Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
ગોલ્યાથનો પડકાર
17 પલિસ્તીઓ યહૂદાના લોકો સાથે લડવા તૈયાર થયા અને યહૂદામાં સોખોહ આગળ ભેગા થયા, સૈન્ય ભેગુ થયું અને સોખોહ અને અઝેકાહ વચ્ચે છાવણી નાખી, એફેસ દામ્મીમ બોલાવાતા એક શહરેમાં.
2 શાઉલ અને ઇસ્રાએલીઓએ ભેગા થઈને એલાહની ખીણમાં છાવણી નાખી અને પલિસ્તીઓ સામે લડવા, તેઓએ પર્વત હરોળ કરી. 3 પલિસ્તીઓ એક ટેકરી ઉપર એકઠાં થયાં અને ઇસ્રાએલીઓ બીજી ટેકરી ઉપર; બંનેની વચ્ચે એક ખીણ હતી.
4 પલિસ્તીઓની છાવણીમાંથી ગોલ્યાથ નામનો એક યોદ્ધો ઇસ્રાએલીઓને દ્વંદ્ધયુદ્ધ માંટે પડકારવા બહાર આવ્યો. તે ગાથનો વતની હતો. તે આશરે નવ ફૂટ ઊંચો હતો. 5 એ ગાથ નગરનો વતની હતો. તે નવ ફૂટ કરતા ઊંચો હતો. તેણે કાંસાનો ટોપ પહેર્યો હતો, અને માંછલીની ચામડી ઉપરના ભીંગડા જેવુ બખતર પહેરેલુ હતું આ કાંસાનાં બખતરનું વજન પાંચ હજાર શેકેલ હતું. 6 તેને પગે કાંસાનું બખ્તર ચડાવેલું હતું અને તેના ખભા ઉપર કાંસાનો ભાલો લટકાવેલો હતો. 7 તેના ભાલાનો હાથો વણકરની સાળના તાર જેવો હતો અને તેનું લોખંડનું પાંનુ આશરે છસો શેકેલ વજનનું હતું, તેની ઢાલ ઉપાડનારો તેની આગળ ચાલતો હતો.
8 તેણે ઊભા રહીને ઇસ્રાએલનાં સૈન્યને હાંક માંરી, “તમે ત્યાં યુદ્ધ માંટે વ્યુહબદ્ધ કેમ થયા છો? હું પલિસ્તી છું અને તમે બધાં શાઉલના ગુલામો છો. માંરી સાથે લડવા તમે તમાંરો એક માંણસ પસંદ કરો. 9 જો તે માંણસ મને માંરી નાખે, તો અમે તમાંરા ગુલામ થઈશું. પણ જો હું તેને માંરી નાખું, તો તમાંરે બધાએ અમાંરા ગુલામ થઈને અમાંરી સેવા કરવી.”
10 તેણે વધુમાં કહ્યું, “હું આજે ઇસ્રાએલી સેનાને પડકાર કરું છું, માંરી સાથે લડવા માંટે એ માંણસોને મોકલવાં હું આહવાન આપુ છુ.”
11 આ સાંભળીને શાઉલ અને તેના માંણસો ભયથી થથરી ગયા.
લડવા જતો દાઉદ
12 યહુદાના બેથલેહેમમાં એફાથી કુલમાંના યશાઇનો પુત્ર દાઉદ હતો. યશાઇને સાઠ પુત્રો હતા. શાઉલના સમયે યશાઇ વૃદ્વ ગણાતો. 13 યશાઇના ત્રણ મોટા પુત્રો શાઉલ સાથે યુદ્ધમાં ગયા હતા. તે હતા: એલીઆબ પહેલો પુત્ર, અબીનાદાબ બીજો અને શમ્માંહ ત્રીજો. 14 દાઉદ સૌથી નાનો હતો. મોટા ત્રણ પુત્રો શાઉલની સેનામાં જોડાયા હતાં. 15 પરંતુ દાઉદ ઘેટાંની સંભાળ રાખવા શાઉલની છાવણી અને બેથલેહેમ વચ્ચે આવજા કરતો હતો.
16 ચાળીસ દિવસ સુધી સવાર અને સાંજ પેલો પલિસ્તી ગોલ્યાથ બહાર આવતો અને તેમને પડકાર કરતો.
17 પછી એક દિવસે યશાઇએ તેના પુત્ર દાઉદને કહ્યું, “તારા ભાઈઓ માંટે આ દસ રોટલી અને થોડા શેકેલ દાણા લઈ જા. 18 અને આ દસ પનીરના ટુંકડા તેઓના સહસ્રાધિપતિને આપજે અને તારા ભાઈઓના કુશળ સમાંચાર જાણીને અને તેમની કંઈ એંધાણી લઈને પાછો આવ! 19 રાજા શાઉલ, તારા ભાઈઓ અને બધા ઇસ્રાએલીઓ એલાહની ખીણમાં પલિસ્તીઓ સામે લડી રહ્યા છે.”
20 બીજે દિવસે વહેલી સવારે દાઉદ ઊઠયો અને ઘેટાં સંભાળવાનું રખેવાળને સોંપીને, ખાવાનું લઈને યશાઇની આજ્ઞા મુજબ ચાલી નીકળ્યો. લશ્કર યુદ્ધનાદ કરતું કરતું યુદ્ધક્ષેત્ર ભણી જતું હતું, ત્યાં દાઉદ છાવણીએ આવી પહોંચ્યો. 21 થોડીવારમાં ઇસ્રાએલીઓ અને પલિસ્તીઓની સેના યુદ્ધ માંટે સામસામી ગોઠવાઈ ગઈ.
22 દાઉદ પોતાનો સામાંન, ભંડાર સાચવનાર અમલદારને સોંપીને તેના ભાઈઓને મળવા ઝડપથી સૈન્ય તરફ દોડ્યો. 23 તે તેઓની સાથે વાતો કરતો હતો તે જ સમયે પલિસ્તી યોદ્ધા ગોલ્યાથે સેનામાંથી બહાર આવીને રોજની જેમ ઇસ્રાએલીઓને પડકાર ફેંક્યો. દાઉદે એ સાંભળ્યું.
દેવ તરફથી સાબિતી
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International