાંરે તેનો રાજા તરીકે અભિષેક કરવો.”
4 પછી યહોવાએ કહ્યું, તે મુજબ શમુએલે કર્યું. તે બેથલેહેમ ગયો અને શહેરના વડીલો તેને મળવા દોડી આવ્યા. તેઓએ પૂછયું, “આપ શા માંટે આવ્યા છો? સમાંચાર તો સારા છે ને?”
5 શમુએલે કહ્યું, “હા, હું શાંતિમાં આવ્યો છું. હું યહોવાને યજ્ઞ અર્પણ આપવા આવ્યો છુઁ. તમે બધા તમાંરી જાતને શુદ્ધ કરો અને માંરી સાથે યજ્ઞ અર્પણ માંટે આવો.” તેણે તેની જાતે યશાઇ અને તેના પુત્રોને તૈયાર કર્યો અને તેમને યજ્ઞ અર્પણ માંટે આમંત્રિત કર્યાં.
6 તેઓ આવ્યા એટલે અલીઆબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે, “જરૂર, યહોવાનો પસંદ કરેલો માંણસ એની સમક્ષ આવ્યો છે.”
7 પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”
8 પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
9 પછી યશાઇ શામ્માંહને લાવ્યો, પણ શમુએલે કહ્યું: “નહિ, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
10 યશાઇએ પોતાના સાતે પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા. પણ તેણે કહ્યું, “આમાંના એકે ય ને યહોવાએ પસંદ કર્યો નથી.”
11 પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?”
યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.”
તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”
12 એટલે યશાઇએ તેને લાવવા માંણસ મોકલ્યો, તે દેખાવે રૂપાળો હતો, તેનો ચહેરો લાલ અને આંખો તેજસ્વી હતી.
યહોવાએ કહ્યું, “તે પસંદ કરાયેલો છે. ઊઠ, અને એનો અભિષેક કર.”
13 શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.
શાઉલને સતાવતો દુષ્ટઆત્માં
14 હવે યહોવાનો આત્માં શાઉલ પાસેથી જતો રહ્યો હતો, અને યહોવાનો મોકલાયેલો કોઈ દુષ્ટ આત્માં તેને સતાવતો હતો. 15 શાઉલના સેવકોએ તેને કહ્યું, “સ્વામી, જોયું ને, દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં આપને કેવો સતાવે છે? 16 જો તમે આજ્ઞા આપો તો અમે સારો વીણાવાદક શોધી કાઢીએ. તમાંરા પર ત્રાસદાયક આત્માં આવે ત્યારે તે વીણા વગાડે; અને તેથી તમને શાંતિ થશે.”
17 શાઉલે સેવકોને કહ્યું, “કોઈ કુશળ બજવૈયાને શોધી કાઢો અને માંરી પાસે લઈ આવો.”
18 તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”
19 તેથી શાઉલે યશાઇને વિનંતી કરતાં માંણસો મોકલ્યાં, “તમાંરા પુત્ર દાઉદને મોકલો જે માંરા ઘેંટા ચારે છે.”
20 ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય. 21 દાઉદ શાઉલ પાસે આવ્યો, ને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોતાં જ તેના પર તેને ખૂબ પ્રેમભાવ જાગ્યો; અને તેને તેનો શસ્ત્ર વાહક બનાવ્યો. 22 એટલે શાઉલે યશાઇને સંદેશો મોકલ્યો કે, “દાઉદને માંરી સેવામાં રહેવા દે, કારણ હું એના ઉપર પ્રસન્ન છું.”
23 અને જયારે જયારે દેવનો પ્રેર્યો કોઈ દુષ્ટ આત્માં શાઉલમાં પ્રવેશ કરતો ત્યારે દાઉદ વીણા લઈને વગાડતો, એટલે શાઉલને આરામ અને શાંતિ થઇ જતી. દુષ્ટ આત્માં ત્યારે તેને છોડી દેતો અને તે બરાબર થઇ જતો.
ભલા સમરૂનીનું ઉદાહરણ
25 પછી એક કાયદાનો પંડિત ઊભો થયો. તે ઈસુનું પરીક્ષણ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું, “ઉપદેશક, અનંતજીવનની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ?”
26 ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?”
27 તે માણસે ઉત્તર આપ્યો, “‘તારે પ્રભુ તારા દેવ પર પૂર્ણ હ્રદયથી તથા તારા પૂરા જીવથી તથા તારા પૂર્ણ સામથ્યૅથી તથા તારા પૂર્ણ મનથી પ્રીતિ કરવી જોઈએ.’(A) તથા, ‘તમે તમારી જાતને જેવો પ્રેમ કરો છો તેવો જ તમારા પડોશી પર પ્રેમ રાખવો.’”(B)
28 ઈસુએ તેને કહ્યું, “તારો ઉત્તર ખરો છે. એ જ કરો તેથી તને અનંત જીવન મળશે.”
29 પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?”
30 આ પ્રશ્રનો ઉત્તર આપતા ઈસુએ કહ્યું, “એક માણસ યરૂશાલેમથી યરેખોના રસ્તેથી જતો હતો. કેટલાએક લૂંટારાઓએ તેને ઘેર્યો. તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધાં અને માર્યો. પછી તે લૂંટારાઓ તે માણસને જમીન પર પડેલો છોડીને ચાલ્યા ગયા. તે લગભગ મરી ગયો હતો.
31 “એવું બન્યું કે એક યહૂદિ યાજક તે રસ્તા પરથી પસાર થતો હતો. જ્યારે યાજકે તે માણસને જોયો તે તેને મદદ કરવા રોકાયો નહિ, તે દૂર ચાલ્યો ગયો. 32 પછી, લેવી[a] નજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો.
33 “પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો. તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો. સમરૂનીએ તે માણસને જોયો. તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી. 34 તે સમરૂની તેની પાસે ગયો અને તેને ઘા પર ઓલિવનું તેલ અને દ્ધાક્ષારસ રેડ્યો. પછી તેણે તે માણસના ઘા પર પાટો બાંધ્યો. સમરૂની પાસે એક ગધેડા હતો. તેણે તે ઇજાગ્રસ્ત માણસને તેના ગધેડા પર બેસાડ્યો અને તેને ધર્મશાળામાં લઈ ગયો. ધર્મશાળામાં સમરૂનીએ તેની માવજત કરી. 35 બીજે દિવસે, સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા. સમરૂનીએ કહ્યું, ‘આ ઇજા પામેલા માણસની માવજત કરજે. જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ.’”
36 પછી ઈસુએ કહ્યું, “હવે લૂંટારાઓથી ઇજા પામેલા પેલા માણસ પર આ ત્રણ માણસોમાંથી (યાજક, લેવી, સમરૂની) ક્યા માણસે પ્રેમ દર્શાવ્યો. તું શું વિચારે છે?”
37 કાયદાના પંડિતે ઉત્તર આપ્યો, “તે એક કે જેણે તને મદદ કરી,”
ઈસુએ તેને કહ્યું, “તો પછી તું જા અને જઇને બીજા લોકો માટે એ પ્રમાણે કર.”
મરિયમ અને માર્થા
38 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યાત્રા કરતા હતા. ત્યારે ઈસુ એક શહેરમાં ગયો. માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર રાખ્યો. 39 માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી. 40 માર્થા ઘણા કામોમાં વ્યસ્ત હતી ઘણું કામ કરવાનું હતું, માર્થા અંદર ગઇ અને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? મને મદદ કરવા માટે તેને કહે!”
41 પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બધી બાબતોમાં ચિંતા કરે છે અને ગભરાય છે. 42 ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International